પ્રોપર્ટી ગુરૂ: હાઉસિંગ મિનિસ્ટર સાથે રિયલ એસ્ટેટ અંગે ચર્ચા - property guru discussion with the housing minister on real estate | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: હાઉસિંગ મિનિસ્ટર સાથે રિયલ એસ્ટેટ અંગે ચર્ચા

રિયલ એસ્ટેટને વ્યવસાયને જાળવી રાખવો સરકારની ફરજ છે. લોકોનુ ઘરનુ સપનુ પુરૂ કરનાર ઇન્ડસ્ટ્રી રિયલ એસ્ટેટ છે.

અપડેટેડ 03:16:11 PM May 16, 2022 પર
Story continues below Advertisement

રિયલ એસ્ટેટને વ્યવસાયને જાળવી રાખવો સરકારની ફરજ છે. લોકોનુ ઘરનુ સપનુ પુરૂ કરનાર ઇન્ડસ્ટ્રી રિયલ એસ્ટેટ છે. સૌથી વધુ રોજગાર પુરા પાડનાર ઇન્ડસ્ટ્રી રિયલ એસ્ટેટ છે. કોઇપણ શહેરના વિકાસ માટે રિયલ એસ્ટેટનો વિકાસ જરૂરી છે. કોવિડ સમયે અર્થતંત્ર તુટ્યુ હતુ તેને સપોર્ટ આપવા સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાઇ છે. સ્ટેમ્પ ડ્યુટીની માફી બહુજ સમજી વિચારીને લેવાયેલો નિર્ણય છે. સ્ટેમ્પ ડ્યુટીની રાહતથી લોકોનો ઘર ખરીદારીમાં રાહત મળી છે.

સ્ટેમ્પ ડ્યુટી ઘટાડ્યા બાદ સૌથી વધુ ઘરો ખરીદાયા છે. મુંબઇમાં SRA અને રિડેવલપમેન્ટ સિવાય વિકાસ અશક્ય છે. મુંબઇમાં ખુલ્લી જમીન લગભગ નહિવત છે. SRA માટે અમુક સુવિધા અને અલોય જલ્દી મળે તે માટે પ્રયાસ થઇ રહ્યાં છે. મહાડાના બિલ્ડિંગ ડેવલપમેન્ટના કરાર બાદ લાંબા સમયથી કામ નથી કર્યા. SRAની સ્કીમ સમયસર ડેવલપમેન્ટ ન કરવાથી કેન્સલ કરવામાં આવી છે. આ વાત મહાડામાં પણ લાગુ કરવામાં આવશે. ગરીબ લોકોને ઘર જલ્દી મળે એ વાત પર ધ્યાન છે.

એમનેસ્ટી સ્કીમ

એમનેસ્ટી સ્કીમથી પ્રોજેક્ટ ટ્રાન્ફર કરવાની ફી નહી લાગે. એમનેસ્ટી સ્કીમથી 5% ટ્રાન્સફર ફી પર રાહત છે. પ્રોજેક્ટ રિવાઇવ થવાથી ગરીબલોકોને ઘર મળશે. ગરીબ લોકોને ઘર આપવા એ સરકારનુ સપનુ છે. સરકારની જવાબદારી ગરીબને ઘર આપવાની છે. પ્રમિયમથી ડેવલપર્સને પ્રોત્સાહન મળી રહયા છે. સ્લેબ વાઇસ પ્રિમિયમ ભરવાથી બિલ્ડરને રાહત છે. MMCની પ્રોપર્ટીઝ જેટલી જ સ્ટેમ્પ ડયુટી લગાડવાની માંગ છે. મુંબઇમાં ડિમાન્ડ સપ્લાયની સમસ્યા જ નથી. મુંબઇમાં હંમેશા ઘરોની માગ સપ્લાય કરતા વધુ જ રહે છે.

રેડી રેકનર રેટ અંગે ચર્ચા


રેડી રેકનર રેટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ લગાડે છે. MCHI, CREDAI પોતાની વાત રેવન્યુ મિનિસ્ટર સામે મુકી શકે છે.

ધતી બાંધકામ ખર્ચ

ડેવલપર્સને કોઇ સરળતા કરી આપવી પડશે. રશિયા- યુક્રેન યુધ્ધની ઘણી અસર કંશટ્રકશન ઇન્ડસ્ટ્રી પર થઇ છે. સ્ટીલનો મોટો જથ્થો ભારતમાં યુક્રેનથી આયાત થતો હતો. રિયલ એસ્ટેટ સ્ટેટની રેવન્યુમાં મોટો ફાળો આપે છે. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની હાલ માવજત કરવાની જરૂર છે.

સિંગલ વિન્ડો ક્લીયરન્સ

ક્લીયરન્સ માટે પહેલા કરતા ઓછો સમય લાગે છે. ધીમે ધીમે આ સમય પણ ઘટાડાશે. SRA માટે એનેક્ચર માટે હ્યુમન ટચ રાખવા નહી આવે. SRAમાંથી હ્યુમન ટચ દુર કરી ભષ્ટ્રાચાર દુર કરાશે. સંપુર્ણ ઓટોમેશનની પ્રક્રિયા લાવી ભષ્ટ્રાચાર દુર કરાશે. સરકારનુ સંપુર્ણ ધ્યાન સિસ્ટમ પર છે. સિસ્ટમમાં ક્યાય ભષ્ટ્રાચાર ન થાય તેની તકેદારી.

મુંબઇમાં કઇ રીતનુ ઇન્ફ્રાસ્ટ્રેકચકર ડેવલપમેન્ટ થશે

મુંબઇનો હોરિઝન્ટલ કે વર્ટીકલ વિકાસ હવે શક્ય નથી. કોસ્ટલ રોડ પર કામ થયુ છે. ઘણા લિન્ક રોડ ઉપર કામ થઇ રહ્યું છે. લિન્ક રોડ તરફ વિકાસ હવે કરવો જોઇએ. મુંબઇના આસપાસના વિસ્તારનો વિકાસ કરી કનેક્ટિવિટી વધારવી જરૂરી છે. MMR રિજીનમાં વિકાસ કરવો હવે જરૂરી બન્યો છે. નાહ્વા શેવા લિન્ક રોડ હવે વર્લી સુધી બનશે. શહેરને ચારે તરફથી જોડવા પર સરકારનુ ધ્યાન છે. મુંબઇને સુંદર રાખવા પર સરકારનો ફોકસ છે.

મુંબઇ પર હાઉસિંગ મનિસ્ટરનો મત

મુંબઇ મહેનત કરનાર લોકોનુ શહેર છે. મુંબઇ લોકોને રોજગાર આપતુ શહેર છે. મુંબઇએ ઘણા મોટા ઇન્ડસ્ટ્રાલિસ્ટ બનાવ્યા છે.

રિવર્સ માઇગ્રેશન

કોરોનાનો સમય ઇતિહાસમાં અલગ જ પ્રકારનો છો. મુંબઇથી ગયેલા તમામ લોકો પાછા ફર્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો માટે મહાડાના ઘરની જાહેરાત કરાઇ છે. પ્રેસ માટેના લોકો માટે માહાડાના ઘર છે. પત્રકાર માટેના મહાડાના ઘર છે.

રિડેવલપમેન્ટ અંગે ચર્ચા

સિંગલ બિલ્ડિંગના ડેવલપમેન્ટમાં વધુ લાભ નથી. આખા વિસ્તારનો વિકાસ થાય તે ખૂબ જરૂરી.

રિડેવલપમેન્ટ શા માટે સ્લગીશ?

સ્ટેમ્પડ્યુટીની સમસ્યા રિડેવલપમેન્ટમાં આવી રહી છે. રેવન્યુ મિનિસ્ટર સાથે મળી આ બાબતે કામ થશે. સ્ટેમ્પડ્યુટીની રાહત પાછી ખેચવાથી વેચાણ પર અસર નહી થાય.

મોંઘી જમીનનો શુ છે ઉપાય?

જ્યા જમીન ઓછી છે ત્યા જમીન કે ઘર મોંઘા જ હશે. હવે મુંબઇમાં જુની ચાલ રિડવેલપમેન્ટ થશે. મુંબઇ શહેરમાં ઘર મોંઘા છે. ઘર ખરીદનારને હાઉસિંગ મિનિસ્ટર નો સંદેશ છે. મુંબઇના દરેક પરિવાર પાસે પોતાનુ ઘર હોવુ જોઇએ. ઘર ખરીદવા માટે કાલની રાહ ના જુઓ. ઘર ખરીદારી માટે કિંમતો ઘટવાની રાહ ના જુઓ. ડેવલપર્સે પણ ગરીબો માટે ઘર બનાવવા માટે પોતાનો સહયોગ આપવો જોઇએ.

MoneyControl News

MoneyControl News

First Published: May 15, 2022 2:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.