પ્રોપર્ટી માર્કેટમાં ઘણા બદવાલ આવ્યા છે. ડિમોનેટાઇઝેશનની મોટી અસર પ્રોપર્ટી માર્કેટ પર છે. બજેટની રિયલ એસ્ટેટ પર અસર જોવા મળી. બેન્કરપ્સી કોડ જેવા નિયમો આવ્યાં. રેરાનું અમલીકરણ થયું. જીએસટીનું અમલીકરણ થયું.
નિરંજન હિરાનંદાણીનું કહેવુ છે કે પવઇમાં અફોર્ડેબલ હોમ્સ બની રહ્યાં છે. થાણાંમાં સ્ટુડિયો અપાટ્ટમેન્ટ બની રહ્યાં છે. દરેક ડેવલપર અફોર્ડેલ સેગ્મેન્ટમાં આવ્યાં છે. નાના ફ્લેટની માંગ વધી રહી છે. દરેક ડેવલપર નાના ફ્લેટ બનાવી રહ્યાં છે. રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવું જરૂરી. ભાડાની આવક પર ટેક્સ લાગે છે. કાયદાઓ એન્ટીરેન્ટલ બનતા જણાય છે.
મયુર શાહના મુજબ કમર્શિયલ પ્રોપર્ટી લિઝ થતી હોય છે. કમર્શિયલ પ્રોપર્ટી માર્કેટ પીક અપ થઇ રહી છે. કમર્શિયલ પ્રોપર્ટી ડેવલપ થવા લાંબો સમય લાગે છે. રેડી કમર્શિયલ પ્રોપર્ટીનું માર્કેટ સારૂ છે.
નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે જીએસટી, રેરાને કારણે વેચાણ અટક્યા હતા. પ્રાયમરી માર્કેટમાં વેચાણ ઘટ્યા હતા. સેકેન્ડરી માર્કેટમાં વેચાણ અટકી ગયા હતા. મિડસેગમેન્ટ માટે સરકારે કામ કરવું જોઇએ. ભાડાની આવક ઘટી રહી છે. પ્રોપર્ટીના રોકાણમાં લિક્વિડીટી નથી. પ્રોપર્ટીનાં રોકાણ પર ટેક્સ લાગે છે. પ્રોપર્ટીમાં કોઇ નિષ્ચિત કિંમત નથી. રેરાને કારણે અમુક હિડન ચાર્જ ઘટશે. રાજ્ય સરકાર પોતાના અલગ ટેક્સ લગાડી શકે.
જીગર મોતાના મતે સેકન્ડરી માર્કેટમાં કૅશ કમ્પોન્ટ વધારે છે. ડેવલપર્સે રેરાને આવકાર્યું છે. જીએસટીને લઇ થોડી મુંઝવણો છે. ગુજરાતમાં બંગલોની માંગ રહેતી હોય છે. ગુજરાતમાં હવે વર્ટીકલ ડેવલપમેન્ટ થઇ રહ્યાં છે. વર્ટીકલ બંગલોનાં પ્રોજેક્ટ આવી રહ્યાં છે.
પ્રણય વકીલના મતે રેરામાં કાળાનાણા અંગે કઇ નથી. રેરામાં રેન્ટલ સેગ્મેન્ટની વાત નથી.