પ્રોપર્ટી ગુરૂ: મહારાષ્ટ્રમાં થશે પ્રોપર્ટીના ઈ રજીસ્ટ્રેશન - property guru e-registration of property will happen in maharashtra | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: મહારાષ્ટ્રમાં થશે પ્રોપર્ટીના ઈ રજીસ્ટ્રેશન

1 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી e-રજીસ્ટ્રેશન શરૂ થશે. બ્લોક ચેન ટેકનોલોજીનો ઉપયોગ થશે.

અપડેટેડ 10:51:29 AM Sep 19, 2022 પર
Story continues below Advertisement

1 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી e-રજીસ્ટ્રેશન શરૂ થશે. બ્લોક ચેન ટેકનોલોજીનો ઉપયોગ થશે. પહેલીવાર ખરિદાતા ઘરના e-રજીસ્ટ્રેશન કરી શકાશે. મહારાષ્ટ્ર e-રજીસ્ટ્રેશન શરૂ કરનાર પહેલુ રાજ્ય છે.

CREDAI-MCHIના સેક્રેટરી, ધવલ અજમેરાનું કહેવું છે કે e-રજીસ્ટ્રેશન રિયલ એસ્ટેટ માટે ડિજીટાઇઝેશન ક્ષેત્રે મોટી ક્રાંતિ હશે. e-રજીસ્ટ્રેશનથી પારદર્શકતા અને ક્ષમતા વધશે. ગ્રાહકો કે લોકોને તમામ જાણકારી સરળ બનશે. અર્થતંત્ર અને રિયલ એસ્ટેટ માટે e-રજીસ્ટ્રેશન મોટુ પગલુ છે. સરકાર દ્વારા નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે.

ધવલ અજમેરાના મતે મુંબઇમાં હજારોની સંખ્યામાં દૈનિક પ્રોપર્ટી રજીસ્ટ્રેશન થતા હોય છે. નવી પ્રક્રિયાની શરૂઆત તબક્કાવાર થશે. પહેલી વાર વેચાતા ફ્લેટનુ ઇ-રજીસ્ટ્રેશન કરી શકાશે. દરેક પ્રોપર્ટીના e-રજીસ્ટ્રેશન માટે આ સુવિધા તબક્કા વાર શરૂ થશે. સરકાર દ્વારા આ સિસ્ટમ માટે ટ્રેનિંગ વર્કશોપ થઇ રહ્યાં છે. e-રજીસ્ટ્રેશન પ્રક્રિયાના લાભ મળશે.

ધવલ અજમેરાના મુજબ ભારતીયો માટે સારા મૂહુર્તનુ મહત્વ હોય છે. ગ્રાહકો સારા મુહુર્ત પર પ્રોપર્ટીનુ e-રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ડોક્યુમેન્ટસ e-રજીસ્ટર થતા બેન્કની પ્રોસેસ ઝડપથી થશે. ગ્રાહકો પોતાના રજીસ્ટર થયેલા ડોક્યુમેન્ટ પોર્ટલ પર જોઇ શકશે. ભવિષ્યમાં આ પોર્ટલને RERA સાથે પણ સાંકળવામાં આવશે.

ક્રેડાઈ-મચીના સીઓઓ, કેવલ વલંભિયાનું કહેવું છે કે કોવિડકાળ સમયે e-રજીસ્ટ્રેશનની શરૂઆત થઇ હતી. હવે રાજ્યભર માટે e-રજીસ્ટ્રેશનનો વિકલ્પ ખુલ્લો મુકાશે. રજીસ્ટ્રાર ઓફિસમાં પ્રોપર્ટીના રજીસ્ટ્રેશનની લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. ગ્રાહકો પસંદગીના દિવસે, ગમતા મુહુર્તમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. e-રજીસ્ટ્રેશન ડેવલપરની ઓફિસથી થઇ શકશે. ડેવલપર્સ ગ્રાહકોને એક વધુ e-રજીસ્ટ્રેશનની સેવા પુરી પાડશે.


કેવલ વલંભિયાના મતે HNI ક્લાઇન્ટને ખાસ સુવિધા ડેવલપર આપી શકશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ ઝડપી બનશે. લિઝ & લિવ લાઇસન્સના e-રજીસ્ટ્રેશનને સફળતા મળી છે. બ્લોકચેન સિસ્ટમનો e-રજીસ્ટ્રેશનમાં ઉપયોગ કરાયો છે. 20 થી વધારે ફ્લેટ વેચાણ માટે હોય તેવા ડેવલપર્સ e-રજીસ્ટ્રેશન કરાવી શકશે. મહારાષ્ટ્રના તમામ ડેવલપર્સ e-રજીસ્ટ્રેશનનો લાભ લઇ શકશે. CREDAI-MCHIનો e-રજીસ્ટ્રેશનના સોફ્ટવેર ડેવલપમેન્ટમાં મહત્વનો ફાળો છે.

કેવલ વલંભિયાના મુજબ CREDAI-MCHIનો e-રજીસ્ટ્રેશનના વર્કશોપના આયોજન કર્યા છે. 1 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં પ્રોપર્ટીના e-રજીસ્ટ્રેશનની શરૂઆત થશે. CREDAI-MCHIના પ્રોપર્ટી એકસપોમાં e-રજીસ્ટ્રેશનનો સ્ટોલ છે. CREDAI-MCHI 30 વર્ષથી પ્રોપર્ટી એકસપોનુ આયોજન કરે છે. કોવિડને કારણે 3 વર્ષથી એક્ઝીબિશન થઇ શક્યુ ન હોતુ.

કેવલ વલંભિયાનું કહેવું છે કે 13 થી 16 ઓકટોબર સુધી પ્રોપર્ટી એક્ઝીબિશન થશે. પ્રોપર્ટી એકસપોમાં e-રજીસ્ટ્રેશનનો સ્ટોલ હશે. IGR સાથે સહઆયોજન કરી e-રજીસ્ટ્રેશનનો સ્ટોલ રખાયો છે. પ્રોપર્ટી એક્સપો દરમિયાન e-રજીસ્ટ્રેશન કરાવી શકાશે. પ્રોપર્ટી એક્સપોમાં e-રજીસ્ટ્રેશન અંગે જાગૃતતા લાવવાનો હેતુ.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 17, 2022 4:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.