રોહિત પોદારનું કહેવુ છે કે વર્કિંગ ક્લાસના લોકો દ્વારા અફોર્ડેબલ હોમ્સની માગ. 2020માં રિયલ એસ્ટેટની સ્થિતી ખરાબ હતી. 2021માં અફોર્ડેબલ હાઉસિંગને કારણે રિયલ એસ્ટેટને બુસ્ટ મળ્યુ. સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતથી સેલ્સ વધ્યા હતા. હોમલોનના વ્યાજદર ઓલટાઇમ લો પર છે. પ્રોપર્ટીની કિંમતો 5 વર્ષથી સ્થિર છે. ગ્રાહકોની અફોર્ડેબિલિટી વધી છે. RERAને કારણે ગ્રાહકનો ડેવલપર્સ પર વિશ્ર્વાસ વધ્યો. અફોર્ડેબલ હોમ્સની માગ રિયલ યુઝર તરફથી છે.
બાંધકામ ખર્ચ ₹400/SqFt ની કિંમતો વધી છે. ઘરોની કિંમતો ટુંક સમયમાં વધતી દેખાશે. ઘર ખરીદવા ઇચ્છનાર લોકોએ હમણા ઘર ખરીદવુ જોઇએ. 2,3 મહિનામાં ઘરોની કિંમતો વધી શકે છે.
ન્યુ લોન્ચિસમાં ઘરોની કિંમતો વધી શકે છે. રેડી ઇન્વેન્ટરી હવે ખૂબ જ ઓછી ઉપલબ્ધ છે. નવા લોન્ચ પ્રોજેક્ટની હાલના બાંધકામ ખર્ચ પ્રમાણે વધશે. લોકોના ઘર માટેના પ્રેફરન્સ બદલાયા છે. લોકો સુવિધા સાથેના મોટા ઘર ઇચ્છે છે. માગ પ્રમાણે પ્રોજેક્ટમાં બદલાવ કરવાની જરૂર પડી છે.
લોકો બ્રાન્ડેડ ડેવલપર્સના ઘર ખરીદવા ઇચ્છે છે. ગ્રાહકો સારી લાઇફ સ્ટાઇલથી મોટા ઘરમાં રહેવા ઇચ્છે છે. હવે કામ, સ્કુલ વગેરે ઘરેથી થાય છે. પરિવારના સભ્યોને ઘરમાં જગ્યાની જરૂર વધી છે. સારી એમિનિટીઝ સાથેના પ્રોજેક્ટની માગ છે. હોસ્પિટલ, બજાર વગેરે નજીક હોય તેવા ઘરની માંગ છે. પહેલી વાર ખરીદનાર વ્યક્તિને એન્ટ્રી લેવલના ઘર જોઇએ. જેમની પાસે ઘર છે તેમને મોટુ ઘર જોઇએ છે.
અફોર્ડેબલ ઘરો માટેની કિંમતોની કેપ વધારવાની જરૂર. અફોર્ડેબલ માટે ઘરોની કિંમત 45 લાખથી 60 લાખ કરવી જોઇએ.
સરકારે અફોર્ડેબલ હાઉસિંગ માટે ઘણા પ્રયાસ કર્યા છે. પ્રધાનમંત્રી આવસ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. જોબ ક્રિએશન થાય તેવા પ્રયાસ બજેટમાં થવા જોઇએ. સિમેન્ટ અને સ્ટીલની કિંમતો ઘટે તેવા પ્રયાસ થવા જોઇએ. અર્થતંત્રનો ગ્રોથ થશે તો રિયલ એસ્ટેટમાં પણ ગ્રોથ થશે. આવનારા સમયમાં રિયલ એસ્ટેટમાં તેજી રહી શકે છે. GDPમાં રિયલ એસ્ટેટનો શેર વધે તેવા પ્રયાસ જરૂરી છે.
રિયલ એસ્ટેટમાં ફંડની સમસ્યા ઘણી મોટી છે. 50 હજાર કરોડના ફંડની જરૂર છે. સરકારે સ્વામી ફંડ જેવા વધુ ફંડ આપવાની જરૂર છે. ગ્રોથ માટે રિયલ એસ્ટેટમાં લિક્વિડિટી વધારવી જરૂરી છે.
ભારતમાં રેન્ટલ ઇનકમ ખૂબ જ ઓછી છે. જ્યારે બોરોવિંગ રેટ સરખામણીમાં 5% વધુ. રેન્ટલ પોલિસી મોટા બુસ્ટની જરૂર છે. ઘણા લોકો તરફથી ભાડાના ઘરની માંગ. રેન્ટલ યિલ્ડ વધારવાની ખૂબ જ જરૂરી. રેન્ટલ સ્કીમ માટે કોઇ સબસિડી લાવી શકાય.