સ્ટીલની કિંમત ઘટતા ઘટશે બાંધકામ ખર્ચ?
સ્ટીલની કિંમત ઘટતા ઘટશે બાંધકામ ખર્ચ?
પ્રેસિડન્ટ નરેડકો અને રોનક ગ્રુપના એમડી, રાજન બાંદેલકરના મતે સ્ટીલની કિંમતો 35000 રૂપિયાથી 80000 રૂપિયા સુધી પહોચી છે. સરકારને સ્ટીલની કિંમત ઘટાડવા રજુઆત કરવામાં આવી હતી. સિમેન્ટની કિંમતો પણ ખૂબ વધી છે. ડેવલપર્સ દ્વારા સરકારનો નિર્ણય આવકાર્યો છે. એકસપોર્ટ ડ્યુટી વધારાતા એકસપોર્ટ ઘટશે. ફિનિશ પ્રોડક્ટની કિંમતો ખૂબ વધી હતી. સિમેન્ટની કિંમતો ઘટાડવા માટે પગલા લેવાય રહ્યાં છે. સિમેન્ટની સપ્લાય સરળ બને તે પર ફોકસ છે.
સરકારે પેટ્રોલ પરથી પણ એક્સાઇસ ડ્યુટી ઘટાડી છે. ફ્યુલ કોસ્ટ ઘટતા લાભ તમામને મળી શકે છે. રિયલ એસ્ટેટ માટેનુ મોટા ભાગનુ પરિવહન રોડ રસ્તાથી છે. ઇંધણની કિંમતો ઘટવાથી રિયલ એસ્ટેટને રાહત છે. સરકારે લગભગ રૂપિયા 10 જેટલી પેટ્રોલની કિંમત ઘટાડી છે. જીએસટીને લઇને ડેવલપર્સને હજી સમસ્યા છે. ડેવલપર્સને ઇનપુટ ક્રેડિટ મળે એવી માગ છે. ITC અને નોન ITCમાં પસંદગી ડેવલપર્સને મળવી જોઇએ.
સિંગલ વિન્ડો ક્લીયરન્સ મળવુ જોઇએ. પર્યાવરણને લગતી મંજૂરી ઝડપથી મળવી જોઇએ. RERA બાદ રિયલ એસ્ટેટ ઓર્ગેનાઇઝ થયુ છે. RERAને કારણે પારદર્શકતા વધી છે. RERA બાદ તમામ મંજૂરી વગર વેચાણ શક્ય નથી. સરકાર સમસ્યા સાંભળી પ્રતિસાદ આપે છે. સરકારે કોરોના બાદ રિયલ એસ્ટેટને રિવાઇવ કરવામાં મદદ કરી છે.
અજમેરા રિયલ્ટીના ડિરેક્ટર, ધવલ અજમેરાના મતે સરકારે સ્ટીલ અને સિમેન્ટની કિંમતોને કાબુમાં કરવા સારૂ પગલુ લીધુ છે. ડેવલપર અસોસિયેશને સ્ટીલ એક્સપોર્ટ ઘટાડવાનુ સજેશન કર્યુ હતુ. પાછલા 6 મહિનામાં બાંધકામ ખર્ચ ખૂબ વધી ગયો હતો. ડેવલપર્સ પાસે કિંમતો વધારવી ફરજીયાત બની હતી. આ પગલાથી ઘરની કિંમતો સ્થીર રહી શકે છે. પેટ્રોલ અને ડિઝલની કિંમત ઘટતા ટ્રાન્સપોર્ટ કોસ્ટ ઘટશે. ટ્રાન્સપોર્ટ ઘટવાની અસર બાંધકામ ખર્ચ પર પણ થશે.
સિમેન્ટની કિંમતો પર નિયંત્રણ મેળવવુ ખૂબ જરૂરી છે. રિયલ એસ્ટેટને બુસ્ટ મળતા અન્ય સેક્ટરને પણ બુસ્ટ મળે છે. GSTને લઇ ડેવલપરની સમસ્યા પર ધ્યાન અપાવુ જોઇએ. પર્યાવરણને લગતી મંજૂરી ઝડપથી મળવી જોઇએ. સ્ટેમ્પ ડ્યુટી અને પ્રિમિયમમાં સરકારની રાહત સરાહનીય છે. આ રાહતોને હજી વધુ સમય રાખવી જોઇએ. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી 3 ટકા કરવી જોઇએ. ડેવલપર માટે પ્રિમિયમમાં ઘટાડો કરવો જોઇએ.
મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણીના મતે સરકારે રિયલ એસ્ટેટની સમસ્યા પર ધ્યાન આપ્યુ છે. સરકારનુ આ પગલુ આવકારદાયક છે. સિમેન્ટ અને સ્ટીલની કિંમતો ઘટી શકે છે. સિમેન્ટ અને સ્ટીલની કિંમતો ધીમે ધીમે ઘટી શકે છે. બે વર્ષથી રિયલ એસ્ટેટને ઘણા નુકસાન થયા છે. કોવિડ દરમિયાન લેબર કોસ્ટ વધી હતી. કોવિડ દરમિયાન લોજીસ્ટીક કોસ્ટ વધી હતી. યુક્રેન યુધ્ધથી કોમોડિટીની કિંમતો વધી હતી. પ્રોપર્ટીની કિંમતો લાંબા સમયથી સ્થિર હતી. બાંધકામ ખર્ચ વધતા ઘરની કિંમતો વધવાની શરુઆત થઇ હતી.
દિલ્હીમાં ઘરોની કિંમતો 12 થી 15 ટકા વધી રહી છે. સ્ટીલ, સિમેન્ટ, ફ્યુલની કિંમત ઘટવાથી બાંધકામ ખર્ચ ઘટશે. RBI દ્વારા વ્યાજદર હવે વધી રહ્યા છે. ઘરની અફોર્ડિબિલિટી પર આ તમામની અસર રહેશે. લેન્ડ ટાઇટલિંગ અને લેન્ડ ઇન્શ્યોરન્સ પર કામ થવુ જોઇએ. રિડેવલપમેન્ટને લગતી સમસ્યાઓ દુર થવી જોઇએ. ઇનપુટ ટેક્સ ક્રેડિટને લઇ સમસ્યાઓ દુર થવી જોઇએ. રિયલ એસ્ટેટની GSTની સમસ્યાનુ સમાધાન જરૂરી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.