પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ પર ફેસ્ટિવલ સિઝન - property guru festival season on gujarat property market | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ પર ફેસ્ટિવલ સિઝન

લોકો ચુટંણી સુધી થોભવાનો મત બનાવી રહ્યાં છે. એન્ડ યુઝરને સારા બાર્ગેન પણ મળી શકે છે.

અપડેટેડ 10:34:32 AM Apr 20, 2019 પર
Story continues below Advertisement

ભારતમાં ચુંટણીનો માહોલ છે. અફોર્ડેબલ હાઉસિંગમાં સેલ્સ થઇ રહ્યાં છે. મિડ થી હાઇ સેગ્મેન્ટમાં જોઇએ તેવા સેલ્સ નથી. લોકો ચુટંણી સુધી થોભવાનો મત બનાવી રહ્યાં છે. એન્ડ યુઝરને સારા બાર્ગેન પણ મળી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ચર્ચા

2022 હાઉસિંગ ફોર ઓલ માટેની યોજના કર્યો છે. પહેલી વાર ઘર ખરીદનારને આ યોજનાનો લાભ છે. અફોર્ડેબલ હાઉસિંગ માટેની સ્કીમ છે. 40 લાખથી ઓછી કિંમતનાં ફ્લેટનો આ યોજનામાં સમાવેશ કરશે. ડેવલપરે આ યોજના હેઠળ પ્રોજેક્ટ રજીસ્ટર કરાવવો જરૂરી છે. વાર્ષિક રૂપિયા 12 લાખ કરતા ઓછી આવક ધરાવતા લોકો માટેની યોજના છે. રૂપિયા 2.67 સબસિડી પહેલુ ઘર ખરીદનારને મળશે. મહિલાનાં નામે ઘર લેવાથી રજીસ્ટ્રેશન ફીમાં લાભ મળી શકે છે.

સવાલ-

તેમણે ગોતા, અમદાવાદમાં 2017 માં ફ્લેટ ખરીદ્યો હતો, જુલાઇ 2018 સુધીમાં તેનુ 75 ટકા કામ પુરુ થઇ ગયુ હતુ, એટલે અમે 75 ટકા પેમેન્ટ લોન દ્વારા કર્યું હતુ, બાકીની રકમ 6 એપ્રિલ 2019એ ચુકવી. અમને હજી પઝેશન મળ્યુ નથી અને હવે બિલ્ડર મારી પાસે 18 ટકા પ્રમાણે જીએસટી, સ્ટેમ્પડ્યુટી, એઈસી ચાર્જ, જીઈબી ચાર્જ રોકડમાં માંગે છે, તે ચેક લેવા તૈયાર નથી. શું આ યોગ્ય છે?


જવાબ-

ડેવલપર રોકડમાં રકમ માંગી શકે નહી. તમામ રકમ તમે ચેક દ્વારા ચુકવી શકો છો. તમે RERA અને ઇનકમ ટેક્સ વિભાગને જાણ કરી શકો છો. રોકડ રકમ ચુકવવી એ તમારા પક્ષે પણ ગુનો બનશે. એન્ડયુઝરને 12 ટકા જીએસટી ભરવા પાત્ર બનતો હતો. ઇનપુટ ક્રેડિટ અંગે સ્પષ્ટિકરણ લેવું જરૂરી છે.

સવાલ-

તેમણે તેમના દિકરાના નામે પ્લોટ લીધો હતો, અને ઘર બાંધવા માટે દિકરા વહુનાં નામે PMAY યોજના હેઠળ લો ઇનગ્રુપ માટેની 21 લાખની લોન અપ્લાઇ કરી છે, પણ બેન્કનું કહેવુ છે કે પ્લોટ માટે પણ મહિલા જ માલિક હોવી જોઇએ તો જ PMAYનો લાભ મળી શકે. આ મામલે શું કરી શકાય માહિતી આપશો.

જવાબ-

લોન તમારા પુત્રની આવક પ્રમાણે મળી શકે છે. જમીન માત્ર તમારા પુત્રનાં નામે છે. બાંધકામની લોન પુત્ર અને પુત્રવધુ બન્નેનાં નામે તમે અપ્લાઇ કરી છે. ભવિષ્યમાં કોઇ સમસ્યા ન થાય તે માટે બેન્ક આ માંગણી કરે છે. જમીન અને તેના પર થયેલા બાંધકામમાં બન્નેમાં પુત્ર-પુત્રવધુનું નામ હોવુ જોઇએ. બેન્કને માટે આ એક સિક્યુરિટી છે. તમે પ્રાઇવેટ બેન્ક પાસે લોન અંગેની તપાસ કરી શકો છો. તમે માત્ર તમારા દિકરાનાં નામે પણ લોન લઇ શકો છો.

સવાલ-

મે સપ્ટેમ્બર 2018માં પ્રોપર્ટી ખરીદી હતી, બિલ્ડરે મને 8 ટકા જીએસટી લાગશે એમ જણાવ્યુ હતુ, આ બિલ્ડિંગ હજુ અંડર ક્શટ્રકશન છે, તો હવે મને કેટલુ જીએસટી લાગશે અને પહેલા જે જીએસટી ભરાઇ ગયુ તેનુ શુ થશે?

જવાબ-

તમારા બિલ્ડરની માંગણી યોગ્ય છે. ડેવલપરને જીએસટી રેટ પસંદ કરવાનો વિકલ્પ અપાયો છે. ડેવલપર તમારી પાસે 8 ટકા જાએસટી માંગી શકે છે.

સવાલ-

તેમણે એક ફ્લેટ બુક કર્યો હતો, બુકિંગ સમયે બ્રોચરમાં અને સેમ્પલ ફ્લેટમાં દરેક બેડરૂમમાં બે બારી દર્શાવાઇ છે પરંતુ બિલ્ડર હવે દરેક બેડરૂમમાં એક જ બારી બનાવી રહ્યો છે અને બે બારી બનાવવા તે તૈયાર નથી, આ પ્રોજેક્ટ RERAમાં રજીસ્ટર છે, પઝેશન ને 1 વર્ષનો સમય છે તો હુ ક્યા પગલા લઇ શકું?

જવાબ-

RERA ઓથોરિટીમાં જમા કરાયેલા ડ્રોંઇગની કોપી માંગો છે. ડેવલપર ન આપે તો તમે RERAની મદદ લઇ શકો છો. RERAમાં જમા થયેલા ડિઝાઇનમાં જો બે બારી બતાવી હોય તો તમે પગલા લઇ શકશો. બ્રોચર સાથે તમે RERAમાં ફરિયાદ કરી શકો છો. નાના શહેરોમાં ડેવલપરમાં પણ જાગૃતતા ઓછી છે. RERAમાં પ્રોજેક્ટ રજીસ્ટર ન થાય ત્યા સુધી તેની જાહેરાત ન કરી શકાય. આવુ થતા કડક પગલાની જોગવાઇ છે. RERAમાં રજીસ્ટર હોય તેવી જ પ્રોપર્ટી ખરીદવી હોય.

સવાલ-

તેઓ 600 SqFtની દુકાન 38 લાખમાં ખરીદે તો કેટલો જીએસટી લાગશે.

જવાબ-

તમને 12 ટકા જીએસટી ભરવા પાત્ર થાય છે. સાથે જ તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાને પાત્ર પણ છો.

સવાલ-

રિયલ એસ્ટેટમાં ક્યા કરવું રોકાણ?

જવાબ-

રોકાણકાર ROI જોઇ રોકાણ કરે છે. કમર્શિયલ કે ઓફિસ સ્પેસમાં સારા રિટર્ન મળી શકે છે. ગ્રેડ Aની કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકાય છે. આ રોકાણ પહેલા એમિનિટિસ અને પાર્કિંગ ધ્યાને રાખવું છે. કમર્શિયલ અસેટ ક્લાસમાં રોકાણની તક બને છે. ભારતનો પહેલો REIT ફંડ આવી ગયું છે. REITsમાં રિટેલ રોકાણકાર પણ રોકાણ કરી શકશે. US જેવા દેશોમાં REITs ઘણુ જ પ્રતલિત છે. ભારતમાં હવે REITsની શરૂઆત થઇ રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 20, 2019 10:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.