GujRera દ્વારા પેસિફિકા ડેવલપર્સના સિવિલ કસ્ટડીના આદેશ છે. પેસિફિકા રિફલેક્શનની સેલ્સ ડીડ એક્સીક્યુટ ન કરવાનો મામલો. GujRera આવ્યુ ગ્રાહક રચના શર્માની વાહરે છે. એક ફ્લેટ પેમેન્ટ છતા પણ અન્ય ગ્રાહકને વેચી દેવાયો છે. RERAના આદેશના ઉલ્લંઘનનો મામલો છે. RERA ગ્રાહકોના હિતની રક્ષા માટેનો કાયદો છે.
ગ્રાહકોને થતા અહિત કે અન્યાય સામે RERAમાં ફરીયાદ કરો છો. જ્યારે પણ ઘર ખરીદો છો પ્રોજેક્ટ RERA રજીસ્ટ્રર હોવો જરૂરી છે. RERA દ્વારા આ દંડનીય પગલાથી ગ્રાહકોને બાહેધરી મળી છે. RERAમાં ઘણા બધા પ્રોવિઝન રખાયા છે. ક્વોલિટી, ડિલીવરી ટાઇમ, એમિનિટી વગેરે અપાવી ફરજીયાત છે. RERAની વેબસાઇટ પર પ્રોજેક્ટની માહિતી જોઇ લેવી છે.
ગિફટ સિટીમાં કઇ રીતના ટ્રેક્શન?
ગિફ્ટસિટી ગુજરાતનો પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ છે. 5 વર્ષમાં 55 લાખ SqFt રેસિડન્શિયલ બાંધકામ થશે. 2700 કરોડ રૂપિયાનુ રોકાણ ગિફટ સિટીમાં ડેવલપર્સ દ્વારા કરાશે. ગિફટસિટીમાં સેલ્સના આંકડા પણ સારા બતાવી રહ્યાં છે. પશ્ચિમ અમદાવાદમાં 2BHK 40 થી 60 લાખના હોય શકે છે. પૂર્વ અમદાવાદમાં 2BHK 28 થી 40 લાખ રૂપિયામાં મળી શકે છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની જમીનની કિંમતોમાં પણ મોટો ફરક છે.
સવાલ-
ઓનલાઇન ઘર કઇ રીતે સર્ચ કરી શકાય? મારે 3 BHKનુ ઘર લેવુ છે, મારૂ બજેટ 30 લાખ રૂપિયા છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યુ છે કે તેઓ સરકારી ટિચર છે અને માસિક પગાર 60,000 રૂપિયા મેળવે છે
ઘણા ઓનલાઇન પ્રોપર્ટી પોર્ટલ છે જેના પર તમે સર્ચ કરી શકો છો. 30 લાખ રૂપિયામાં 3 BHK મળવુ મુશ્કેલ છે. ન્યુ મણીનગર વિસ્તારમાં તમે વિકલ્પો શોધી શકો છો. વટવા, લાંભા તરફ પણ તમે વધુ વિકલ્પો શોધી શકો છો.
સવાલ-
કિડાના ગાંધીધામમાં સર્વે નંબર 137નો અડધો પ્લોટ ખરીદ્યો છે, અને તેની નોંધ માટે ધારા વિભાગ ગાંધીધામમાં અરજી કરેલ છે. પરંતુ આજ સુધી તેની નોધ થઇ નથી, એમને કહેવામાં આવે છે કે અડધા પ્લોટની નોંધ પડતી નથી. આ કિસ્સામાં શુ કરી શકાય?
આ કિસ્સામાં જમીનના મૂળ માલિકે હિસ્સા દુરસ્તી કરાવવી પડતી હોય છે. તમારૂ કમર્શિયલ એરેજમેન્ટ અને રેવન્યુ અલગ અલગ બાબત છે. જેની પાસેથી જમીન લીધી છે એને હિસ્સા દુરસ્તી માટે કહી શકો છો.
સવાલ-
ભાવનગરમાં ટોપ 3 સિનેમાં પાસે 100 વારનો પ્લોટ છે, આ પ્લોટનુ વેચાણ કેટલામાં થઇ શકે?
80 હજાર રૂપિયા થી 1 લાખ રૂપિયા પ્રતિ સ્કેવર યાર્ડની કિંમત મળી શકે છે. તમે સરકાર માન્ય વેલ્યુઅર પાસે વેલ્યુએશન કરાવી શકો છો.
સવાલ-
મે ખત્રજમાં અરવિંદ મિલ પાસે જમીન ખરીદી હતી. એવુ સાંભળ્યુ છે કે નવો રિંગ રોડ બનવાથી ત્યાની કિંમતો વધશે તો મારે જમીન હમણા વેચવી જોઇએ કે રાહ જોવી જોઇએ?
ખત્રજ એ ઇન્ડસ્ટ્રીલ વિસ્તાર છે. આ વિસ્તારમાં ઘણા ડેવલપમેન્ટ થઇ રહ્યાં છે. હાલમાં તમને સારી કિંમતે આ જમીન વેચી શકો છો.
સવાલ-
હુ અમદાવાદમાં નોકરી કરુ છુ, 3 મહિનામાં નિવૃત્ત થઇશ. મારૂ ગામ ધનોરી, તા. ચિખલી છે. તો હવે અમદાવાદનુ ઘર વેચી કે ભાડે આપી ગામની નજીકના નાના શહેરમાં રહેવાનુ વિચારૂ છુ. તો નવસારી શહેર કેવુ રહેશે? અને 2 BHK માટે કેટલુ બજેટ જરૂરી?
નવસારી તમારે માટે યોગ્ય વિકલ્પ બની શકે છે. 2 BHK માટે તમને 40-50 લાખ રૂપિયાના બજેટની જરૂર પડી શકે છે.