કોવિડ બાદ ઘરોની માંગ વધી હતી. 10 વર્ષોમાં પ્રોપર્ટીની કિંમતો ઘટી છે. પ્રોપર્ટીની કિંમતો છેલ્લા 3 વર્ષમાં ખૂબ જ ઓછી વધી છે. પ્રોપર્ટીની કિંમતો હવે ખૂબ વ્યાજબી છે જેથી ખરિદારી વધી છે. કોવિડ દરમિયાન ઘરનુ મહત્વ ગ્રાહકો સમજ્યા છે. પાછલા 2 વર્ષમાં ઘરોના વેચાણ વધ્યા છે. અફોર્ડેબલ હોમ ઉપરાંત વિલાના વેચાણ પણ વધ્યા છે.
RBI દ્વારા રેપો રેટ 4%થી વધારી 5.4% કર્યા છે. 20 વર્ષમાં રેપોરેટ 6 થી 8%માં રહ્યો છે. તો આજે પણ પ્રમાણમાં રેપોરેટ ઓછા જ છે. હાલમાં થયેલા વ્યાજદર વધારાના થોડા સમય માટે સેન્ટિમેન્ટ પર અસર આવે છે. ઘર ખરિદવાનુ મુખ્ય કારણ ઘરની જરૂર અને યોગ્ય કિંમત છે. હોમલોન લાંબાગાળા માટે લેવાતી હોય છે તો વ્યાજદરમાં ફેરફાર સ્વાભાવિક છે.
નોબ્રોકર પર વાર્ષિક 0.7 કરોડ ગ્રાહકો જોડાય છે. 2020માં એક બે મહિના પ્રોપર્ટીના વેચાણ અટક્યા હતા. 2020 થી 2022માં 45%ના પ્રોપર્ટીના વેચાણ વધ્યા છે. બેંગ્લોર અને મુંબઇમાં ઘરોના વેચાણ સારા થયા છે. હૈદરાબાદમાં પ્રોપર્ટીની કિંમતો ઘણી વધી છે. NCRમાં ઘરોના વેચાણ વધવામાં થોડો વધુ સમય લાગ્યો છે.
ગુજરાતમાં પ્રોપર્ટીની કિંમતો વ્યાજબી છે. ગુજરાતમાં પ્રોપર્ટી લેવાની હાલ ખૂબ સારી તક છે. રેન્ટલ હોમ્સની માગ પણ ખૂબ સારી આવી રહી છે. કોવિડ દરમિયાન નવા પ્રોજેક્ટ નથી આવ્યા. અર્બનાઇઝેશનને કારણે ભાડાના ઘરની માંગ રહે છે. વર્ક ફ્રોમ સમાપ્ત થતા હવે ભાડાના ઘરની માંગ વધી છે. નોબ્રોકર પર મહિનામાં 2.5 લાખ પ્રોપર્ટી રજીસ્ટર થાય છે. આ પ્રોપર્ટી ખૂબ જ જલ્દી રેન્ટ પર જઇ રહી છે. ઘરના ભાડામાં પણ સારો વધારો થયો છે.
રેન્ટલ યિલ્ડ હજી પણ 2 થી 4% મળે છે. ગ્રાહકો 10%નુ કેપિટલ એપ્રિશિયેશન ઇચ્છે છે. આ વર્ષે ઘરના ભાડામાં સારો વધારો થયો છે. રેન્ટલમાં 15 થી 20%નો વધારો આ વર્ષે થયો છે. આ વર્ષે થયેલો રેન્ટનો વધારો દર વર્ષે શક્ય નથી.
ઓફિસ સ્પેસની માગ ખૂબ સારી છે. કમર્શિયલ પ્રોપર્ટીની ઓક્યુપેન્સી વધી છે. પ્રોપર્ટીમાં રોકાણ માટે કમર્શિયલ પ્રોપર્ટી પર ધ્યાન આપી શકાય છે. કમર્શિયલ પ્રોપર્ટીમાં 8 થી 10% રેન્ટલ યિલ્ડ મળી શકે છે.