આજે પ્રોપર્ટી ગુરૂની અંદર આપણે ખાસ વિષય અંગે વાત કરીશું. તે વિષય છે MMR માટેનો હાઉસ પર્ચેઝ સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. તેના અંગે આજે આપણે ચર્ચા કરીશું. આજે આપણે પ્રોપર્ટી ગુરૂમાં ચર્ચા કરીશું કો-ફાઉન્ડર ટ્રુ બોર્ડ પાર્ટનર્સના નંદકુમાર સુરતી અને અજમેરા ગ્રુપના ડિરેક્ટર અને CREDAI-MCHI ના સેક્રેટરી ધવલ અજમેરાની સાથે.
હાઉસ પર્ચેઝ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ
નંદકુમાર સુરતીના મતે HPSI એટલે કે હાઉસ પર્ચેઝ સેન્ટિમેન્ટ ઇન્ડેકસ. HPSI એ ગ્રાહકોની 3 થી 6 મહિનામાં ઘર ખરિદવાની ઇચ્છા દર્શાવે છે. માર્કેટના તમામ ઇન્ડેક્સ ભૂતકાળના આંકડા પર આધારિત છે. HPSIએ ભવિષ્યની વાત કરતો ઇન્ડેક્સ છે. HPSIમાં ગ્રાહકોના દ્રષ્ટિકોણની વાત છે. HPSI ભવિષ્યમાં ઘરોના વેચાણના અનુમાન જણાવે છે. HPSIનુ જુન ક્વાટરનુ રિડિંગ 65.5 છે. ગ્રાહકો દરેક માઇક્રો સેગ્મેન્ટના ટ્રેન્ડ જાણી શકે છે. રિયલ એસ્ટેટ ડેવલપર માર્કેટિંગ અને સેલ્સની રણનિતી બનાવી શકે છે. રોકાણકાર રોકાણ માટેના પ્રોજેક્ટ નક્કી કરી શકે છે.
TV18 Exclusive: યસ બેન્ક આ સમય સારી સ્થિતિમાં, હાલ આ સ્ટૉકમાં રોકાણની સારી તક: સ્વેતા જલાન
MMRમાં કેટલા ઘરોની ખરિદી થશે?
ધવલ અજમેરાનું કહેવુ છે કે MMRમાં 3 માંથી 2 લોકો પોતાનુ ઘર લેવાનુ ઇચ્છી રહ્યાં છે. HPS દર્શાવે છે કે MMRમાં ઘરની માગ ખૂબ સારી છે. કોવિડ દરમિયાન ઘરનુ મહત્વ ખૂબ વધી ગઇ છે. MMRનુ ઇન્ફ્રા ખૂબ ઝડપથી વધી રહ્યું છે. MMRમાં મેટ્રો,ફ્રી વે, હાઇવે વગેરે ડેવલપ થઇ રહ્યાં છે. ક્નેકટિવિટી વધતા ઘરોની માગ પણ વધી રહી છે.
HPSIમાં શુ છે કન્વર્ઝન રિસ્ક
નંદકુમાર સુરતીના મતે હાઇ કન્વર્ઝન રિસ્કવાળા ગ્રાહકો પોલિસીમાં બદલાવ થતા ઘર ખરિદાવાનુ મુલતવી કરી દેશે. મિડિયમ કન્વર્ઝન રિસ્કવાળા ગ્રાહકો વ્યાજદર કે કિંમત થોડી વધે તો પણ ઘર ખરિદશે. લો કન્વર્ઝન રિસ્કવાળા ગ્રાહકો કિંમતો વધશે છતા ઘર લેવાના નિર્ણય પર કાયમ રહેશે. MMRમાં વધુ લોકો લો કન્વર્ઝન રિસ્ક કેટેગરીમાં છે. કિંમતો વધવા છતા ઘણા લોકો પોતાનુ ઘર ખરિદશે. ઘર લેવાનુ નિર્ણય ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પર હોય છે.
પોઝિટિવ ગ્લોબલ વલણ, રુપિયામાં રિક્વરી આવતા કંપનીઓના શેરોમાં જોવા મળી રેલી
ઘરની કિંમતોના વધારાની અસર
ધવલ અજમેરાનું કહેવુ છે કે 4 માંથી 1 ઘર ખરિદનારને લાગે છે કે વ્યાજદર વધશે. 70% પુરૂષ ગ્રાહકો વ્યાજદર વધવા છતા ઘર ખરિદશે. 50% મહિલા ગ્રાહકો વ્યાજદર વધવા છતા ઘર ખરિદશે. કિંમતો વધતા ગ્રાહકોના ડિસીઝન મેકિંગ પર અસર કરે છે. ચોમાસુ હોવા છતા લોકો ઘર ખિરદારી કરી રહ્યાં છે.
MMRમાં ક્યા છે ઘરોની કેટલી માગ?
નંદકુમાર સુરતીના મતે HPSIમાં માઇક્રોમાર્કેટ પ્રમાણે ગ્રાહકોના સેન્ટિમેન્ટ દર્શાવાયા છે. વ્યાજદર વધારેને કારણે ઘરોની માગમાં થોડો ઘટાડો થયો છે. થાણાના ગ્રાહકોના નિર્ણય પર વ્યાજદર વધારાની અસર નહિવત છે.
TV18 Exclusive: Yes Bank ની વૈલ્યૂ સારા મેનેજમેન્ટ, ડિજિટલ પર ફોક્સ અને સારા નેટવર્કથી છે કાયમ- સુનીલ કોલ
MMRમાં ક્યા છે ઘરોની કેટલી માગ?
ધવલ અજમેરાનું કહેવુ છે કે BKC, લોવર પરેલ જેવા વિસ્તાર યુવાનો પસંદ કરે છે. આ જગ્યા પર કામ અને લાઇફ સ્ટાઇલની સુવિધા મળી જાય છે. વોક ટુ વર્કનુ કલ્ચર હવે ફરી વધી રહ્યું છે.
HPSIના જાણવા જેવા તારણો
નંદકુમાર સુરતીના મતે નોકરિયાત લોકો ઘર ખરિદવાની ઇચ્છા વધુ ધરાવે છે. બિઝનેસ કરતા લોકો વ્યાજદરો અને પ્રોપર્ટીની કિંમતો અંગે વધુ જાણે છે. 4 માથી 1 બિઝનેસ કરનાર વ્યક્તિ ઘર લેશે. 40 થી 50 વર્ષના લોકો 3 થી 6 મહિનામાં વધુ ઘર લેશે. સર્વે મુજબ પુરૂષો ઘર લેવા માટે વધુ નિર્ણયો લેશે.