એમડી હિરાનંદાની ગ્રુપના ડો. નિરંજન હિરાનંદાણી અને વાઇસ-ચેરમન નેશનલ Naredco, નિરંજન હિરાનંદાણીના મતે -
એમડી હિરાનંદાની ગ્રુપના ડો. નિરંજન હિરાનંદાણી અને વાઇસ-ચેરમન નેશનલ Naredco, નિરંજન હિરાનંદાણીના મતે -
રશિયા યુક્રેન વોરની અસર રિયલ એસ્ટેટ પર આવી છે. વોરને કારણે લાગ્યુ હતુ કે 20 થી 25 ટકા માર્કેટ તુટી શકે છે. વ્યાજદર વધારાની શરૂઆત થઇ ગઇ છે. રિયલ એસ્ટેટ ઇન્ડ્સ્ટ્રીએ તમામ પડકાર છતા ગ્રોથ કર્યો છે. કોવિડ બાદ ઘરોની માંગ ખૂબ વધી છે. પોતાના ઘરનુ મહત્વ ગ્રાહકો ખૂબ સારી રીતે સમજ્યા છે. ગ્રાહકોને હવે મોટા ઘર જોઇએ છે. રેસિડન્શિયલમાં આ વર્ષ સારો બિઝનેસ થયો છે.
ગ્રાહકો માટે ઘર અપાવનારૂ સંવત રહ્યું
મકાનની માંગ હંમેશા જ રહી છે. કોવિડ દરમિયાન લોકોએ પોતાનુ ઘરનુ મહત્વ સમજયુ છે. હોસ્પિટલ, સ્કુલ નજીક હોવાનુ મહત્વ સમજાયુ છે. ગ્રાહકો માટે ઘર અને એમિનિટઝનુ મહત્વ વધ્યુ છે. ક્વોલિટી હોમ્સની માંગ આ વર્ષે વધી છે. નેગેટીવ પરિસ્થિતીમાં રિયલ એસ્ટેટ ઉભર્યું છે.
કેવુ રહેશે આવનારૂ વર્ષ રિયલ એસ્ટેટ માટે?
આવનારૂ વર્ષ રિયલ એસ્ટેટ માટે પોઝિટીવ છે. વ્યાજદરમાં વધારો આ વર્ષમાં ચાલુ રહેશે. બેન્ક EMI સ્થિર રાખવા અંગે વિચારણા કરી રહી છે. વ્યાજ વધારા છતા EMI સ્થિર લોનના સમયગાળામાં ફેરફાર થશે. 6 થી 12 મહિના માટે હાઉસિંગની માગ વધશે. ટિયર-1, ટિયર-2, ટિયર-3માં ઘરોની માગ વધશે. શેહરોની આસપાસના વિસ્તારમાં ઘરોની માગ વધશે.
મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણીના મતે -
વિતેલુ વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવુ રહ્યું?
આ વર્ષની પાછલા 2 વર્ષ સાથે સરખામણી કરવી જરૂરી છે. આ વર્ષ આપણે ફરી પ્રિ-કોવિડ લેવલ પર સેલ્સ પહોચતા જોયો છે. ઇનપુટ પ્રાઇસ વધવાની અસર પણ રહી છે. પેન્ટ અપ ડિમાન્ડ હતી એને કારણે ઘરોના વેચાણ વધ્યા છે.
મહારાષ્ટ્રના પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા
સ્થિર સરકાર હોવાથી દરેક સેગ્મેન્ટને લાભ મળે છે. સરકારની રિયલ એસ્ટેટ માટે પોલિસી સારી રહી શકે છે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડા અંગે વિચારણાની વાત મુખ્યમંત્રીએ કરી છે.
આવનારૂ સંવત કેવુ રહી શકે?
10 વર્ષમાંથી 2014 રિયલ એસ્ટેટ માટે સૌથી સારૂ વર્ષ છે. 2014માં વર્ષ દરમિયાન 3.50 લાખ ઘર વેચાયા હતા. 2022માં ફરી 2.50 લાખ ઘરની આસપાસ ઘર વેચાયા છે. આવનારૂ વર્ષ સેલ્સના આંકડામાં 2014થી પણ સારૂ રહી શકે છે. પેન્ટ અપ ડિમાન્ડને કારણે ઘર ખરિદારી થશે. ભારતમાં મંદીની અસર નહિવત રહેશે. ભારતનુ અર્થતંત્ર મજબૂત થતુ જાય છે. ભારતમાં ઇન્ફ્રા સ્ટ્રકચરમાં સારા રોકાણ થયા છે. દેશભરમાં ઇન્ફ્રાના ઘણા નવા પ્રોજેકટ થયા છે. હાઉસિંગ ઉપરાંત ઓફિસ અને ફેકટરી વગેરે વધશે. આવાનારા 3, 4 વર્ષ રિયલ એસ્ટેટ માટે સારા છે.
CBRE સાઉથ એશિયાના સિનિયર એસોસિયેટ ડિરેક્ટર, જીગર મોતાના મતે -
ઘણા પડકારો છતા પાછલુ વર્ષ સારૂ રહયું છે. સંસ્થાકીય રોકાણો દ્વારા પોઝીટીવ એપ્રોચ રહ્યો છે. પહેલા 9 મહિનામાં 4.2 મિ. ડોલરનુ સંસ્થાકીય રોકાણ આવ્યુ છે. 55 ટકા રોકાણ ઓફિસ સ્પેસ માટે આવ્યા છે. 29 ટકા રોકાણ વેરહાઉસિંગ માટે આવ્યા છે. 9 ટકા રોકાણ રેસિડન્શિયલમાં આવ્યુ છે. 7 ટકા રોકાણ રિટેલ પ્રોપર્ટી માટે આવ્યુ છે. રિટેલ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણ ઘટયા છે. રેસિડન્શિયલ રિયલ એસ્ટેટ માટે સારૂ વર્ષ રહ્યું છે.
ગુજરાતના રિયલ એસ્ટેટ અંગે ચર્ચા
ગુજરાતમાં ઇન્ફ્રાના ઘણા પ્રોજેક્ટ થઇ રહ્યાં છે. અર્થતંત્રને બુસ્ટ આપતા ઘણા પ્રોજેકટ ગુજરાતમાં છે. ગિફ્ટ સિટી, ધોલેરા SIR જેવા પ્રોજેક્ટ ગુજરાતમાં છે. આ દરેક પ્રોજેક્ટને વિતેલા વર્ષમાં સારો પ્રતિસાદ મળ્યો છે. આવા પ્રોજેક્ટથી ગુજરાતના અર્થતંત્રને પણ બુસ્ટ મળશે.
આવનારા વર્ષ પાસેથી આશા
રિયલ એસ્ટેટનો ગ્રોથ સાયકલિક હોય છે. કોવિડની સ્થિતીએ રિયલ એસ્ટેટ માટે બોટમ હતી. હવે રિયલ એસ્ટેટ માટે રિવાઇવલનો સમય છે. આવાનારા સમયમાં રિયલ એસ્ટેટમાં મોટી તક છે. ઘરો અને ઓફિસથી માગ વધતી દેખાશે. ઓફિસની માગમાં કોઇ ઘટાડો નહી થાય. કોર્પોરેટના એક્પાનશન થઇ રહ્યા છે, ઓફિસની માગ રહેશે. ડેટા સેન્ટરમાં આવનારા સમયમાં ઘણા રોકાણ આવશે. ડેટા સેન્ટર સેગ્મેન્ટમાં મોટો ગ્રોથ આવી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.