જીએસટીને પાચ વર્ષ તાજેતરમાંજ પુર્ણ થયા છે. ત્યારે જીએસટીની રિયલ એસ્ટેટ પર અસર પણ ખૂબ જ મહત્વની રહી છે.
જીએસટીને પાચ વર્ષ તાજેતરમાંજ પુર્ણ થયા છે. ત્યારે જીએસટીની રિયલ એસ્ટેટ પર અસર પણ ખૂબ જ મહત્વની રહી છે.
ત્યારે જીએસટીની વાત કરી લઇએ તો 1 જુલાઇ 2017થી જીએસટી લાગુ થયો છે. 2019 ફેબ્રુઆરીમાં અંડર કન્સ્ટ્રકશન પ્રોપર્ટી પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો. અને અફોર્ડેબલ હાઉસિંગ પર 8% થી જીએસટી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. ત્યારબાદ સરકાર દ્વારા ડેવલપરને 1 ટાઇમ પસંદગી આપવામાં આવી કે તેઓ with itc કે without itc માથી કોઇ એકની પસંદગી કરે. આગળા જાણકારી લઈશું નરેડકોના પ્રેસિડન્ટ, રાજન બાંદેલકર, એલિસિયમ કેપિટલ એડવાઇઝર્સ પ્રા, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ રિયલ એસ્ટેટ સોલ્યુશન્સના ફાઉન્ડર, એમડી, સુભાષ ઉધવાણી અને નેક્સડિગ્મના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સાકેત પટાવારી પાસેથી.
નરેડકોના પ્રેસિડન્ટ, રાજન બાંદેલકરનું કહેવું છે કે રિયલ એસ્ટેટમાં સર્વિસ ટેક્સને બદલે હવે જીએસટી લાગે છે. જીએસટી શરૂઆતમાં રિયલ એસ્ટેટ માટે પડકાર સમાન હતુ. અંડર કંશ્ટ્રકશન પ્રોપર્ટી પર જીએસટી લાગે છે. રેડી પ્રોપર્ટી પર જીએસટી લાગતો નથી. શરૂઆતમાં 12% જીએસટી રેસિડન્શિયલ પ્રોપર્ટી પર લગાડાયો હતો. NAREDCO દ્વારા જીએસટી ઘટાડવાની ઘણી રજુઆતો કરી છે. રજુઆતો બાદ અફોર્ડેબલ માટે 8% જીએસટી લગાડવામાં આવ્યો છે. 01 એપ્રિલ 2019થી આઈટીસી બંધ કરાયુ છે. આઈટીસી બંધ કર્યા બાદ લકઝરી પર 5% અને અફોર્ડેબલ પર 1% જીએસટી છે. ITC લેવો કે નહી એનો વિકલ્પ ડેવલપરને મળવો જોઇએ એવી માગ છે. જીએસટી હવે લોકોમાં સ્વીકાર્ય બન્યુ છે.
ડેવલપર્સને શા માટે ITCનો વિકલ્પ જરૂરી?
રિયલ એસ્ટેટ પર જીએસટી પર સરકારે ફરીથી ધ્યાન આપવુ જોઇએ. અફોર્ડેબલ ઘર લેનાર માટે ખર્ચ વધી રહ્યો છે. સરકારે અફોર્ડેબલ ઘરને સપોર્ટ કરવાની જરૂર છે. અફોર્ડેબલ ઘરની વ્યાખ્યામાં 45 લાખ રૂપિયાની કેપ હટાવવી જોઇએ. વિસ્તાર મુજબ અફોર્ડેબલની વ્યાખ્યા કરી શકાય છે. દરેક શહેરો પ્રમાણે ઘરોની કિંમત અલગ છે. 45 લાખ રૂપિયામાં મુંબઇ જેવા શહેરોમાં ઘર બનવવા શક્ય નથી. SRA અને રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ પર માર્કેટ રેટ પર ટેક્સ લાગે છે. NAREDCO દ્વારા સરકારને અમુક રજુઆતો કરાઇ છે.
નેક્સડિગ્મના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સાકેત પટાવારીનું કહેવું છે કે અંડર કંશ્ટ્રકશન પ્રોપર્ટી પર જ જીએસટી લાગશે. OC વાળી પ્રોપર્ટી કે રિસેલમાં જીએસટી નહી લાગશે. અંડર કંશટ્ર્કશન પર જીએસટી લાગશે. કમર્શિયલ પ્રોપર્ટી પર 18% જીએસટી (ITC સાથે) છે. કમર્શિયલ પ્રોપર્ટી પર ઇફેકટિવ જીએસટી 12% છે. જમીનની કિંમત પર જીએસટી લાગતો નથી. રેસિડન્શિયલ પ્રોપર્ટી પર 7.5% જીએસટી લાગે છે. 1/3 ભાગ જમીનની કિંમત બાદ કરતા 5% જીએસટી લાગે છે. રેસિડન્શિયલ પ્રોપર્ટી પર ITC નથી. અફોર્ડેબલ ઘરો માટે 1.5% જીએસટી લાગે છે.
જમીનની કિંમતો બાદ કરતા અફોર્ડેબલ પર 1% જીએસટી લાગે છે. જો OC આવ્યા પહેલા પેમેન્ટ થશે તો દરેક પેમેન્ટ પર જીએસટી લાગશે. રિડેવલપમેન્ટ અને SRA પ્રોજેક્ટ માટે જીએસટી લાગુ થાય છે. ITC લઇને કોઇ ફ્રોડને સ્થાન ન રહે તે માટે ITC હટાવાયુ છે. ITC વગર જીએસટી રેટ ઘટાડાયો છે.
ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ રિયલ એસ્ટેટ સોલ્યુશન્સના ફાઉન્ડર, એમડી, સુભાષ ઉધવાણીનું કહેવું છે કે જીએસટીને કારણે 4%નુ ભારણ ડેવલપર્સ માટે વધે છે. ITCનો વિકલ્પ ડેવલપર્સને અપાવો જરૂરી છે. સિમેન્ટ તેમજ કોમોડિટીની કિંમતો પણ વધી છે. ડેવલપર્સને માટે વધતો ખર્ચ મુશ્કેલી વધારી રહ્યુ છે. અફોર્ડેબલ માટે 1% જીએસટી યોગ્ય છે. પણ અફોર્ડેબલની વ્યાખ્યામાં ફેરફાર કરવો જોઇએ. 45 લાખ રૂપિયાની કિંમતમાં ઘર બનાવવા ખૂબ મુશ્કેલ છે. અફોર્ડેબલ માટે 1% જીએસટી ગ્રાહકો માટે યોગ્ય છે. બિલ્ડરનો ખર્ચ વધતો હશે તો પ્રોપર્ટી કિંમત વધારવાનો માર્ગ લેતા હોય છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.