જાણીએ પ્રોપર્ટી ફેસ્ટિવમાં સિઝન કેવી રહેશે તે સન બિલ્ડરના બિઝનેસ અસોસિયેટ, ચિંતન ચોક્સી અને ધ આગા હોલ એસ્ટેટ CEO ના વિપિન મિત્તલ પાસેથી.
કેવી રહેશે અમદાવાદમાં ફેસ્ટિવ સિઝન?
ચિંતન ચોક્સીના મતે જન્માષ્ટમીથી લઇ નવરાત્રી સુધી રિયલ એસ્ટેટ માટે ફેસ્ટિવ સિઝન છે. ફેસ્ટિવ સિઝનમાં ઘણા સેલ્સ થતા હોય છે. મોટાભાગના ડેવલપર્સ ફેસ્ટિવ સિઝનમાં ઓફર આપતા હોય છે. સન ગ્રુપ દ્વારા કૅશ ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યાં છે.
અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતો કેટલી વધી?
ચિંતન ચોક્સીના મતે સિમેન્ટ, સ્ટીલ વગેરેની કિંમતો 15% જેટલી વધી છે. સિમેન્ટ અને સ્ટીલ મોંઘા થતા બાંધકામ ખર્ચ વધ્યો છે. અમદાવાદમાં 5 વર્ષથી કિંમતો સ્થિર હતી. હવે કિંમતોમાં વ્યાજબી વધારો થઇ રહ્યો છે.
રિયલ એસ્ટેટ પ્રિ-કોવિડ લેવલ પર પહોંચી ચુક્યુ છે?
ચિંતન ચોક્સીના મતે પાછલા 6 મહિનામાં રેસિડન્શિયલના સેલ્સ વધ્યા છે. વ્યાજદર વધારાની અસર અફોર્ડેબલ હાઉસિંગ પર થઇ છે. સરકાર અફોર્ડેબલ માટે કોઇ રાહત આપે તે જરૂરી છે. કમર્શિયલ પ્રોજેક્ટના વેચાણ પ્રમાણમાં ઓછા છે. ફેસ્ટિવ સિઝન ગ્રાહકો અને ડેવલપર માટે સારી રહી શકે.
રેસિડન્શિયલમાં ક્યા સેગ્મેન્ટમાં સારી માંગ?
ચિંતન ચોક્સીના મતે મહામારી બાદ અફોર્ડેબલ અને લકઝરી સેગ્મેન્ટની માગ વધી. ભાડેથી રહેતા લોકો હવે પોતાનુ અફોર્ડેબલ ઘર લેવા માગે છે. જેમની પાસે પોતાના ઘર હતા તેમને મોટા ઘરની જરૂર પડી છે.
ચિંતન ચોક્સીના મતે રેસિડન્શિયલ પ્રોપર્ટીના વેચાણ ખૂબ સારા છે. કમર્શિયલ પ્રોપર્ટીમાં દિવાળી સુધી સારા વેચાણ થતા જોવા મળશે. અફોર્ડેબલ અને લક્ઝરી રેસિડન્શિયલની માંગ ખૂબ સારી છે.
ક્યા પ્રકારનાં ઘર ગ્રાહકોને છે વધુ પસંદ?
ચિંતન ચોક્સીના મતે કોવિડ પહેલા ગ્રાહક માટે ઓછી કિંમત મહત્વની હતી. કોવિડ બાદ ગ્રાહકો એમિનિટિઝ પર ધ્યાન આપી રહ્યાં છે. પ્રોજેક્ટમાં કઇ કઇ સુવિધા છે તેનુ મહત્વ વધ્યુ છે.
કેવી રહેશે મુબઇમાં ફેસ્ટિવ સિઝન?
વિપિન મિત્તલના મતે ઓફિસ સ્પેસમાં સેલ્સ સારા થયા છે. આ તહેવારોમાં રિયલ એસ્ટેટમાં સેલ્સમાં દેખાઇ શકે.
ફેસ્ટિવ સિઝનમાં ઓફર્સ આવી શકે?
વિપિન મિત્તલના મતે બાંધકામ ખર્ચની અંદર વધારો થયો હતો. હવે ઇનપુટ કોસ્ટ સ્થિર થઇ છે. આ તહેવાર સિઝનમાં ઓફર્સ દેખાઇ શકે છે.
ઘરોના વેચાણમાં સતત થઇ રહ્યો છે વધારો
કોરાના બાદ ઘરોના વેચાણ વધ્યા છે. કોવિડ દરમિયાન લોકોએ ઘરોનુ મહત્વ સમજયુ છે. ઓછા વ્યાજદરને કારણે પણ વેચાણ વધ્યા. સરકારના બુસ્ટને કારણે પણ વેચાણ વધ્યા. મુંબઇમાં ₹1 કરોડની નીચેની પ્રોપર્ટીના વેચાણ 80% છે. 1000 SqFtથી નાના ઘર સૌથી વધુ વેચાયા છે. લકઝરી સેગ્મેન્ટના વેચાણમાં પણ વધારો થયો.
શુ હવે પછી સેલ્સનો મુવમેન્ટમ જળવાય શકશે?
સેલ્સના લેવલ પ્રિ કોવિડ લેવલ પર પહોંચી ચુક્યા છે. આવનારા સમયમાં સેલ્સમાં હજી વધારો થશે. લોકોની આવક પણ વધી હોવાથી વ્યાજદર નો વધારાની અસર નહિવત.
લોકેશનએ ઘરના વેચાણ માટે ખૂબ મહત્વનું છે. લોકેશન અને તેની કનેક્ટિવિટી પર ધ્યાન આપવુ જરૂરી છે. ગ્રાહકોએ ડેવલપર્સ અંગે પુરતી જાણકારી મેળવી લેવી જોઇએ. ગ્રાહકોએ RERA દ્વારા જરૂરી માહિતી મેળવી લેવી જોઇએ. સારા લોકેશન પર ઘર ખરીદવુ ખૂબ મહત્વનું રહેશે.
રિયલ એસ્ટેટનુ સમાજને સમર્પણ
આગા હોલ એસ્ટેટ રિડેવલમેન્ટ પ્રોજેક્ટ થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટથી થતા નફાનો ઉપયોગ હોસ્પિટલ બનાવવામાં થશે. આગા ખાન ફાઉન્ડેશનનો આ પ્રોજેક્ટ થશે. આંતરરાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ બનાવવામાં આવશે.