કેવી રહશે તહેવારોની સિઝન?
તહેવારોની સિઝનમાં સેન્ટિમેન્ટ સારા રહે છે. ડેવલપર્સ દ્વારા વિવિધ ઓફર લાવવામાં આવતી હોય છે. છેલ્લા બે ક્વાટરથી બાંધકામ ખર્ચ વધ્યો છે. ડેવલપર્સ દ્વારા આ તહેવારોમાં ઓફરની સંભાવના ઓછી છે.
મંદીનો ભય રિયલ એસ્ટેટ પર કેટલો હાવી?
ગ્લોબલી મંદીની ચિંતા વધી રહી છે. ભારત માટે મંદીની ચિંતા વધારે નથી. 5 મહિનાથી GSTનુ કલેક્શન ખૂબ સારૂ રહ્યું છે. ભારતનુ અર્થતંત્ર મજબૂત છે. હાલમાં ભારતના રિયલ એસ્ટેટ પર મંદીની અસર નથી.
સ્ટુડન્ટ હાઉસિંગ અંગે ચર્ચા
સ્ટુડન્ટ હાઉસિંગનો ભારતમાં વિકાસ થઇ રહ્યો છે. સ્ટુડન્ટ હાઉસિંગમાં ઘણા રોકાણ પણ થઇ રહ્યા છે. અમુક યુનિવર્સિટી સાથે સ્ટુડન્ટ હાઉસિંગના ટાઇ અપ પણ હોય છે. અમુક સ્ટુન્ડન્ટ હાઉસિંગમાં જરુર મુજબ વ્યવસ્થા પુરી પડાતી હોય છે. સ્ટુડન્ટને એક જ જગ્યા પર તમામ સુવિધા મળી જાય છે.
સિનિયર સિટિઝન લિવિંગ અંગે ચર્ચા
સુરતની નજીક સિનિયર લિવિંગનો પ્રોજેક્ટ છે. અમદાવાદની નજીક અદાણી શાંતિગ્રામમાં સિનિયર સિટિઝનનો કોન્સેપ્ટ છે. સોશિયલ પ્રેશરને કારણે સિનિયર સિટિઝનમાં લોકો ઓછા જતા હોય છે.
સવાલ: રાજકોટ કે અમદાવાદમાં ₹75 થી 80 લાખમાં ફ્લેટ મળી શકે? અને 100% ડોક્યુમેન્ટસ પર મળી શકે?
જવાબ: વિનેશને સલાહ છે કે તમારે પ્રતિ SqFtની કિંમતની સરખામણી કરવી જરૂરી છે. તમારા બજેટમાં અમદાવાદમાં મળી શકે છે. 100% ડોક્યુમેન્ટેશન પર ફ્લેટ મળી શકશે. લોન માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટેશન મળી શકે છે.
સવાલ: અમદાવાદના નરોલમાં ₹15 લાખના બજેટમાં દુકાન ખરિદવી છે. ખરિદતી વખતે ક્યા દસ્તાવેજ ચેક કરવા?
જવાબ: ગૌરાંગ ગજ્જરને સલાહ છે કે પ્રોજેક્ટ RERA રજીસ્ટર છે કે નહી ચકાસો. રિસેલમાં દુકાન ખરિદો છો તો BU પરમિશન છે કે નહી ચકાશો. બે ત્રણ વિકલ્પો પસંદ કરી RERA કાર્પેટ પ્રમાણે કિંમતો સરખાવો.
સવાલ: નિકોલ વિસ્તાર કમર્શિયલમાં રોકાણ માટે કેવો છે?
જવાબ: હરપાલ સિંહને સલાહ છે કે નિકોલ અમદાવાદનો ઝડપથી વિકસતો વિસ્તાર છે. તમે નિકોલ વિસ્તારમાં રોકાણ કરી શકો છો.
સવાલ: મુંબઇમાં કાંદીવલીમાં 2 bhkનો ફ્લેટ છે તે વેચી ગુજરાતમાં 2 ફ્લેટ લેવાની ઇચ્છા છે, જેથી એક ઘર રેન્ટ પર આપી આવક મેળવી શકાય? ક્યુ શહેરમાં ઘર રેન્ટ પર સરળતાથી જઇ શકે, વિસ્તાર, બજેટ અને કેટલુ ભાડુ મળી શકે?
જવાબ: વિશાલ ગણતાને સલાહ છે કે સુરત કે વડોદરામાં તમે રોકાણ કરી શકો છો. તમે અમદાવાદમાં પણ ઘર ખિરદી શકો છો. અમદાવાદમાં ઘર ભાડા પર સરળતાથી જઇ શકે. 2 BHKનુ ઘર સરળતાથી ભાડા પર જઇ શકે. 2 BHKનો ફ્લેટ વેસ્ટ અમદાવાદમાં ₹45 થી 50 લાખમાં મળી શકે. ₹15000 - 18000નુ ભાડુ તમને મળી શકે છે.
સવાલ: પોરબંદરમાં બસ સ્ટોપ નજીક 2 bhk ઘર ખરીદવુ છે, આ વિસ્તાર કેવો છે અને અહી કેટલુ બજેટ જરૂરી છે, હુ રાજકોટમાં નોકરી કરુ છુ, પોરબંદરમાં પેરન્ટસને રહેવાની ઇચ્છા છે.
જવાબ: સ્વરૂપ જોષીને સલાહ છે કે MG રોડ અને વાડિયા રોડ પર તમને વિકલ્પો મળી શકે. રિસેલમાં પણ તમને અહી ઘર મળી શકે છે. નાના શહેરોમાં રિયલ યુઝરના રોકાણ વધુ હોય છે. હાલના સમયમાં તેઓ ઘર ખરિદી ભવિષ્યમાં અપ્રિશિયેશન મેળવી શકે છે.
સવાલ: અમદાવાદમાં કોલેજ કરવા માટે દિકરી અને એની બહેન પણી જઇ રહ્યા છે, તો જો 1bhk રેન્ટ પર લેવુ હોય તો કેટલુ બજેટ અને ડિપોઝીટની જરૂર રહે અને pgના ઓપ્શન કેવા મળી શકે?
જવાબ: કેતકીબેનને સલાહ છે કે 1BHKના ઘર અમદાવાદમાં મળવા મુશ્કેલ છે. 2 BHK માટે ₹20 થી 25 હજારનુ ભાડુ હોઇ શકે છે. 3 મહિનાની ડિપોઝીટ જમા કરાવવી પડતી હોય છે. અમદાવાદમાં સ્ટુન્ડને ઘર ભાડે મળવામાં મુશ્કેલી થઇ શકે. સ્ટુડન્ટ હાઉસિંગના વિકલ્પો તમે જોઇ શકો છો.