પ્રોપર્ટી ગુરૂ: જીએસટીની રિયલ એસ્ટેટ પર અસર - property guru impact on gst real estate | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: જીએસટીની રિયલ એસ્ટેટ પર અસર

અફોર્ડેબલ હોમ્સ પર જીએસટી 1 ટકા કરાયો છે. ઘર ખરીદનારને ઘણો મોટો લાભ છે.

અપડેટેડ 12:52:49 PM Mar 23, 2019 પર
Story continues below Advertisement

અફોર્ડેબલ હોમ્સ પર જીએસટી 1 ટકા કરાયો છે. ઘર ખરીદનારને ઘણો મોટો લાભ છે. આ નિર્ણયથી લોકો ઘર લેવાનો નિર્ણય જલ્દી લેશે.

સવાલ-

મે 3 BHK, 814 sq ft નું ઘર શીલજ, અમદાવાદમાં 41 લાખમાં એપ્રિલ 2018માં લીધુ છે, પઝેશન એપ્રિલ 2019માં છે, તો મને જીએસટી કઇ રીતે લાગશે?

જવાબ-

તમારે 12 ટકા જીએસટી ભરવો પડશે. 1 એપ્રિલ 2019 પહેલાનાં ટ્રાન્ઝેકશન પર જુના રેટ પર જીએસટી લાગશે. તમને ઇનપુટ ક્રેડિટ મળવા પાત્ર બનશે. કોને મળશે 1 ટકા જીએસટીનો લાભ?. ડેવલપરે અફોર્ડેબલ હાઉસિંગમાં પ્રોજેક્ટ રજીસ્ટર હોવો જોઇએ. નોન મેટ્રો શહેરો માટે 90 ચોમીનાં પ્રોજેક્ટ અફોર્ડેબલ છે. મેટ્રો શહેરો માટે 60 ચોમીનાં પ્રોજેક્ટ અફોર્ડેબલ છે.


સવાલ-

તેમણે કામરેજ પાસે 18.36 લાખમાં ઘર ખરીદ્યું છે. તો તેમને જીએસટીમાં શું ફાયદો મળશે?

જવાબ-

1 એપ્રિલ 2019 પહેલા થયેલી ચુકવણી પર જુના દરે જીએસટી લાગશે. 1 એપ્રિલ 2019 પછી થનાર ચુકવણી પર નવા ઘટેલા દરે જીએસટી લાગશે. 40 મીટરથી નાના ઘર સરકાર અફોર્ડેબલમાં જ ગણે છે. 40 મીટર સુધીનાં ઘર ઈડબલ્યુએસ હેઠળ રજીસ્ટર થતા હોય છે.

સવાલ-

મે 2017માં ઘર બુક કર્યું હતું, એની પ્રાઇઝ 25 લાખ છે, તો આ ઘર મને અફોર્ડેબલમાં આવશે કે નોન અફોર્ડેબલમાં આવશે? એના પર જીએસટી પણ કેવી રીતે લાગશે?

જવાબ-

નોન મેટ્રો શહેરો માટે 90 ચોમીનાં પ્રોજેક્ટ અફોર્ડેબલ છે. મેટ્રો શહેરો માટે 60 ચોમીનાં પ્રોજેક્ટ અફોર્ડેબલ છે. 1 એપ્રિલ પહેલાનાં પેમેન્ટ પર 12 ટકા જીએસટી લાગશે. 1 એપ્રિલ પછીનાં પેમેન્ટ પર નવા ઘટેલા જીએસટી દર લાગશે. તમે ઇનપુટ ક્રેડિટની માંગણી કરી શકો છો.

સવાલ-

મે ઘર લીધો છે અને એની કિમત 25 લાખની છે? મે જ્યારે ઘર લીધુ હતું ત્યારે જીએસીટ ન હતું? જીએસટી આવ્યા પછી બેન્ક માંથી 18 લાખની લોન લીધી હતી એ માંથી 15 લાખ બેન્કે બિલ્ડરને આપ્યા છે? એમા શું આગળ કરી શકે?

જવાબ-

તમને ઇનપુટ ક્રેડિટ મળવા પાત્ર છે. તમે ડેવલપર પાસે ઇનપુટ ક્રેડિટ માંગી શકશો. જીએસટી લાગુ પડી ગયો હતો માટે રૂપિયા 15 લાખ પર જીએસટી લાગશે. રૂપિયા 5 લાખનાં પેમેન્ટ પર જીએસટી નહી લાગે. રૂપિયા 15 લાખની રકમનાં જીએસટી પર ઇનપુટ ક્રેડિટ મળવા પાત્ર છે.

સવાલ-

પ્રધાન મંત્રી આવાઝ યોજના તરફથી ઘર મળ્યું છે? સબસિડીની જાણકારી લેવી હોય તો કીઇ રતે લઇ સકાય છે? ત્યા ટોલ ફ્રી નંબર પર કોલ કરીએ તો કોઇ પણ રીસ્પોન્ડ નથી કરતું?

જવાબ-

સબસિડીની વાત બેન્કર્સ પર ઢાળી દેવાતી હોય છે. આરબીઆઈએ બેન્કર્સને સબસિડી બાબતે નોટીફિકેશન નથી આપ્યા. આ બાબતની જાણ હાઉસિંગ મિનિસ્ટ્રીને કરવી જોઇએ. તમે હાઉસિંગ મિનિસ્ટરને ઇમેલ કરી શકો છો. અમુક ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ઝુંબેશ ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 23, 2019 12:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.