જતીન શાહનું કહેવુ છે કે બાંધકામ ખર્ચમાં 67% મટીરિયલ ખર્ચ, 28% લેબર ખર્ચ અને 5% ફ્યુલ ખર્ચ થાય છે. 1 વર્ષમાં કંશ્ટ્રક્શન કોસ્ટ 10 થી 12% વધી. તેમાં સ્ટીલ 30%, સિમેન્ટ 22%, કોપર 40%, એલ્યુમિનિયમ 44% અને ફયુલ 70% વધ્યુ.
રેસિડન્શિયલ પર અસર
જતીન શાહનું કહેવુ છે કે અફોર્ડેબલ સેગ્મેન્ટ અને મિડ સેગ્મેન્ટમાં માર્જીન ઘણા ઓછા છે. 300 થી 350/SqFtનો બાંધકામ ખર્ચ વધ્યો. પાછલા વર્ષે સરેરાશ બાંધકામ ખર્ચ ₹2000 હતો. આ વર્ષે આ બાંધકામ ખર્ચ વધી ₹2300 થયો. એપ્રિલથી પ્રોપર્ટીની કિંમતો વધી શકે છે.
જતીન શાહનું કહેવુ છે કે વેરહાઉસ સેગ્મેન્ટમાં પણ કિંમતો વધશે. 1900 થી વધી 2100/SqFt કિંમતો થઇ. વેરહાઉસના રેન્ટમાં વધારો થશે.
જતીન શાહનું કહેવુ છે કે કમર્શિયલના બાંધકામમાં 7 થી 10% વધારો થયો.
શા માટે વધી રહ્યો છે બાંધકામનો ખર્ચ?
જતીન શાહનું કહેવુ છે કે ગયા વર્ષે મિડ સેગ્મેન્ટમાં 2050/SqFt બાંધકામ ખર્ચ હતો. હાલમાં 2300/SqFt બાંધકામ ખર્ચ વધ્યો છે. બાયર્સ ઉપર પણ આ ભાવ વધારાની અસર થશે. અફોર્ડેબલ અને મિડ સેગ્મેન્ટમાં માર્જીન ઘણા ઓછા છે. ડેવલપર્સ તરફથી આ ખર્ચ ગ્રાહકને પાસ ઓન થઇ શકે.
જતીન શાહનું કહેવુ છે કે ઇન્ડસ્ટ્રીયલનો બાંધકામ ખર્ચ 1900 થી વધી 2100 રૂપિયા થયો. રેસિડન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, કમર્શિયલ તમામની કિંમતો વધશે. કમર્શિયલમાં બાંધકામ ખર્ચ 7% વધ્યો છે.
ક્યા સેગ્મેન્ટના ઘરોની કિંમત વધશે?
જતીન શાહનું કહેવુ છે કે અફોર્ડેબલ અને મિડ સેગ્મેન્ટમાં ઘરોની કિંમતો વધશે. નાના ડેવલપર બાંધકામ ખર્ચનો વધારો નહી લઇ શકે. મોટા પ્રોજેક્ટમાં પણ કિંમતો વધતી દેખાશે. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતો વધારવામાં આવી. સાઉથમાં પ્રોપર્ટીની કિંમતો વધુ વધશે.
પ્રોપર્ટી વધવાના કારણો
જતીન શાહનું કહેવુ છે કે ફેબ્રુઆરી અને માર્ચમાં સેલ્સ વધ્યા. સરકાર તરફથી પ્રોપર્ટીની કિંમતો સ્થીર રાખવા પ્રયાસ કરી શકે. કમર્શિયલની ડિમાન્ડ પણ સુધરી છે.
સરકાર પાસેથી અપેક્ષા
જતીન શાહનું કહેવુ છે કે ડેવલપર્સ બોડીએ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની રજૂઆત કરી છે. સરકાર પ્રોપર્ટીની કિંમતો ઘટાડવાના પ્રયાસ કરી શકે છે. લો માર્જીનના પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા પગલા લેવાય એ જરૂરી છે.



