તો પ્રોપર્ટીગુરુમાં આપણે દર સપ્તાહ રિયલ એસ્ટેટને લગતા જુદા જુદા ટોપિક્સ પર વાત કરતા હોઇએ છીએ તો આ પૈકી આજે આપણો ફોકસ રહેવાનો છે રિડવેલપમેન્ટ પર, મુંબઇ હોય અમદાવાદ હોય વિકસિત શહેરો માટે રિડેવલપમેન્ટ ઘણી જ મોટી જરૂરિયાત બની ચુકયુ છે. આગળ જાણકારી લઈશું મેન્ડરસ પાર્ટનર્સના નૌશાદ પંજવાણી અને Toughcons Nirman Pvt. Ltd.ના મેનેજીગ ડિરેકટર, નયન દેઠીયા પાસેથી.
આ નિયમ નાબુદ થવાથી નાના બિલ્ડિંગના રિડેવલપમેન્ટનો રસ્તો સાફ છે. પહેલાના નિયમથી માત્ર કસ્ટર ડેવલપમેન્ટને પ્રોત્સાહન અપાયુ હતુ. મોટી સંખ્યામાં લોકોની સહમતિ લેવી મુશ્કેલ માટેઆ નિયમ નાબુદ કરાયો છો. મહારાષ્ટ્રમાં લગભગ 16000 બિલ્ડિંગને રિડેવલપમેન્ટની જરૂર છે. 56 જેટલી બિલ્ડિંગ્સનુ રિડેવલપમેન્ટ હવે સરળ બનશે.
રોહન લાઇફ સ્પેસ, બોરીવલી - સાઇબાબા નગર 20,000 ચોમી છે. ઓબોરોય રિયલ્ટી, ન્યુભરત નગર, BKC - 10,000 ચોમી છે. રેમન્ડ રિયલ્ટી,નિર્મલ નગર લે આઉટ - 9.5 લાખ SqFt છે. ગોદરેજ, વડાલામાં 7.5 એકર વિસ્તાર છે. પ્રેસટિજ, આઝાદ નગર વરલી - શિવશાહી સોસાયટીમાં છે.
સેલ્ફ રિડેવલપમેન્ટની ખાસિયતો
થર્ડ પાર્ટી રાઇટસ ક્રિએટ થતા નથી. સેલ્ફરિડેવલપમેન્ટ માટે ડેવલપરની જરૂર પડતી નથી. તમામ નિયત્રંણો કે નિર્ણયો સોસાયટીના હાથમાં રહેશે. પ્રોજેક્ટના જે પણ રિસ્ક છે કે રિવોડ્સ રેહશે તે પણ સોસાયટી ના રહેશે. સોસાયટી સેલ્ફ કન્ટ્રીબ્યુશનથી પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. સોસાયટી MDCCBથી લોન લઇ ફંડ મેળવી શકે છે.
શરૂઆતમાં 1FSI IOD/IOAના ફંડિગની જરૂર રહે છે. DM મોડલ મુજબ પણ ફંડિગની વ્યવસ્થા કરી શકાય છે. સોસાયટીએ તમામ નિર્ણય SGMમાં લેવાના રહેશે. SGMના મેન્ડેટ પ્રમાણે મેનેજિંગ કમિટીએ કામ કરવાનુ રહેશે. લેન્ડ માર્કના નિર્ણયો સોસાયટીએ કનસ્ટલટન્ટની સલાહથી લેવાના રહેશે. સેલ્ફ રિડેલપમેન્ટના પ્રોજેક્ટમાં 25-28 કન્સટલટન્ટની જરૂર રહે છે.
તો આ તમામ પુરા પાડી શકે એવી એક કન્સલટન્ટ એજન્સી અપોઇન્ટ કરવી જોઇએ. એકસીક્યુશન સિવાય સેલ્સ & માર્કેટિંગ માટે સેલ્સ એજન્સીની જરૂર પડશે. જો સોસાયટીએ ફ્લેટ બજારમાં વેચવા હશે તો RERA રજીસ્ટ્રેશન જરૂરી છે. RERAમાં સેલ્ફ રિડેવલપમેન્ટમાં અલગ પ્રાવધાન નથી. RERAમાં ડેવલપર તરીકે સોસાયટીએ રજીસ્ટર થવાનુ રહેશે.