મુંબઇને મળી રહ્યાં છે નવા ઇન્ફ્રા સ્ટ્રકચર છે. નવા ઇન્ફ્રા પ્રોજેક્ટથી કનેકટિવિટીમાં સુધારો થયો છે. ટ્રાન્સ હાર્બર સી લિન્કની કનેક્ટિવિટી મળશે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડર બની રહ્યો છે. એરોલી-કટાઇ ટનલ રોડ પણ બની રહ્યો છે.
મુંબઇને મળી રહ્યાં છે નવા ઇન્ફ્રા સ્ટ્રકચર છે. નવા ઇન્ફ્રા પ્રોજેક્ટથી કનેકટિવિટીમાં સુધારો થયો છે. ટ્રાન્સ હાર્બર સી લિન્કની કનેક્ટિવિટી મળશે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડર બની રહ્યો છે. એરોલી-કટાઇ ટનલ રોડ પણ બની રહ્યો છે.
ડોબિવલી, કલ્યાણ શીલ રોડ અને નવી મુંબઇને લાભ મળે છે. એરોલી-કટાઇ ટનલ રોડથી ટ્રાવેલ ટાઇમ 40% સુધી ઘટશે. બદલાપુર અને ભિવંડીની એક્સેસ સરળ બનશે. ગોરેગાંવ- મુલુન્ડ લિન્ક રોડથી પણ મોટો લાભ છે. ગોરેગાંવ થી મુલુન્ડનો ટ્રાવેલ ટાઇમ 80 થી 20 મિનિટ થશે. કોસ્ટલ રોડથી વેસ્ટર્ન સબર્બથી સાઉથમુંબઇ 40 મિનિટમાં પહોચી શકાશે.
નૌશાદ પંજવાણીના મતે મુંબઇ અને બેંગ્લોરમાં ઇન્ફ્રામાં સુધારો કરવાની જરૂર છે. અમદાવાદ શહેરનુ ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણુ સારૂ છે. હૈદરાબાદમાં ઇન્ફ્રોનો વિકાસ સિટી બન્યા પહેલા થયો છે. મુંબઇમાં સિટી બન્યા બાદ ઇન્ફ્રાસ્ટ્રકચ બનવાથી સમસ્યા છે.
સવાલ-
નવી મુંબઇમાં 1 BHK સ્ટેન્ડ અલોન ટાવરમાં ઘર મળી શકે, મારે અફોર્ડબલ બજેટમાં ઘર જોઇએ છે એમિનિટિઝ માટે પૈસા ખર્ચ નથી કરવા. અને આ વિસ્તારમાં કેટલુ બજેટ જરૂરી
જવાબ-
1 BHK માટે તમારે 450-600 SqFtની સાઇઝ હોવી જોઇએ. દરેક લોકાલિટીમાં ઘણા બધા પરિબળો મુજબ કિંમતો અલગ હોય છે. રેલ્વે, હાઇવે વગેરેની કનેક્ટિવિટી કેવી મળે છે એ મુજબ કિંમતો છે. પ્રોજેક્ટમાં એમિનિટિઝ કેટલી છે એના પર પણ કિંમત નિર્ભર કરે છે. ડેવલપર બ્રાન્ડ અને ફ્લોર રાઇઝ, વ્યુઝ આ દરેક પ્રમાણે કિંમત અલગ હોય છે.
નાના પ્રોજેક્ટમાં સુરક્ષાની વ્યવસ્થા અપુરતી હોય શકે છે. તમારે આસપાસ કેવા લોકો છે, પાણી ઇલેક્ટ્રીક કનેક્શન બધુ ચેક કરવુ છે. ટાવરમાં લિફ્ટ છે કે નહી, ટ્રાન્સપોર્ટ મળશે કે નહી એ જોઇ લો. તમને 30 લાખ રૂપિયાથી લઇ 1 કરોડ સુધીમાં ઘર મળી શકે છે. નવી મુંબઇ માટે 6000-25000/SqFtનુ બજેટ છે. 60 લાખમાંનુ બજેટ જરૂરી છે.
સવાલ-
પૂનામાં ખરાડી થી વાઘોલીની વચ્ચે નવુ ડેવપમેન્ટ થઇ રહ્યુ છે શુ અહી 2 bhkમાં રોકાણ કરી શકાય. બજેટ 90 લાખ સુધીનુ છે
જવાબ
ખરાડી વાઘોલી ઇસ્ટર્ન પુનાની લોકોલિટી છે. ખરાડી કે વાઘોલીમાં ઘર લઇ શકો છો. EON IT પાર્ક તેમજ ઘણી IT કંપનીઓ આ વિસ્તારમાં છે. ખરાડી વાઘોલીની કનેક્ટિવિટી સારી છે. 2023 સુધી મેટ્રોની કનેક્ટિવિટીનો પણ લાભ મળશે. આ વિસ્તારમાં સારા બજેટમાં સારી લાઇફ સ્ટાઇલ મળી શકે છે. 10 વર્ષમાં અહી તમને 3 થી 5%નુ વાર્ષિક એપ્રિશેયશન મળી શકે છે. રેલ્વે સ્ટેશન 11 કિમી તો એરપોર્ટ 7 કિમી દુર છે.
સવાલ-
મીરારોડ, ભાયદર અથવા નાયગાવ આમાંથી ક્યા લોકેશન પર ઘર લેવુ જોઇએ, મારૂ બજેટ 60 લાખ છે. શુ 2 bhk મળી શકશે
જવાબ-
2 BHK માટે ઘરની સાઇઝ 650 SqFt હોવી જોઇએ. તમારૂ બજેટ 9000/SqFt બની રહ્યુ છે. તમને 5000 રૂપિયાથી 15000/SqFtની કિંમતમાં ઘર મળી શકે છે.
સવાલ-
મારી ઓફિસ BKCમાં છે, હાલ હુ મીરા રોડ પર રહુ છુ પરંતુ મને ટ્રાવેલમાં ઘણી તકલીફ થઇ રહી છે, તો જો 20000 હજાર સુધી નુ રેન્ટ ભરી શકુ તો ક્યા ઘર લેવુ જોઇએ
જવાબ-
20000 રૂપિયાના રેન્ટમાં તમે 1BHK લઇ શકશો છો. તમે કુર્લા, સાઇન, શાંતાક્રુઝ ઇસ્ટમાં ઘર જોઇ શકો છો. તમે વિલેપાર્લે ઇસ્ટ, અંધેરી ઇસ્ટમાં પણ ઘર જોઇ શકો છો. તમારા એમિનિટિઝ વાળા સારા પ્રોજેક્ટ જતા કરવા પડી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.