નવી સોસાયટી રજીસ્ટર કરતા સમયે ડેવલપરે કન્વેયન્સ ડીડ સબ્મીટ કરાવવા ની રહેશે. મહારાષ્ટ્રમાં લગભગ 1 લાખ રજીસ્ટર સોસાયટી. મહારાષ્ટ્ની 70,000 સોસોયટી પાસે કન્વેયન્સ ડીડ નથી.
કન્વેયન્સ ડીડ
નવી સોસાયટી રજીસ્ટર કરતા સમયે ડેવલપરે કન્વેયન્સ ડીડ સબ્મીટ કરાવવા ની રહેશે. મહારાષ્ટ્રમાં લગભગ 1 લાખ રજીસ્ટર સોસાયટી. મહારાષ્ટ્ની 70,000 સોસોયટી પાસે કન્વેયન્સ ડીડ નથી.
કન્વેયન્સ ડીડ
પ્રોજેક્ટ પુરો થયા પછી ડેવલપર પ્રોપર્ટી સોસાયટીને હેન્ડઓવર કરે છે. ફ્લેટ ઓનર્સ સોસોયટીના મેમ્બર્સ તરીકે તેનો કબ્જો લે છે. બિલ્ડર અને સોસાયટી વચ્ચે જે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી થાય છે તે કન્વેયન્સ ડીડ છે. કન્વેયન્સડીડથી પ્રોપર્ટીની જમીન સોસાયટીને હેન્ડઓવર કરે છે. કન્વેયન્સ ડીડ સોસાયટી રિડેવલપમેન્ટમાં જાય ત્યારે ખૂબ જરૂરી છે.
કન્વેયન્સ ડીડ વગર સોસાયટી રિડવેલપમેન્ટ ન જઇ શકે. સરકારે ડીમ કન્વેયન્સ પ્રોવિઝન પણ રાખેલુ છે. કોર્ટમાં કેસ ફાઇલ કરી તમે કન્વેયન્સ લઇ શકો છો. 2012થી કાયદો હોવા છતા ઘણી સોસાયટી પાસે કન્વેયન્સ ડીડ નથી. જુના કાયદા મુજબ 4 મહિનામાં કન્વેયન્સ ડીડ કરવાની હતી. હવે સોસાયટી રજીસ્ટ્રેશન સમયે ડેવલપરે કન્વેયન્સ ડીડ આપવાના રહેશે.
નવો પ્રાવધાન હવે પછી જે નવી સોસાયટી બનશે તેને માટે છે. જુની સોસાયટીએ ડીમ કન્વેયન્સ કોર્ટમાં જઇ લેવુ પડશે. ડીમ કન્વેયન્સ મેળવતા 1 વર્ષ જેવો સમય લાગી શકે.
સવાલ: મારૂ નામ હેંમત પરમાર છે મારો સવાલ એ છે કે 300 SqFtની દુકાન વેસ્ટર્ન લાઇન પર 35 થી 40 લાખમાં ખરિદવી છે. દુકાનથી ભાડાની આવકનો હેતુ
જવાબ: હેંમત પરમારને સલાહ છે કે દુકાન લેવાનો તમારો નિર્ણય યોગ્ય છે. વેસ્ટર્ન લાઇન પર સ્ટેશનની નજીક દુકાન લઇ શકો. ₹35-40 લાખ 300SqFtની દુકાન મળવી મુશ્કેલ છે. નાલાસોપારામાં ₹12,000/SqFtના ભાવ પર દુકાન મળી શકે.
સવાલ: મારૂ નામ સતીશભાઈ પટેલ છે મારો સવાલ છે કે રેસ્ટોરન્ટ માટે લગભગ ૩000SqFtની જગ્યા લેવી છે, RERAની તપાસ કઇ રીતે કરાવી શકાય?
જવાબ: સતીશભાઈ પટેલને સલાહ છે કે RERA રજીસ્ટ્રેશન માત્ર RERA બાદના પ્રોજેક્ટમાંજ જોઇ શકાશે. MAHARERAની વેબસાઇટ પર પ્રોજેક્ટ ડિટેલ મળશે. પ્રોજેક્ટનુ નામ અથવા RERA નંબરથી માહિતી મળશે. ડેવલપરનુ નામ અને વિસ્તાર એન્ટર કરશો તો પણ માહિતી મળશે. RERA વેબસાઇટ પર આવેલા મેપમાં પણ ચેક કરી શકો. પ્રોજક્ટની તમામ ડિટેલ્સ તમને વેબસાઇટ પર મળશે.
સવાલ: મારૂ નામ રમેશ ચંદ્રા છે મારો સવાલ છે કે મુંબઇની પ્રોપર્ટીમાં ₹1 કરોડનુ રોકાણ કરવુ છે, દુકાન કે મકાનમાં રોકાણ કરી શકાય? એપ્રિસિયેશન અને રેન્ટલ ઇનકમનો હેતુ
જવાબ: રમેશ ચંદ્રાને સલાહ છે કે રેસિડન્યલ પ્રોપર્ટી પર 2 થી 2.5% ભાડુ મળી શકે. ઓફિસ ભાડે આપવાથી 5 થી 7% ભાડુ મળી શકે. દુકાનમાં 8 થી 9%નુ ભાડુ મળી શકે. 4 થી 6% સુધીનુ એપ્રિશિયેશન મળી શકે છે. ભાડા પર ચઢેલી પ્રોપર્ટીનુ એપ્રિશિયેશન સારૂ થાય છે. તમે દુકાન ખરિદી ભાડે આપી શકો છો.
સવાલ: મારૂ નામ મનોજ માહ્યવંશી છે મારો સવાલ છે કે હુ અલીબાગ નાગાવમાં હિરાનંદાણીના પ્રોજેક્ટમાં એક ફ્લેટમાં રોકાણ કરી તેને હોમસ્ટે તરીકે ભાડે આપવાનો વિચાર છે. સોસાયટી રૂલમુજબ આ થઇ શકે?
જવાબ: મનોજ માહ્યવંશીને સલાહ છે કે તમારી પસંદગીનો પ્રોજેક્ટ ખૂબ સરસ છે. આ પ્રોજેક્ટમાં સારૂ એપ્રિશિયેશન મળી શકે. ભાડા પર ફ્લેટ આપવો અને હોમ સ્ટે બનાવવુ એ બે સ્થિતી અલગ છે. હોમસ્ટે માટે સોસાયટી અલગ નિયમ લગાડી શકે. શહેરની રેસિડન્શિયલ સોસાયટીમાં આની મનાઇ થશે. અલીબાગ ટુરિસ્ટ પ્લેસ છે તો ત્યા મંજૂરી મળી શકે. ઘરલેતા પહેલા સોસાયટીના બાય લો વાંચી લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.