એકવેસ્ટના ડિરેક્ટર પરેશ કારિયાનું કહેવુ છે કે મુંબઇનાં રેડી રેકનર રેટ ઘટવાની શક્યતા હતી. મુંબઇનાં રેડી રેકનર રેટ ઘટ્યા નથી. મુંબઇનાં રેડી રેકનર રેટ યથાવત રાખવામાં આવ્યા છે. શું છે રેડી રેકનર રેટ છે. લોકેશન પ્રમાણે જે તે જગ્યાની ઓછામાં ઓછા સ્ટાડર્ડ રેટ છે. સરકારની પ્રોપર્ટી દ્વારા થતી આવકનો આધાર રેડી રેકનર રેટ પર છે.
ડેવલપર્સ જે પ્રિમિયમ ચુકવે છે તે રેડી રેકનર રેટ પ્રમાણે નક્કી થાય છે. રેડી રેકનરનાં ફેરફારથી ગ્રાહકને મોટો ફરક પડતો નથી. એક જ વિસ્તારમાં જુદા જુદા પ્રોજેક્ટમાં રેટ જુદા હોય છે. ગ્રાહક ખરીદીનો નિર્ણય માત્ર રેડી રેકનર પરથી ન લઇ શકે. રેડી રેકનર માત્ર એક ઇન્ડીકેટર છે.
રેડી રેકનર રેટની વધઘટની અસર ડેવલપર પર થાય છે. રેડી રેકનરથી ઓછી કિંમત પર ઘર વેચાતા ટેક્સ લાગે છે. આ ટેક્સ વેચનાર અને ખરીદનાર બન્નેને લાગે છે. રેડી રેકનર રેટ ઓછા થવાથી સ્ટેમ્પડ્યુટી પર મોટો ફરક નહી આવે.
સવાલ: મુંબઇથી હેમાંગ પટેલનો સવાલ છે કે 2 વર્ષ પહેલા મે ઘર ખરીદ્યુ છે જેની કિંમત રૂપિયા 1.5 કરોડ પણ RERAનાં કારણે મારી રજીસ્ટ્રેશન ડેટ લંબાઇ ગઇ છે, હવે એકાદ મહિનામાં રજીસ્ટ્રેશન કરવાનું છે, મે સાભળ્યુ છે કે રેડી રેકનર રેટ ઓછા થશે તો મને સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી પડશે, તો શું એ સાચુ છે અને કેટલુ ઓછુ થશે?
જવાબ: રેડી રેકનર રેટ ઘટયા નથી. તમને ટેક્સ તમે ચુકવેલી રકમ પર લાગે છે. રેડી રેકનરથી તમારી સ્ટેમ્પડ્યુટી પર ફરક નહી પડે.
સવાલ: જનકભાઇ સોલંકીનો સવાલ છે કે 3 વર્ષ પહેલા મે ન્યુ લોન્ચ પ્રોજેક્ટમાં દહીસરમાં ફ્લેટ બુક કરાવ્યો છે જેની કિંમત `1કરોડ છે, જેની 10% કિંમત મે ચુકવી દીધી છે. પણ ડમ્પિંગ ગ્રાઉન્ડનાં પ્રોબ્લેમને કારણે આ પ્રોજેક્ટ શરૂ જ નથી થયો. તો હાલમાં એવી ન્યુઝ સાંભળી છે કે આ પ્રોબ્લેમ સોલ્વ થયો છે પણ ડેવલપર તરફથી મને સરખો જવાબ નથી મળી રહ્યો તો શું કરવું?
જવાબ: જનકભાઇને સલાહ છે કે તમારો પ્રોજેક્ટ RERAમાં રજીસ્ટર છે કે નહી તે ચકાસી લેવુ જોઈએ. તમે તમે ચુકવાયેલા નામાં પરત માંગી શકો છો. RERAની વેબસાઇટ પર પ્રોજેક્ટની દરેક માહિતી મળી શકે છે. તમે RERA હેઠળ ફરિયાદ કરી શકો છો.
સવાલ: નાબેન વશીનો સવાલ છે કે મારે 1BHK ફ્લેટ લેવો છે બાન્દ્રાથી અંધેરીની વચ્ચે ક્યા મળી શકે અને કઇ કિંમતમાં?
જવાબ: નીનાબેનને સલાહ છે કે બાન્દ્રામાં ઓછામાં ઓછો `55,000નો કાર્પેટ રેટ ચાલી રહ્યો છે. તમને 1 BHK રૂપિયા 2 કરોડના બજેટની જરૂર પડશે. સાંતાક્રુઝ ઇસ્ટમાં અમૂક વિકલ્પ મળી શકે છે. અંધેરી ઇસ્ટમાં સારા વિકલ્પો મળી શકે છે. રૂપિયા 1 થી 1.5 કરોડમાં મરોલમાં ફ્લેટ મળી શકે છે. અંધેરી વેસ્ટમાં અફોર્ડેબલ કિંમતમાં વિકલ્પ મળી શકે છે. રૂપિયા 1.5 કરોડમાં કોમ્પેકટ 2 BHK મળી શકે છે. લોખંડાવાલા અરિયામાં વિકલ્પો નહીવત છે.
સવાલ: અર્પિત સોલંકીનો સવાલ છે કે એક વર્ષથી ઘર લેવાનો પ્લાન કરી રહ્યો છુ પણ રાહ જોઇ રહ્યો છુ કે ભાવ ઘટે તો મારા બજેટમાં અફોર્ડ થાય, ભાવ ક્યારે ઘટશે અને ક્યા એરિયામાં?
જવાબ: અર્પિતને સલાહ છે કે પ્રોપર્ટીની કિંમતો પાછલા વર્ષોમાં સ્થિર રહી છે. અમૂક લોકેશનમાં કિંમતો થોડી ઘટી છે. અફોર્ડેબલિટી હવે વધી રહી છે. રૂપિયા 60,70 લાખમાં કાંદિવલી, મલાડમાં 1 BHK મળી શકે છે. ડેવલપર નાના ફ્લેટનાં ઘણા પ્રોજેક્ટ લાવી રહ્યાં છે. શેઠિયા ડેવલપર્સનો મલાડમાં 1 BHKનો અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. ઓમકારનો સિગ્નેટ નામનો અફોર્ડેબલ પ્રોજેક્ટ મલાડમાં છે. ઘણા અફોર્ડેબલ પ્રોજેક્ટનાં વિકલ્પો મળી શકે છે. મુંબઇમાં અફોર્ડેબલ કિંમતમાં નાના ઘર મળી શકે. દહીસર,મીરા રોડ પર અફોર્ડેબલ કિંમતમાં મોટા ઘર મળી શકે.