રેસિડન્શિયલ સેગ્મેન્ટ માટે કેવુ રહેશે 2022?
રેસિડન્શિયલ સેગ્મેન્ટ માટે કેવુ રહેશે 2022?
રેસિડન્શિયલ સેગ્મેન્ટમાં મોટુ રિબાઉન્ડ થયુ છે. બાયિંગ સેન્ટિમેન્ટ સુધર્યા છે. ઘરોની કિંમતોમાં 5% વધારો થઇ શકે છે. સરકારના પગલા અને ઓછા વ્યાજદરનો ગ્રાહકોને લાભ મળે છે. કંપનીઓમાં નવા રોજગાર ઉદભવ્યા છે. રોજગાર વધતા ઘરોની માંગ વધતી હોય છે. 2022નુ વર્ષ રેસિડન્શિયલ માટે સારૂ રહેશે.
ઓફિસ સ્પેશ માટે કેવુ રહેશે 2022નુ વર્ષ?
18 મહિનાથી લગભગ વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે. નવા રોજગાર 18 મહિનામાં અપાયા છે. હવે તેમને માટે ઓફિસની માગ આવી રહી છે. IT કંપનીમાં 20 ટકા નવા એમ્પલોયી ઉમેરાયા છે. ભારતમાં ઇક્વિટીના રોકાણ ઘણા વધ્યા છે. ઓફિસ સ્પેસનુ મહત્વ હંમેશા યથાવત રહેશે. ઘણી મોટી કંપની દ્વારા ઓફિસ હાયર થઇ રહી છે. ઓફિસ સ્પેસમાં 15 થી 20% નો ગ્રોથ દેખાઇ શકે છે. ઓફિસ સ્પેસમાં રેન્ટ સ્થિર રહેવાની સંભાવના છે.
કો વર્કિંગ સ્પેસની માંગ સુધરશે?
કો વર્કિંગ ને હવે મેનેજ ઓફિસ તરીકે ઓળખાય રહી છે. મેનેજ ઓપરેટર દ્વારા ઓફિસની તમામ સુવિધા અપાય છે. ઓફિસની જગ્યા અને સુવિધા માટે એક પેમેન્ટ પર મળી શકે છે. કંપની ઓફિસનુ વાતાવરણ કર્મચારીઓને આપવા માગે છે. કો વર્કિંગની માગ સમય સાથે વધી રહી છે. મોટી કંપનીઓ દ્વારા કો-વર્કિંગ સ્પેસમાં અમુક ભાગ લે છે.
આવનારા વર્ષમાં શુ રેન્ટમાં વધારો થઇ શકે?
કંપની દ્વારા કર્મચારી માટે સારી ઓફિસની માગ છે. સ્સટેનેબિલિટી ઉપર પણ હવે ધ્યાન અપાઇ રહ્યું છે. કંપનીની માંગમાં મોટો બદલાવ આવી રહ્યો છે. આવી ક્વોલિટીવાળા બિલ્ડિંગમા ભાડા વધુ હોઇ શકે છે. વધુ રેન્ટ આપી સારી ક્વોલિટીની ઓફિસની માગ વધશે. હાલમાં માર્કેટમાં રેન્ટ સ્થિર છે.
વેરહાઉસ માટે 2022નુ આઉટલુક
વેરહાઉસની માગમાં 25 થી 30%નો વધારો આવી શકે છે. અર્થતત્રનુ ડિજીટાઇઝશેન થઇ રહ્યું છે. ઇ કોમર્સ બજાર નવી અનટેપ માર્કેટમાં પહોચી શક્યા છે. ફિજીટલ એટેલ ફિઝીકલ અને ડિજીટલ બિઝનેસ થાય છે. ઇકોમર્સ બિઝનેસનો વેરહાઉસ સેગ્મેન્ટમાં મોટો ફાળો છે. ફાર્મા, કોલ્ડ સ્ટોરેજ વગેરે દ્વારા પણ વેરહાઉસની માગ છે. ઇનસિટી વેરહાઉસિંગમાં પણ ગ્રોથ દેખાઇ શકે છે. વેરહાઉસમાં 2022માં ઘણા મોટા ગ્રોથની શક્યતા છે.
ડેટા સેન્ટર માટે કેવુ રહેશે 2022નુ વર્ષ?
ડેટા સેન્ટર પર સરકારી પોલિસીની અસર થશે. ડેટા સેન્ટર પર ડિજીટાઇઝેશનની અસર થશે. ડેટા સેન્ટર પર મોર્ડેનાઇઝેશનની અસર થશે. ડેટાનુ મહત્વ વધતા ડેટા સેન્ટરની ખૂબ માગ વધશે. હાલમાં મુંબઇ ડેટા સેન્ટરમાં સૌથી વધુ આગળ છે. 7 શહેરોમા 40 થી 50%નો ગ્રોથ ડેટા સેન્ટરમાં દેખાશે.
REITsના રોકાણ અંગે ચર્ચા
ભારતમાં હાલ ત્રણ રજીસ્ટર REITs છે. ભારતમાં 4 નવા REITs આવી શકે છે. REITsએ રોકાણનો નવો વિકલ્પ છે. રિટેલ રોકાણકાર 6 થી 7 ટકાનુ રિટર્ન REITsથી મેળવી શકે છે. REITs દ્વારા મહામારીના સમયમાં પણ સ્ટેબલ રિટર્ન આપ્યા છે. કમર્શિયલમાં રોકાણ REITs દ્વારા ઘણુ સરળ છે. REITsમાં આવનારા વર્ષમાં રોકાણ વધશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.