કમર્શિયલમાં રોકાણ કેમ મનાય છે સેફ?
કમર્શિયલમાં રોકાણ કેમ મનાય છે સેફ?
કમર્શિયલમાં રોકાણના રિટર્ન રેસિડન્શિયલથી સારા મળે છે. રેસિડન્શિયલમાં ભાડાની વાર્ષિક આવક 2 થી 2.25 ટકા મળી શકે છે. કમર્શિયલમાં ભાડાની વાર્ષિક આવક 7 થી 9 ટકા મળી શકે છે. ઇકવિટી માર્કેટમાં વોલેટિલિટી વધુ છે. રિયલ એસ્ટેટ સરખામણીમાં સ્થીર રહેતુ હોય છે. કમર્શિયલ રિયલ એસ્ટેટના રોકાણને સ્થિર ગણવામાં આવે છે.
REITs દ્વારા રોકાણની ચર્ચા
REITs દ્વારા રોકાણની શરૂઆત થઇ ચુકી છે. REITs ટ્રસ્ટ પ્રોપર્ટી ખરીદીને મેનેજ અને મેન્ટેઇન કરે છે. REITsના યુનિટ રિટેલ રોકાણકાર ખરીદી શકે છે. યુનિટ પ્રમાણે રિટર્ન રોકાણકારને મળતા હોય છે. REITs કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણનું સારૂ માધ્યમ બની રહ્યું છે. REITs દ્વારા નાની રકમ પણ કમર્શિયલમાં રોકી શકાશે. HNI માટે કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ સારો વિકલ્પ છે.
SEBIની REITsની સાઇઝ ઘટાડવા પર વિચારણા
REITsની સાઇઝ નાની કરવાથી વધુ REITs લિસ્ટ થશે. રિટેલ રોકાણકારે REITs માટેની માહિતી મેળવતતા રહેવું જોઇએ. વધુ REITs લિસ્ટ થતા રિટેલ રોકાણકાર માટે સારા રોકાણના સારા વિકલ્પ બનશે.
ફ્રેકશનલ પ્રોપર્ટી રોકાણનો નવો વિકલ્પ
REITs અને કમર્શિયલ રોકાણની વચ્ચેનો વિકલ્પ ફ્રેકશનલ પ્રોપર્ટી છે. ઇન્વેસ્ટમેન્ટ કંપની ડેવલપર સાથે એક ફ્લોર, 2 ફ્લોર માટે ટાઇ અપ કરે છે. SPV દ્વારા પ્રોપર્ટી ખરીદી થાય છે અને નિવેશકો પાસે રોકાણ લેવાય છે. રિટેલ નિવેશક પાસે 10 થી 25 લાખ રૂપિયાના રોકાણ કરી શકે છે. રોકાણ કારને શેર/યુનિટ મળે છે જેના મુજબ રિટર્ન પર મળે છે. અસેટ મેનેજમેન્ટ ફ્રેકશનલ કંપની કરે છે.
કોવિડ સમયે ઓફિસ સ્ટ્રકચરમાં ઘણા ફેરફારો આવ્યા છે. કોવિડ દરમિયાન વર્ક ફ્રોમ હોમ આવતા ઓફિસની માંગ ઘટી હતી. હવે ઓફિસ ફરી શરૂ થઇ છે અને ઓફિસ માંગ સ્થાયી થશે. હાઇબ્રિડ મોડલનુ ચલણ થોડો સમય ચાલતુ રહેશે. હાઇબ્રિડ મોડલથી ઓફિસની ડિમાન્ડ પર અસર નહી. આવનારા 10, 15 વર્ષ ઓફિસ સ્પેસ માટે સારા જ રહેશે. ભારતમાં આવનારા દાયકામાં કમર્શિયલનો ગ્રોથ થતો જ રહેશે. આઈટી સેકટરમાં ભારત ઘણુ આગળ વધી રહ્યું છે. ભારત દુનિયાનું ત્રીજી મોટુ અર્થતંત્ર બન્યું છે.
લક્ઝરી હોમ્સની કેવી છે માંગ?
પાછલા વર્ષોમાં લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી ઘરોની માંગ વધી છે. લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધતા ઘરોની માંગ વધી છે. નવા રિજીમમાં બજેટમાં અલ્ટ્રા HNI માટે ટેક્સમાં રાહત અપાઇ છે. ટેક્સમાં રાહત મળશે તો લકઝરી ઘરોની માંગ વધશે.
રેસિડન્શિયલમાં ક્યા પ્રકારના ઘરોની માંગ?
ભારતમાં પોતાનુ ઘર ખરીદવાનું ખાસ મહત્વ હોય છે. મિડ-હોમ્સની માગ પણ પાછલા વર્ષોમાં વધી છે. રેડી હોમ્સની માગ કોવિડ પછી ખૂબ વધી છે. ઘણી અનસોલ્ડ ઇન્વેન્ટરીના પણ સેલ્સ થયા છે. મિડ સેગ્મેન્ટના ઘરોની માંગ ભારત ભરમાં વધતી દેખાશે.
વૈશ્વિક સંકેતોની રિયલ એસ્ટેટ પર અસર
USમાં મંદી આવશે તો ભારત પર એની અસર આવશે. ભારતનું અર્થતંત્ર અન્ય દેશોની સરખામણીમાં મજબુત છે. મંદી આવે તો શોર્ટ ટર્મ માટે ડિમાન્ડ ઘટી શકે છે
રિયલ એસ્ટેટમાં પ્રાઇવેટ ઇક્વિટીના રોકાણ વધ્યા
વર્ષ દર વર્ષ રિયલ એસ્ટેટમાં ઇક્વિટીના રોકાણ 20 ટકા વધ્યા છે. ભારતનુ અર્થતંત્ર મજબુત હોવાથી વિશ્વનો ભારત પર ભરોસો વધ્યો છે. ભારતમાં FDIના રોકાણ પાછલા વર્ષોમાં વધી રહ્યાં છે. ભારતને રોકાણનુ સુરક્ષિત સ્થળ માનવામાં આવી રહ્યું છે. ભારતમાં FDIના રોકાણ આવનારા વર્ષોમાં વધતા દેખાશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.