પરેશ કારિયાનું કહેવુ છે કે સીએનબીસી બજાર પુરા કરશે 5 સફળ વર્ષ. ઘણા દર્શકોને આપ્યુ માર્ગદર્શન.
જીગર મોતાનું કહેવુ છે કે 5 વર્ષમાં રિયલ એસ્ટેટમાં ઘણા રિફોર્મ થયા. પ્રોપર્ટીગુરૂએ 5 વર્ષમાં ઘણા દર્શકોની મુંઝવણ દુર કરી.
પરેશ કારીયાના મતે અફોર્ડેબલ ઘર પર 5 વર્ષમાં ઘણુ કામ થયું છે. મુંબઇમાં ₹50 લાખ થી ₹50 કરોડ સુધીનાં ફ્લેટ મળે છે. મુંબઇમાં ₹80 થી ₹1 કરોડનાં ઘરની માંગ. થાણા,નવી મુંબઇમાં ₹50-60 લાખનં ઘરની માંગ.
જીગર મોતાના મતે પાછલા 3 વર્ષમાં પ્રોપર્ટીની કિંમત સ્થિર છે. ₹30 લાખથી ₹70 લાખ સુધીનાં ઘરની માંગ. ₹1 કરોડથી મોંઘા ઘરની માંગ ઘટી છે. હાઇએન્ડ ઘરોની માંગ ઘટી છે.
પરેશ કારીયાના મુજબ હાઉસિંગ ફોર ઓલ પર સરકારનું ફોકસ છે. 70 લાખ જેટલા ઘર સેન્શન થયા છે. ઘણા ઘર લોકોને અપાઇ પણ ગયા છે. વ્યાજ પર સબસિડી પણ અપાઇ છે. સરકારે અફોર્ડેબલ સેગ્મેન્ટ માટે ઘણી રાહત આપી છે.
જીગર મોતાના મુજબ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી ગિફ્ટ સિટી છે. ગિફ્ટ સિટી ભારતની પહેલી ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી છે. 60 મિલિયન SqFtનાં ડેવલપમેન્ટ રાઇટ અપાયા છે. 10,000થી વધુ લોકો ગિફ્ટ સિટીમાં કાર્યરત છે. ધોલેરા SIRનો વિકાસ થઇ રહ્યો છે.
જીગર મોતાનું માનવુ છે કે 30% રુટ પર મેટ્રો ચાલુ થઇ ગઇ છે. 2019 સુધી 70% અમદાવાદમાં મેટ્રો ચાલુ થશે. બુલેટ ટ્રેન દ્વારા મુંબઇ-અમદાવાદ પ્રવાસ ઝડપી થશે. બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણ ચાલી રહ્યું છે.
પ્રદીપ કારીયાના મુજબ મુંબઇમાં મેટ્રોનું કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. મેટ્રોનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. મુંબઇમાં મેટ્રો કાર્યરત થતા 5 વર્ષ લાગી શકે. થાણા,કલ્યાણ દરેક જગ્યા કનેક્ટેડ કરશે. મહારાષ્ટ્રમાં ઇન્ફ્રા પર ઘણુ કામ થઇ રહ્યું છે.
પરેશ કારીયાના મુજબ બજેટથી રિયલ એસ્ટેટની અપેક્ષા છે. છેલ્લા 5 વર્ષમાં ઘણી જાહેરાતો થઇ. હાઉસિંગ ફોર ઓલ સરકારે લાવી. RERA, GST જેવા રિફોર્મ થયા છે. સરકારે જરૂરી બદલાવ કરી દીધા છે. આ 5 વર્ષમાં રિફોર્મનાં અમલ પર ધ્યાન રહેશે. RERAનો અમલ યોગ્ય રીતે થવો જોઇએ. RERAમાં લોકોનો વિશ્ર્વાસ વધે તે માટે કામ થવુ જોઇએ.
જીગર મોતાનું કહેવુ છે કે અનસોલ્ડ ઇન્વેન્ટરી વધતી અટકાવવા સરકારે પગલા લેવા જોઇએ. લિક્વિડિટીનાં સવાલ પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે. વિવિધ મંજૂરી ઝડપથી મળે તેવા સરકારે પ્રયાસ કરવા જોઇએ. કો-વર્કિંગ,કો-લિવિંગ,વેરહાઉસ વગેરેને રાહત અપાવી જોઇએ. આ નવા સેક્ટરમાં ગ્રોથની ઘણી આશા છે. રિયલ એસ્ટેટથી 2020 સુધી 180 બિલયનનાં રેવન્યુની આશા છે.
પરેશ કારીયાના મતે મુંબઇમાં ઘણા બીજા રાજ્યોનાં લોકો આવે છે. રેન્ટલ હાઉસિંગ માટે પ્રયાસ થઇ રહ્યાં છે. GSTને હાલમાં સ્ટેબલાઇઝ થવા દેવો જોઇએ. GSTનાં નવા રેટ માંગ પ્રમાણે અપાયા છે.
જીગરના મતે ભારત ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સમાં આગળ વધ્યું છે. ગ્લોબલ રોકાણકારનો વિશ્ર્વાસ ભારત પર વધી રહ્યો છે. ફોરેન ઇનવેસ્ટમેન્ટ હવે વધી રહ્યું છે.



