પ્રોપર્ટી ગુરૂ: આમ્રપાલી કેસમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો - property guru supreme court verdict in amrapali case | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: આમ્રપાલી કેસમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો

એકવેસ્ટનાં ડિરેક્ટર પરેશ કારિયાનું કહેવુ છે કે આમ્રપાલી પર સુપ્રિમ કોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટ.

અપડેટેડ 02:47:58 PM Aug 03, 2019 પર
Story continues below Advertisement

એકવેસ્ટનાં ડિરેક્ટર પરેશ કારિયાનું કહેવુ છે કે આમ્રપાલી પર સુપ્રિમ કોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટ. ઘર ખરીદારોના પૈસા લઇ ઘર અપાયા ન હતા. આમ્રપાલી ગ્રુપનાં RERA રજીસ્ટ્રેશન રદ કરયા છે. સુપ્રિમ કોર્ટે NBCCને પ્રોજેક્ટ પુરા કરવાનાં આદેશ આપ્યા છે.

NBCCને લિક્વિડિટીની સમસ્યા આવી શકે છે. હોમ બાયર્સે એસ્ક્રો અકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનાં રહેશે. આમ્રપાલીનાં અસેટથી મળતા પૈસા પણ અહી જમા થશે. હોમબાયર્સે બાકીનાં હપ્તા એસ્ક્રો અકાઉન્ટમાં જમા થશે. આમ્રપાલીનાં કેશથી કદાચ બીજા પણ કેશ બહાર આવી શકે.

સબ્વેન્શન સ્કીમ હવે બંધ કરાઇ છે. સબ્વેન્શન સ્કીમ બંધ થવાથી ઘણો ફરક પડશે. આ સ્કીમથી પઝેશન સુધી EMI ભરવાના થતા ન હતા. લિક્વિડિટીનો પ્રોબ્લેમ હોય તેવા ગ્રાહકોને આ સ્કીમથી લાભ હતો. અમુક ડેવલપરે આ સ્કીમનો ઉપયોગ માર્કેટિંગ માટે કર્યો.

અમુક NBFCs લોન ડિસબર્ઝ નથી કરી શકતી. ડેવલપરની સમસ્યા એક બાદ એક વધી રહી છે. લિક્વિડિટી ક્રાઇસિસ ડેવલપર માટે વધી રહી છે. સરકારે અને RBIએ કોઇ પગલા લેવા પડશે. ઘર ખરીદનાર લોકો ડરી રહ્યાં છે. ઘણા લોકોને સબ્વેન્શન બંધ થતા ઘર કેન્સલ કરવા પડે છે. ગ્રાહકનાં સેન્ટિમેન્ટ પર નકારત્મક અસર થઇ રહી છે.

સવાલ: આ ઇમેલ છે સંજય ખેડકરનો..તેમણે ચાકણ પુનેમાં 696 કારપેટ એરિયાનો ફ્લેટ 2014માં 29 લાખમાં બુક કરાવ્યો હતો. તે સમયે ત્યા એરપોર્ટ આવવાનું હતુ માટે આ ફ્લેટ લીધો હતો હવે એરપોર્ટનું લોકેશન બદલાઇ ગયુ છે અને હવે આ વિસ્તારમાં કોઇ મોટા ડેવલપમેન્ટ દેખાતા નથી.. હવે મારે આ ફ્લેટ વેચવો છે પણ કિંમત 34 લાખની આસપાસ જ મળે છે, મારે સારા લોકેશનમાં 65 લાખ સુધીમાં ઘર લેવું છે, તો મારે ચાકણનો ફ્લેટ વેચી દેવો જોઇએ કે હજી 2,3 વર્ષ રાહ જોવી જોઇએ.

જવાબ: સંજય ખેડકરને સલાહ છે કે ચાકણમાં રહેવુ ન હોય તો ફ્લેટ વેચી દો. તમારે જ્યાં રહવું હોય ત્યા ઘર ખરીદો. હીંજેવાડી કે વાકડમાં સારા વિકલ્પો મળી શકે. રૂપિયા 64 લાખમાં વાકડમાં વિકલ્પો મળી શકે. કોલ્તેપાટીલ અને કલ્પતરૂનાં પ્રોજેક્ટ મળી શકે.

સવાલ: આ ઇમેલ છે વિવેક નાણાવટીનો..તેમણે જણાવ્યુ છે કે નવી મુંબઇમાં 2 BHK ઘર માટે કેટલુ બજેટ જોઇશે. અને સારા પ્રોજેક્ટનાં વિકલ્પો જણાવશો.

જવાબ: વિવેક નાણાવટીને સલાહ છે કે નવી મુંબઇ ઘણો મોટો વિસ્તાર છે. વાશી નવી મુંબઇનો પ્રાઇમ એરિયા છે. ખાર ઘરમાં રૂપિયા 8000-9000/SqFtની કિંમત ચાલે છે. પનવેલમાં પણ તમને સારા વિકલ્પો મળી શકશે. પનવેલમાં એરપોર્ટ આવી રહ્યું છે. પનવેલમાં રૂપિયા 6000-8000/SqFtની કિંમત ચાલે છે. પનવેલમાં 2 BHK રૂપિયા 60 લાખમાં મળી શકે. ખારઘરમાં 2 BHK રૂપિયા 1 કરોડમાં મળી શકે. તલોજા ખારઘર અને પનવેલની વચ્ચેનો વિસ્તાર છે. ખારઘર કરતા ઓછી કિંમતે ઘર મળી શકે. તલોજામાં મેટ્રો પણ આવી રહ્યો છે.

સવાલ: મેહુલ સુખડિયાએ લખ્યુ છે કે 80, 82 lakh મુંબઇની આસપાસ ઘર મળી શકે?

જવાબ: મેહુલ સુખડિયાને સલાહ છે કે મલાડમાં હાઇવેની આસપાસ વિકલ્પો મળી શકે છે. મલાડ લોકેશન ખૂબ સારૂ છે. મલાડ ઇસ્ટમાં પણ વિકલ્પ મળી શકે. દહિસરમાં પણ અમુક વિકલ્પો મળી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 03, 2019 2:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.