લગભગ 4 વર્ષ સુધી ઇન્ટરેસ્ટ રેટ ઔતિહાસિક સ્તરે ઓછો હતો, ત્યારે ઘર ખિરદારોને એનો ઘણો ફાયદો મળ્યો અને ઘરોના વેચાણના આંકડા પણ એની સાબિતી આપી રહ્યા હતા પરંતુ હવે જ્યારે વ્યાજદર વધારવાની શરુઆત થઇ ચુકી છે ત્યારે મે અને જુનમાં બે વખત રેપો રેટ વધારવામાં આવ્યા છે 4 મે એ 0.40% વ્યાજ દર વધારાયો તો જુનમાં 0.50% રેપોરેટ વધારાયો આનાથી રેપોરેટ વધીને 4.9% થયો છે
વ્યાજદરની વાત કરીએ તો જુનમાં 50 bps વ્યાજદર વધારાયો છે જેથી હોમલોન પર વ્યાજદર હવે 7.05% થી વધી 7.55% થયો છે. અને આની સાથે જ વિવિધ બેંકો પણ પોતાના હોમલોનના વ્યાજદર વધારી રહી છે. તો વધતા વ્યાજદરની રિયલ એસ્ટેટ પર અસર અંગે આજે આપણે ચર્ચા કરીશુ. તો આ માટે આપણી સાથે જોડાયા છે રૂસ્તમજી ગ્રુપના CMD & પ્રેસિડન્ટ-ઇલેકટ CREDAI ના બોમન ઇરાની, રોનક ગ્રુપના MD & પ્રેસિડન્ટ, NAREDCO ના રાજન બાંદેલકર, ધ ગાર્ડિયન રિયલ એસ્ટેટ એડવાઇઝરીના ડિરેક્ટર જયેશ રાઠોડ.
RBI દ્રારા મે અને જુનમાં રેપો રેટ વધારવામાં આવ્યો. RBI દ્રારા મે મહિનામાં 0.40% રેપો રેટ વધારાયો. RBI દ્રારા જુનમાં 0.50% રેપોરેટ વધારાયો. હોમલોન પર વ્યાજદર હવે 7.05% થી વધી 7.55% થયો છે.
બેન્કોએ વધાર્યા લેન્ડિંગ રેટ તે બેન્કોની સૂચીમાં SBI, ICICI બેન્ક, PNB, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસિશ બેન્ક, HDFC બેન્ક અને HDFC Ltd છે.
બોમન ઇરાનીનું કહેવુ છે કે રિયલ એસ્ટેટ પર વ્યાજદરની ખાસી અસર રહેતી હોય છે. ઐતિહાસિક ઓછા વ્યાજદર પર ગ્રાહકોએ ઘર લીધા છે. વ્યાજદર વધવાથી ગ્રાહકના સેન્ટિમેન્ટ પર અસર થશે. હજી પણ વ્યાજ દર ઘણા ઓછા જ છે. ઇન્ફલેશનને કારણે વ્યાજદરનો વધારો કરવો જરૂરી હતો. પાછલા 10 વર્ષથી ઘરોની કિંમત વધી નથી. આવનારા સમયમાં ઘરોની કિંમતો વધતી દેખાશે.
બોમન ઇરાનીની મતે ઇન્ફલેશન વધતા મોંઘવારી વધે છે. ઇન્ફલેશન વધતા પગાર પણ વધતા હોય છે. વારંવાર વ્યાજદર વધારો સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરશે. પણ જેને ખરેખર ઘર લેવુ હોય તો તે લે જ છે. ઓછા વ્યાજદરનો લાભ જેટલો મળી શકે એટલો લેવો જોઇએ. રિયલ એસ્ટેટમાં હવે કિંમત વધવાની શરૂઆત થશે.
બોમન ઇરાનીના મુજબ કોઓપરેટિવ બેન્કની રીચ સામાન્ય માણસ સુધી વધુ હોય છે. ગ્રાહકોને ફાઇનાન્સ સરળતાથી મળે તે મહત્વનુ છે. મોંઘવારી વધવા છતા ઘરોની કિંમત વધારે વધી નથી. ગ્રાહકોએ સમજવુ જોઇએ કે હાલ ઘરોની કિંમતો ઓછી છે.
રાજન બાંદેલકરનું કહેવુ છે કે ફ્લોટિંગ રેટ પર લોન લેવાતી હોવાથી વ્યાજદર બદલાતા રહે છે. ગ્રાહકોને બદલાતા વ્યાજદર લાગતા હોય છે. ઓલટાઇમ લો લેવલથી વ્યાજદર વધવા સામાન્ય બાબત છે. ગ્રાહકો હજુ પણ ઘર ખરીદી રહ્યા છે.
રાજન બાંદેલકરના મતે ઘરોની માગમાં ઘટાડો આવ્યો નથી. ઘર એ મૂળભૂત જરૂરિયાત છે તેની માગ હંમેશા રહેશે. લોકેશન ગમતુ હોય તો ઘર લેવાનો નિર્ણય જલ્દી લેવો જોઇએ. RBIએ કો-ઓપરેટિવ બેન્ક હવે લેન્ડ કરી શકશે. કો-ઓપરેટિવ બેન્કની વિન્ડો ઓપન થતા મોટો કેશ ફ્લો આવશે. લિક્વિડિટી માટેની આ મોટી રાહત હોઇ શકે. હવે કો-ઓપરેટીવ બેન્ક રિયલ એસ્ટેટને ફંડ આપી શકશે. બિલ્ડર સાથે એગ્રીમેન્ટમાં નક્કી થયેલી કિંમત બદલાતી નથી.
જયેશ રાઠોડનું કહેવુ છે કે સ્ટેમ્પ ડ્યુટી ઘટી હતી ત્યારે ઘરના સેલ્સ વધ્યા હતા. ગ્રાહકો દ્વારા ઘરની ખરિદારી હજી થઇ રહી છે. પાછલા બે મહિનામાં ઘરની ખરિદારીમાં કોઇ ઘટાડો નથી. EMIમાં થતો વધારો નજીવો હશે. ₹30 લાખની લોન 15 વર્ષ માટે હોય તો ₹1700નુ EMI વધી શકે. હાલના વ્યાજદર પ્રિ-કોવિડ કરતા હજી ઓછા છે.
જયેશ રાઠોડના મતે ગ્રાહક માટે પ્રોડક્ટ, પ્રાઇસ અને પેમેન્ટ સિડ્યુલ મહત્વના હોય છે. ડેવલપર દ્વારા પણ અમુક રાહતો અપાતી હોય છે. ગ્રાહકના બજેટમાં બેસે તેવા ઘર બની રહ્યા છે. સબ્વેન્શન સ્કીમ જેવી સુવિધાઓ પણ ગ્રાહકને મળતી હોય છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં વ્યાજદર વધારાની અસર વધુ આવશે.
જયેશ રાઠોડના મુજબ સેલ્ફ રિડેવલપમેન્ટ માટે હાઉસિંગ સોસાયટીને મળશે લોન. મુંબઇમાં સેલ્ફ રિડેવલપમેન્ટની ખૂબ જરૂર છે. ગ્રાહકે સેલ્ફ રિડેવલપમેન્ટ સોસાયટીમાં ઘર ખરીદતા પહેલા તકેદારી રાખવી.