વધતા ફુગાવાને ડામવા વ્યાજદર વધારવા જરૂરી છે. હોમલોન માટેના વ્યાજદર વધતા રેસિડિન્શયલ પર થોડી અસર થશે. ગ્રાહકોને હોમલોન થોડી મોંઘી પડશે. 15 થી 20 વર્ષમાં આપણે સૌથી નિચલા સ્તરે વ્યાજદર જોયા છે. હાલમાં પણ વ્યાજદર ઘણા ઓછા છે. જો ઘર લેવાનુ બાકી હોય તો હજી પણ લઇ શકાય છે. વધતા વ્યાજદરની થોડી અસર રેસિડન્શિયલ પર દેખાશે.
અફોર્ડેબલ સેગ્મેન્ટ પર વ્યાજદર વધારાની અસર દેખાશે. પગારદાર વર્ગ માટે EMI વધારાની અસર આવતી હોય છે. લક્ઝરી સેગ્મેન્ટમાં વ્યાજદર વધારાની અસર નહિવત. RBI દ્રારા મે અને જુનમાં રેપો રેટ વધારવામાં આવ્યો છે. RBI દ્રારા મે મહિનામાં 0.40% રેપો રેટ વધારાયો છે. RBI દ્રારા જુનમાં 0.50% રેપોરેટ વધારાયો છે. હોમલોન પર વ્યાજદર હવે 7.05% થી વધી 7.55% થયો છે.
બેન્કોએ વધાર્યા લેન્ડિંગ રેટ
SBI, ICICI બેન્ક, PNB, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસિશ બેન્ક, HDFC બેન્ક, HDFC Ltd છે.
RBI દ્રારા મે અને જુનમાં રેપો રેટ વધારવામાં આવ્યો છે. RBI દ્રારા મે મહિનામાં 0.40% રેપો રેટ વધારાયો છે. RBI દ્રારા જુનમાં 0.50% રેપોરેટ વધારાયો છે. હોમલોન પર વ્યાજદર હવે 7.05% થી વધી 7.55% થયો છે.
કોટક ઇન્વેસ્ટમેન્ટ & ADIAએ $590mnના ઓફિસ અસેટમાં રોકાણ માટે પ્લેટફોર્મ બનાવ્યુ છે. કોવિડ દરમિયાન કમર્શિયલ રિયલએસ્ટેટ પર દબાણ બન્યુ હતુ. વર્ક ફ્રોમ હોમને કારણે ઓફિસની માગ ઘટી હતી. વર્ક ફ્રોમ હોમ હવે સમાપ્ત થતા ઓફિસથી કામ શરૂ થયા છે. કોર્પોરેટ તરફથી કમર્શિયલ રિયલ એસ્ટટની માગ વધી છે. સંસ્થાકીય રોકાણ કમર્શિયલ રિયલ એસ્ટેટમાં વધી રહ્યા છે.
સવાલ-
55 લાખ રૂપિયાની કિંમતમાં અમદાવાદમાં 2 BHK ફ્લેટ ખરીદવો છે. ક્યા વિસ્તારમાં મળી શકે?
સાઉથ બોપલ કે શેલામાં તમારા બજેટમાં ફ્લેટ મળી શકે છે. વૈષ્ણવ દેવી વિસ્તારનો વિકાસ સારો થઇ રહ્યો છે. વેષ્ણવ દેવી આસપાસ તમને 2 BHK મળી શકે છે.
સવાલ-
શાહીબાગમાં ફ્લેટ ખરીદવો છે, 60,70 લાખ રૂપિયામાં જે ફ્લેટ છે તેની સાઇઝ નાની લાગી રહી છે, આ બજેટમાં મોટી સાઇઝના ફ્લેટ મળી શકે ખરા?
ટિકિટ સાઇઝ જાળવવા માટે રૂમની સાઇઝ ઘટાડાતી હોય છે. જો ટિકિટ સાઇઝ મોટી હોય તો સેલ્સમાં ઘટાડો આવતો હોય છે. તમે રિસેલમાં જુના ફ્લેટના વિકલ્પો જોઇ શકો છો. ઇન્ટિરિયર ડેકોરેટરની સલાહથી જગ્યાનો મહત્તમ ઉપયોગ કરી શકશો.
સવાલ-
અમદાવાદની ગિફ્ટ સિટીમાં નોકરી મળી છે, ભાડા પર ક્યા ઘર લેવુ જોઇએ? ઘર ભાડુ અને ડિપોઝીટ કેટલા હોઇ શકે?
સરગાસણથી ગાંધીનગરની આસપાસ તમે રહી શકો છો. ગિફ્ટ સિટીમાં પણ રેસિડન્શિયલ અપાર્ટમેન્ટ બની રહ્યા છે. 2 થી 3 મહિનાનુ ભાડુ ડિપોઝીટ તરીકે આપવાનુ થશે. 2BHK માટે ભાડુ 14,000 રૂપિયા થી 18,000 રૂપિયા છે. 3BHK માટે ભાડુ 16,000 રૂપિયા થી 25,000 રૂપિયા છે.
સવાલ-
મારો ફ્લેટ મે ભાડા પર આપ્યો છે. ભાડુઆત પેટ લાવ્યા છે. પડોશીને પેટથી ફરિયાદ છે. તો સોસાયટી ભાડુઆતને ખાલી કરાવવા દબાણ કરી શકે? અને 11 મહિના એગ્રીમેન્ટ પહેલા ઘર ખાલી કરાવી શકાય?
પડોશી સાથે ચર્ચા કરી એમની સમસ્યા નિરાકરણ લાવી શકાય છે. તમારી સોસાયટીમાં પેટને લઇ શુ ગાઇડલાઇન છે તે જોઇ લો. સોસાયટીને વાંધો હોય તો પેટ રાખવામાં મુશ્કેલી આવશે. અમદાવાદમાં પ્રાણીઓને કારણે ઘણી સોસાયટીમાં સમસ્યા આવી છે. તમારા પાલતુ પ્રાણીથી કોઇને તકલીફ ન થાય તેની બાહેધરી લો. એગ્રીમેન્ટમાં નોટિસનો ક્લોઝ હોવો જોઇએ. નોટિસ આપી તમે 11 મહિના પહેલા ઘર ખાલી કરાવી શકો છો.
સવાલ-
મારા પિતાએ 25 વર્ષ પહેલા જે ઘર લીધુ હતુ, જેમા અમે રહીએ છે, પિતાનુ અવસાન થયુ છે, ફ્લેટનો દસ્તાવેજ મારી પાસે નથી. તો હુ આ ફ્લેટ મારા નામ પર કરાવી શકો
જો દસ્તાવેજ ખોવાયો હોય તો સોસાયટીમાં શેર સર્ટિફિકેટ ઉપયોગી થઇ શકે છે. તમારે લિગલ એડવાઇઝરનો સંપર્ક કરવો પડશે. તમારે દસ્તાવેજ ગુમ થયાની FIR કરાવવી પડશે. કાયદાકીય પ્રક્રિયા કરીને તમે આ ફ્લેટની માલિકી મેળવી શકશો. ભવિષ્યમાં તમે આ ફ્લેટને વેચી પણ શકશો.