પૂનાથી મુંબઇ આવતા ચેમ્બુરએ મુંબઇનું ગેટ વે છે. ચેમ્બુરની ગણતરી પહેલેથી જ સારા રેસિડન્શિયલ એરિયા તરીકેની છે. ચેમ્બુરમાં હરિયાળી ઘણી સારી છે. ચેમ્બુરમાં ઘણા ગોલ્ફકોર્સ છે. ચેમ્બુરની પ્રોપર્ટીની કિંમત ખૂબ સારી વધી છે. ચેમ્બુરની પ્રોપર્ટીનું એપ્રેશિયશન ખૂબ સારૂ થયુ છે. ચેમ્બુરથી મુંબઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. પાછલા 10 વર્ષમાં ચેમ્બુરનો ઘણો વિકાસ છે. મોનોરોલ ચેમ્બુરમાં આવી રહી છે.
નવા ફ્લાયઓવર પણ બની રહ્યાં છે. ચેમ્બુરમાં પહેલા મોટા લેન્ડ પાર્સલ ન હતા. હાલ ચેમ્બુરમાં એસઆરએ પ્રોજેક્ટ આવી રહ્યાં છે. સ્પેન્ટા ગ્રુપનો મોટો પ્રોજેક્ટ ચેમ્બુરમાં છે. રેડિયસ ગ્રુપ પાસે ચેમ્બુરમાં મોટુ લેન્ડ પાર્સલ છે. ચેમ્બુરની કનેક્ટિવિટીમાં મોનો રેલથી મોટો ફરક આવશે. મોનો રેલથી મહાલક્ષ્મી સુધી કનેક્ટિવિટી બને છે. ચેમ્બુરની રોડ કનેક્ટિવિટી ખૂબ સારી છે. નવો લિંક રોડ બનતા BKC ઝડપથી પહોંચાશે.
વડાલાની પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા-
વડાલાનો વિકાસ પાછલા થોડ સમયમાં ખૂબ સારો થયો છે. વડાલાની લોકોલિટી ખૂબ સારી છે. વડાલામાં પર્યાવરણ જળવાયેલુ છે. અજમેરાનાં વડાલામાં મોટા પ્રોજેક્ટ છે. ભક્તિપાર્કની પ્રોપર્ટીનું અપ્રેરિસિયેશન સારૂ થયુ છે. વડાલામાં લક્ઝરી પ્રોડક્ટ આવી રહી છે. વડાલાનું ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ સારૂ મોનો,મેટ્રોનો લાભ મળી શકે છે. લોધાનો કમ્યુનિટી પ્રોજેક્ટ વડાલામાં છે. એમએમઆરડીએનું મોટુ લેન્ડ પાર્સલ વડાલામાં છે. વડાલામાં પ્રોપર્ટીની સપ્લાઇ વધી રહી છે. વડાલામાં ઝુપડપટ્ટીની જગ્યા નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે.
વડાલામાં રિડેવલપમેન્ટ થઇ રહ્યું છે. વડાલામાં 30,35 હજાર પ્રતિ SqFtની કિંમત ચાલી રહી છે. વડાલાની કનેક્ટિવિટી ખૂબ સારી છે. ચુનાભઠ્ઠીથી બીકસી નવો ફ્લાયઓવર બની રહ્યો છે. ચેમ્બુરમાં સફલ અને કોખરેજાનાં ઘણા પ્રોજેક્ટ છે. ચેમ્બુરમાં ગોદરેજ અને રાહેજાનાં ઘણા પ્રોજેક્ટ છે. ચેમ્બુર હવે સિટીનો હાર્દ વિસ્તાર બન્યું છે. આરસીએફ પાસે એક મોટુ લેન્ડ પાર્સલ ચેમ્બુરમાં છે. સરકાર ઇસ્ટર્ન સબર્બનાં વિકાસ પર ધ્યાન આપી રહી છે. વડાલાથી પનવેલની કનેક્ટિવિટી પણ સારી થશે.
આપના એક એપિસોડમાં આપે પનવેલમાં રોકાણની સારી તકની વાત કરી હતી. પનવેલમાં ક્યા ડેવલપરનાં ક્યા પ્રોજેક્ટમાં ફ્લેટ લઇ શકાય?
પનવેલ ઘણો મોટો વિસ્તાર છે. હિરાનંદાણી અને ગોદરેજનાં પનવેલમાં પ્રોજેક્ટ છે. વાધ્વા વાઇસ સિટી વાધ્વા ગ્રુપનો ટાઉનશીપ પ્રોજેક્ટ પનવેલમાં છે. આ પ્રોજેક્ટ પનવેલથી સ્ટેશનથી ઘણો નજીક છે. રૂપિયા 40, 45 લાખમાં 1 BHK મળી શકશે. 4 થી 5 વર્ષમાં આ પ્રોજેક્ટ તૈયાર થશે. પનવેલમાં એરપોર્ટ પણ આવી રહ્યું છે. મેરાથોન નેક્સઝોન નામનો પ્રોજેક્ટ છે. રૂપિયા 60 લાખ સુધીમાં નેક્સઝોનમાં મળશે ફ્લેટ છે.
પુના હિંજેવાડીનાં એમેનોરામાં અમે ફ્લેટ જોયા છે પરંતુ ત્યાની કિંમત ખૂબ વધારે લાગે છે. રિઝનેબલ કિંમતમાં આ વિસ્તારમાં કોઇ સ્કીમ મળી શકે?
એમેનોરા હડપસરમાં છે. હિંજેવાડીમાં અપોર્ડેબલ પ્રોજેક્ટ મળી શકે છે. હિંજેવાડીમાં શાપુરજી પાલોનજીનો પ્રોજેક્ટ છે. 55-60 લાખમાં ફ્લેટ મળી શકશે. પીસીજી ગ્રુપના પ્રોજેક્ટમાં `50 લાખમાં ફ્લેટ મળી શકે છે. મેગાપોલિસમાં રેડી ફ્લેટ મળી શકે છે.
મારે મુંબઇ,નવી મુંબઇ કે આસપાસ `50, 55 લાખનો ફ્લેટ રોકાણ માટે લેવો છે અને એને ભાડે આપવો છે તો ક્યો વિસ્તાર પસંદ કરવો જોઇએ?
થાણામાં તમને ઘણા સારા વિકલ્પો મળશે. થાણામાં સારા ડેવલપર્સનાં ઘણા પ્રોજક્ટ છે. થાણામાં નોકરીની તકો પણ ઘણી સારી છે. થાણામાં રૂપિયા 50 થી 55 લાખમાં વિકલ્પો મળશે. લોધા અમારા થાણાનો એક સારો પ્રોજેક્ટ છે. થાણામાં તમને લાઇફ સ્ટાઇલ સારી મળશે.
હુ આપનાં શોનો નિયમિત દર્શક છુ, પાછલા થોડા એપિસોડથી તમે કહી રહ્યાં છો કે મુંબઇમાં કોમ્પેક્ટ ફ્લેટ અફોર્ડેબલ કિંમતમાં મળી રહ્યાં છે તો `70,80 લાખનાં બજેટમાં 2 BHK ફ્લેટ મને ક્યા મળી શકશે?
મુંબઇમાં રૂપિયા 70 થી 80 લાખમાં 1 BHK મળી શકે છે. બોરીવલી અને દહીસરમાં વિકલ્પો મળી શકે છે. થાણામાં વિકલ્પો સારા મળી શકશે.