જીગર મોતાના મતે જમીનની કિંમત પર નહી પરંતુ માત્ર બાંધકામ ખર્ચ પર જ GST છે. અત્યાર સુધી જમીન અને બાંધકામ ખર્ચ પર GST લાગતો હતો. પહેલા માત્ર 33% કિંમતને જમીનની કિંમત ગણાતી હતી અને તે મુજબ GST લગાડાતો હતો. હવે જમીનની કિંમતના દસ્તાવેજો હશે, તો તેના પર GST નહી લાગે. હવે માત્ર બાંધકામ ખર્ચ પર જ લાગશે GST. ગુજરાતની પ્લોટિંગની સ્કીમોને આ ચુકાદાનો લાભ મળશે. ડેવલપરે જો જુના નિયમ મુજબ ભરાયેલા GSTનુ રિફન્ડ મેળવી શકાય.
જીગરમોતાના મતે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો ખૂબ સારો વિકાસ થઇ રહ્યો છે. ગુજરાતના દરેક મોટા શહેરમાં રોકાણ કરી શકાય. અમદાવાદ વેસ્ટમાં સાણંદ તરફ ઘણો વિકાસ થઇ રહ્યો છે. અમદાવાદ નોર્થ ગાંધીનગર સુધી વિકાસ થઇ રહયો છે. શેલામાં અમુક ટાઉનશિપ બની રહી છે. શેલામાં દરેક સેગ્મેન્ટની ઇન્વેન્ટરી ઉપલબ્ધ છે. શેલામાં ઘર ખરીદી ચોક્કસ કરી શકાય છે
સવાલ: વડોદરામાં 3 BHKના ફ્લેટમાં રોકાણ કરવુ છે? વડોદરામાં ક્યા ડેવલપરની સ્કીમમાં રોકાણ કરવુ જોઇએ? વાસણા ભાયલી રોડ ઉપર ઘર ખરીદી શકાય?
જવાબ: રેખા માંડલિયાને સલાહ છે કે વાસણા ભાયલી રોડ ખૂબ ઝડપથી વિકસતો વિસ્તાર છે. વાસણા ભાયલી રોડ ઉપર ઘર લઇ શકાય.
સવાલ: ભાયલી TP2 પર 2016માં 2000 SqFtનો ફ્લેટ ખરીદ્યો હતો. શુ આ ફ્લેટ હવે વેચી દેવો જોઇએ?
જવાબ: મોનાર્ક વ્યાસને સલાહ છે કે ભાયલી વિસ્તારમાં ઘણા નવા ડેવલપમેન્ટ થઇ રહ્યાં છે. તમારે હાલ પૈસાની જરૂરના હોય તો આ રોકાણમાં બની રહો.
સવાલ: બિલ્ડર ના ત્યાં જોઈએ તો તેમના ના દ્વારા કારપેટ એરિયા કરતો વધુ ચોરસ ફૂટ ની જુદો પેમ્પલેટ બનાવી ને બતાવે છે અને તે મુજબ ચોરસ ફુટ ભાવ નક્કી કરે છે જ્યારે રેરા મા કારપેટ એરિયા જ દર્શાવેલ હોય છે વધુ ચોરસ ફૂટ ના ભાવ લે છે પણ તેનું દસ્તાવેજમાં કોઈ ઉલ્લેખ મળતો નથી તો શું કરી શકાય?
જવાબ: પરેશકુમાર કાંતિલાલને સલાહ છે કે RERA કાર્પેટ એરિયાની માહિતી માંગવી તમારો હક છે. RERA કાર્પેટ એરિયાની માહિતી આપતા હોય તેવા જ ડેવલપર પાસે ઘર ખરીદો. જો તમે ઘર ખરીદી લીધુ હોય તો RERA ઓથોરિટીને ફરિયાદ કરી શકો.
સવાલ: મારે અમદાવાદમાં પર્ટિકલ્યુલરલી પશ્વિચમ અમદાવાદમાં Premium Arena (WAPA)માં રોકાણ કરવુ છે, શુ અહી મને 5 વર્ષમાં સારા રિટર્ન મળી શકશે?
જવાબ: ચિરાગ શાહને સલાહ છે કે WAPA ઝડપથી વિકાસ પામતો વિસ્તાર છે. WAPA સિંધુભવન, બોપલ, શેલાથી ઘેરાયેલો વિસ્તાર છે. WAPA વિસ્તારમાં રોકાણ કરી શકાય.
સવાલ: સાઉથ બોપલ વિસ્તાર કેવો છે, અહી ઘણા મલ્ટી સ્ટોરી રેસિડન્શિયલ બિલ્ડિંગ બન્યા છે, પરંતુ રોડ, ગાર્ડન વગેરે હજી બન્યા નથી. AUDA દ્વારા આ વિસ્તારના વિકાસનુ પ્લાનિંગ શુ છે?
જવાબ: પરેશભાઇને સલાહ છે કે સાઉથ બોપલમાં 5 વર્ષમાં ખૂબ સારો વિકાસ પામ્યો છે. સાઉથ બોપલમાં ઘણા પરિવાર રહેવા માટે આવી ચુક્યા છે.