પ્રોપર્ટીગુરૂમાં આપનુ સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોચાડતો શો એટલે જ પ્રોપર્ટી ગુરૂ. આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.
પ્રોપર્ટીગુરૂમાં આપનુ સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોચાડતો શો એટલે જ પ્રોપર્ટી ગુરૂ. આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.
અમદાવાદમાં ઓલ ઇન્ક્લુઝીવ રૂપિયા 50 લાખ સુધીમાં 2BHK ફ્લેટ ક્યા મળી શકે? એમને ઘર સ્કુલ અને અન્ય સુવિધાઓ નજીક હોય એવા વિસ્તારમાં જોઇએ છે આ ઉપરાંત એમણે SG હાઇવે અને આસપાસનાં વિસ્તારમાં સારા વિકલ્પો અંગેની માહિતી પણ માંગી છે.
સવાલ-
તેઓ મૂળ અમદાવાદનાં છે, તેમણે પુછયુ છે કે 2017માં તેમણે અડાલજ ગાંધીનગર હાઇવે પર કમર્શિયલ ઝોન અંગેનાં સમાચાર સાંભળ્યા હતા. તો તેઓ આ કમર્શિયલ ઝોન વિશે જાણવા માંગે છે અને આ ઝોનનું ભવિષ્ય કેવુ હોઇ શકે? એમણે પુછયુ કે આ ઝોનની આસપાસ રેસિડન્શિયલ એરિયામાં રોકાણ કરવાથી આવનારા વર્ષોમાં અપ્રિશિયેશનની આશા રાખી શકાય?
જવાબ-
ડેવલપમેન્ટ પ્લાનને સાકાર થતા ઘણો સમય લાગે છે. આ સમયગાળામાં જો લાંબાગાળા માટે રોકાણ કરો તો લાભદાયક છે. અડાલજ-સરઘાસણ વચ્ચે રોકાણની સારી તક છે. ભવિષ્યમાં સારો અપ્રિશિયેશન મળી શકશે. તમારે લાંબાગાળા માટે રોકાણ કરવું જરૂરી છે. SG હાઇવે પર સરકારનો મહત્વકાક્ષી પ્રોજેક્ટ છે. સ્પીડ હાઇવે આવી શકે છે. અમદાવાદ-ગાંધીનગર વ્ચચે સ્પીડ હાઇવે છે. અમદાવાદ-ગાંધીનગર ટ્વીન સિટી બનાવવાનાં પ્રયાસ છે. સરખેજ થી સરઘાસણ પટ્ટા પર ઘણા ડેવલપમેન્ટ છે. શાંતિગ્રામ ટાઉનશીપ આ પટ્ટા પર છે. ગિફ્ટ સિટી અહીંથી જઇ શકાશે.
સવાલ-
અમદાવાદમાં ઓલ ઇન્ક્લુઝીવ રૂપિયા 50 લાખ સુધીમાં 2BHK ફ્લેટ ક્યા મળી શકે? એમને ઘર સ્કુલ અને અન્ય સુવિધાઓ નજીક હોય એવા વિસ્તારમાં જોઇએ છે આ ઉપરાંત એમણે SG હાઇવે અને આસપાસનાં વિસ્તારમાં સારા વિકલ્પો અંગેની માહિતી પણ માંગી છે?
જવાબ-
રૂપિયા 50 લાખ સુધીનાં બજેટમાં ઘણા વિકલ્પો મળી શકે છે. ગોતા, જગતપુર, ત્રાગડ અને વૈષ્ણવ દેવીમાં વિકલ્પો મળી શકે છે. આ વિસ્તારોમાં લો-રાઇઝ બિલ્ડિંગો પણ ઉપલબ્ધ છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં લો-રાઇઝની વધુ માંગ છે.
સવાલ-
વર્ષ 1989માં મે એક પ્લોટ લીધો છે. પ્લોટ માલીકએ. મારા પ્લોટ પર બીજાએ કબઝો કર્યો છે. આ પ્લોટના દસ્તાવેઝ પર મારૂ નામ છે. અને આ પ્લોટ પર બીજાએ નવો કંસ્ટ્રકશન કર્યો છે. મારૂ પ્લોટ રાજકોટમાં ગાંધી ગ્રાઇનેટમાં છે. એના પર મારૂ શું કરવું?
જવાબ-
તમારે ક્લેકટર ઓફિસમાં તમારા પછીનાં દસ્તાવેજ રદ્દ કરવાની અરજી આપો છો. તમારે સારા વકીલની સલાહ લેવી જોઇએ. તમારે લીગલ નોટીસ મોકલી બાંધકામ અટકાવવું જોઇએ. તમારે વેચનારને વારંવાર વેચાણ કેમ કર્યું તે પુછવુ જોઇએ. તમારે ક્લેક્ટરને તમારી જાણ બહાર થયેલા વેચાણની જાણ કરો છો. તમારે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે.
સવાલ-
આગળનો ઇમેલ છે હિતેશ નિર્મલનો, મહેસાણાથી તેમણે પુછયુ છે કે અમદાવાદ કે ગાંધીનગરમાં ઘર લેવુ હોય તો શું અત્યારે લઇ શકાય?
જવાબ-
હાલમાં ઘર લેવા માટેનો સારો સમય છે. એન્ડયુઝરને સારી કિંમતમાં ઘર મળી રહ્યાં છે. પ્રોપર્ટીની કિંમતમાં પાછલા થોડા વર્ષોમાં કિંમતમાં વધારો નથી આવ્યો. તમને તમારા બજેટ પ્રમાણે વિકલ્પો મળી શકે છે. અફોર્ડેબલ અને હાઇ એન્ડ દરેક વિકલ્પો ઉપલબ્ધ છે. આવનારા સમયમાં પ્રોપર્ટીની કિંમત વધી શકે છે.
સવાલ-
મારે ગોથી વસ્તારમાં ફ્લેટ લેવનું ધ્યાન છે. મારે 4 BHK નો ફ્લેટ લેવો છે, મારૂ બજેટ પણ સારુ છે?
જવાબ-
પ્રોજેક્ટ RERAમાં રીજસ્ટર છે કે નહી તે જાણી લેવુ છે. ડેવલપરનાં જુના પ્રોજેક્ટ જોઇ લેવા છે. પ્રોજેક્ટ માટે કોની કોની સેવા લેવાઇ છે તે જાણી લેવું છે. લક્ઝરી સેગ્મેન્ટનાં ઘર લેતા પહેલા પુરતી તપાસ કરી લેવી છે.
સવાલ-
આગળનો ઇમેલ આવ્યો છે નડિયાદથી સંજય પટેલનો તેમણે જણાવ્યુ છે કે ગોરવા-આંકોડિયા, વડોદરામાં તેમની પાસે જમીન છે, જે તેઓ વેચવાનું વિચારે છે તો આ બાબતે તેમણે આપણી સલાહ માંગી છે?
જવાબ-
ગોરવા-આંકડિયમાં નવી ટીપી આવી રહી છે. આ વિસ્તારમાં રોકાણ કરવાની સારી તક છે. નવી ટીપી આવવાથી તમને સારી કિંમત મળી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.