પ્રોપર્ટીગુરૂમાં આપનુ સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોચાડતો શો એટલે જ પ્રોપર્ટી ગુરૂ. આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.
પ્રોપર્ટીગુરૂમાં આપનુ સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોચાડતો શો એટલે જ પ્રોપર્ટી ગુરૂ. આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.
સવાલ-
બગોદરા વટમાણ રોડ પર અરણેજ રેસિડન્સીમાં રોકાણ કરી શકાય? આ રોકાણને ધોલેરા SIRની નજીક હોવાનો લાભ મળી શકે?
જવાબ-
2009થી આ પ્રોજેક્ટનું અનાવરણ થયું છે. ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ધોલેરા SIRમાં ઘણી કંપનીઓને રસ છે. ધોલેરા SIR ઘણો મોટો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને પ્રતિસાદ આશા મુજબ મળ્યો નથી. આ વિસ્તારમાં લાંબાગાળા માટે રોકાણ કરી શકો છો. બેચરાજી માંડવમાં રોકાણની તક સારી છે. ધોલેરા સાથે બીજા વિસ્તાર પણ મુલવી શકો છો. સરકાર ધોલેરા SIR પર ફોકસ કરી શકે છે.
સવાલ-
ત્રાગટમાં ઘર ખરીદી શકાય?
જવાબ-
આ વિસ્તારમાં 3 મહત્વકાંક્ષી ટાઉનશીપનાં પ્રોજેક્ટ છે. અદાણી ટાઉનશીપનો પ્રોજેક્ટ ત્રાગડમાં છે. ગોદરેજ ટાઉનશીપ ત્રાગડમાં છે. સેવિ સ્વરાજ સ્પોર્ટસ સિટી ત્રાગડમાં છે. આ વિસ્તારમાં રોકાણ કરી શકાય છે. અદાણી શાંતિગ્રામમાં અદાણીનું હેડ ક્વાટર આવશે.
અમદાવાદમાં માઇગ્રન્ટની સંખ્યા વધી રહી છે. મેટ્રો સિટીમાંથી લોક અમદાવાદ આવી રહ્યાં છે. મેટ્રો સિટીમાંથી આવતા લોકોની પસંદ એમિનિટીઝવાળા પ્રોજેક્ટ છે. 30 થી 40 વર્ષનાં લોકો મોટેભાગે ઘર ખરીદે છે. હવે ડેવલપર એમિનિટિઝ પર ફોકસ કરે છે. ટાઇનશીપ પ્રોજેક્ટ ગ્રાહકો પસંદ કરે છે.
સવાલ-
રાજકોટમાં મોરબી હાઇવે પર રતનપરમાં રૂપિયા 78 લાખમાં 3BHK ટેનામેન્ટ લીધુ છે. તેનું ભવિષ્ય કેવું છે?
જવાબ-
તમારા રોકાણનું લોકેશન સારૂ છે. ભવિષ્યમાં પ્રોપર્ટીની કિંમત વધી શકે છે. રાજકોટનો વિકાસ સારો થઇ રહ્યો છે. મોરબી રોડનો વિકાસ સારો થઇ રહ્યો છે.
સવાલ-
અડાજણ-જહાંગીરપુરામાં 3 BHK ફ્લેટ ખરીદવો છે, બજેટ 35 થી 50 લાખ છે. મને પ્રોજેક્ટ અંગે માહિતી આપશો?
જવાબ-
યુવા વયે ઘર ખરીદવાનો ખૂબ સારો નિર્ણય છે. 3 BHK માટે બજેટ 15-20% વધારવુ પડશે. તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી શકે છે. એફોર્ડેબલ પ્રોપર્ટી પર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઘર 80 મીટરથી નાનું હોવુ જોઇએ.
વેસુમાં મોટાભાગની સ્કીમ મોટા ફ્લેટની છે. વેસુમાં અફોર્ડેબલ પ્રોજેક્ટનાં વિકલ્પો ઘમા ઓછા છે. વેસુમાં રિસેલમાં કદાચ 2 BHK મળી શકે છે.
સવાલ-
વડોદરા કારેલીબાગ વિસ્તાર કેવો છે, અહી ઘર લેવા માટે સારા પ્રોજેક્ટનાં વિકલ્પો જણાવશો.
જવાબ-
કારેલીબાગ ખૂબ સારો વિસ્તાર છે. રેસ કોર્સથી નજીકનો વિસ્તાર છે. એરપોર્ટ અને સ્ટેશનની કનેક્ટિવિટી સારી છે. આ વિસ્તારમાં જુના ફ્લેટનાં વધુ વિકલ્પો મળશે. જુના ઘરમાં મોટા ફ્લેટ મળી શકે છે. જુના ઘર પર જીએસટી નહી લાગે.
સવાલ-
RERA કાર્પેટ અને કાર્પેટ એરિયામાં શું તફાવત છે?
જવાબ-
રેરા કાર્પેટ એટલે ચાર દિવાલની અંદરનો વિસ્તાર છે. રેરા કાર્પેટમાં ડકનો સમાવેશ થતો નથી. રેરા કાર્પેટમાં ઘરની અંદરની દિવાલનો સમાવેશ થાય છે. કાર્પેટ એરિયા એટલે કાર્પેટ પાથરી શકાય તેટલો વિસ્તાર છે. RERA ડેવલપરને રેટિંગ આપે તો ગ્રાહકને ફાયદો છે. સામાન્ય માણસને ડેવલપર પસંદ કરવામાં મદદ મળશે. સારા કન્સલટન્ટની મદદથી રોકાણ કરવું હિતાવહ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.