પ્રોપર્ટીને લગતા ખાસ શો પ્રોપર્ટી ગુરૂમાં હુ તમારૂ સ્વાગત કરૂ છુ. પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે મેળવીશુ તમારા સવાલોનાં જવાબ. અને આજે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઇન્ડિયાનાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.
જીગર મોતાનાં મતે ફેસ્ટિવલ સિઝનમાં આ વર્ષે પ્રોપર્ટી માર્કેટનો પ્રતિસાદ મોળો રહ્યો છે. જીએસટી અને રેરા બાદ બુકિંગ ઘટ્યા છે. નવા પ્રોજેક્ટ લોન્ચ નહિવત છે. એન્ડ યુઝર કિંમત ઘટે એવી અપેક્ષા રાખી રહ્યાં છે.
સવાલ: હું પાલળીમાં રહુ છું, મારે જૂના ફ્લેટમાં રોકાણ કરવું છે. નવા બાંધકામમાં જગ્યા ઓછી મળે છે અને એ જ રૂપિયામાં જુના બાંધકામમાં જગ્યા મોટી મળે છે. તો મારે રોકાણ કરવુ જોઈએ?
જવાબ: કથનને સલાહ છે કે રિ ડિવલેપમેન્ટની રાહ જોઇ રોકાણ કરવું હિતાવહ નથી. રિ ડિવલેપમેન્ટ માટે સોસાયટીનાં દરેક સભ્યની મંજૂરી જરૂરી હોય છે. જુના ફ્લેટમાં જીએસટી લાગુ થશે નહી.
સવાલ: અમદવાદથી રોનક ચોખરીયાએ. તેમણે પુછયુ છે કે મે ન્યુ રાણીપમાં નવી પ્રોપર્ટી ખરીદી છે જેનુ પઝેશન મને 2018માં મળવાનું છે. મારે એ જાણવું છે કે આ પ્રોપર્ટી પર જીએસટી કેટલો લાગશે અને આ ઉપરાંત અન્ય કોઇ ચાર્જ લાગશે?
જવાબ: રોનકને સલાહ છે કે તમને આ પ્રોપર્ટી માટે જીએસટી ભરવો પડશે. તમારો પ્રોજેક્ટ રેરા રજીસ્ટર છે કે નહી તે ચકાસવું. દરેક ડેવલપર જીએસટીનો વધુમાં વધુ લાભ પાસ ઓન કરવા પ્રયત્નશીલ છે.
સવાલ: અમે નિલકંઠ બંગલો, અમદાવાદમાં તારિખ 19/09/2016 ના એક બંગલો બુક કર્યો હતો જેનો પૂરો ખર્ચો બેન્ક લોન દ્વારા અને અમારી જમાપૂંજીથી પૂરૂ કરી દીધુ, પણ અત્યાર સુધી જમીન માલિક અને ડેવલપર આ પ્રોપર્ટીના દસ્તાવેજ કરીને નથી આપતા અને અને એનએ મળ્યાની બાદ તેમણે આ સ્કિમ 3 વર્ષમાં પૂરી કરવાની હતી તે પણ પૂરી નથી કરી સ્કિમ અને તેમાં પણ હજુ 10 ટકા કામ બાકી છે. તો અમારે શું કાર્યવાહી કરવી તેની સલાહ આપશો.
જવાબ: સંદિપભાઈને સલાહ છે કે તમારો પ્રોજેક્ટ રેરા રજીસ્ટર છે કે નહી તે ચકાશો. કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ નોંધાવી શકાય.
સવાલ: આગળનો ઇમેલ મળી રહ્યો છે લક્મણ પ્રજાપતિ તરફથી.. તેમણે પુછયુ છે કે મે 3 વર્ષ પહેલા ગાંધીધામમાં તેજી માર્કેટ વિસ્તારમાં ઘર ખરીદ્યું હતુ. હાલમાં તેની કિંમત 20% ઓછી બોલાય છે. હુ આ પ્રોપર્ટી વેચવી જોઇએ કે હોલ્ડ કરવી જોઇએ અને કેટલા સમય માટે હોલ્ડ કરવી જોઇએ.
જવાબ: લક્ષમણને સલાહ છે કે આ પ્રોપર્ટી હાલમાં વેચવી હિતાવહ નથી. ગાંધીધામમાં ભવિષ્યમાં કિંમત વધવાની સંભાવના છે. પ્રોપર્ટી વેચવા માટે થોડી રાહ જુઓ.
સવાલ: વિનય ઓઝાએ પુછયુ છે કે ધોલેરા રેસિડન્શિયલ પ્લોટની ઘણી જાહેરાતો આવે છે. તેનુ ભવિષ્ય કેવુ રહેશે? ધોલેરામાં રોકાણ કરી શકાય?
જવાબ: વિનય ઓઝાને સલાહ છે કે ધોલેરા ભારતની પહેલી સ્માર્ટ સિટી છે. ધોલેરામાં લાંબા સમય માટે રોકાણ કરવું હિતાવહ છે. સારા ડેવલપરની પુરતી જાણકારી મેળવી રોકાણ કરવું.
સવાલ: અમદાવાદથી દિપે લખ્યુ છે કે મારે અમદાવાદ કે વડોદરાની નજીક 500 Sq. Yard ની જમીન લેવી છે. ક્યા મને ઓછી કિંમતમાં જમીન મળી શકે. અને ખરીદી માટે સારો સમય ક્યો?
જવાબ: વડોદરમાં સારી કિંમતે પ્લોટ મળી શકશે.
સવાલ: મારે અમદાવાદમાં 2 BHK ફ્લેટ પોતે રહેવા ખરીદવો છે. મારૂ બજેટ રૂપિયા 50 લાખ સુધી છે. મને સારા વિસ્તાર અને પ્રોજેક્ટની માહિતી આપશો. મારી ઓફિસ પ્રહલાદનગર વિસ્તારમાં છે.
જવાબ: શૈલેષ દેસાઈને સલાહ છે કે સાઉથ બોપલ, વસ્ત્રાપુર વિસ્તારમાં મળી શકે.
સવાલ: મારા પિતા પાસે મુંબઇનાં ગોરેગાંવમાં 1 BHK ફ્લેટ છે, એમના મુજબ આ ફ્લેટની કિંમત 1 કરોડ મળી શકે છે, તેઓ નિવૃત્તિ પછી આ ઘર વેચી ગુજરાતમાં `50 લાખ સુધીમાં 2,કે 3 BHKનું મોટુ ઘર ખરીદી ત્યા નિવૃત જીવન ગાળવા માંગે છે..મારો સવાલ છે શું આ કિંમતમાં ગુજરાતમાં ઘર મળવું શક્ય છે? ક્યા શહેરમાં મળી શકે, અને ક્યુ શહેર અને વિસ્તાર નિવૃત્ત જીવન ગાળવા માટે યોગ્ય છે?
જવાબ: જાનકીને સલાહ છે કે મુંબઇનાં ઘણા લોકો નિવૃત્ત જીવન માટે ગુજરાત પસંદ કરે છે. રૂપિયા 50 લાખમાં ગુજરાતમાં સારા ઘર મળી શકે છે. અમદાવાદ ઘણુ સુરક્ષિત શહેર છે.