2022નુ પહેલુ ત્રિમાસિક અનુમાન કરતા નબળુ છે. કોવિડ વેવની અસર રિયલ એસ્ટેટ પર રહી છે. ઓફિસ લિઝ 11.4 મિલિયન SqFt જેટલુ થયુ છે. ઓફિસ લિઝ અનુમાન કરતા ઓછી રહી છે. ફેબ્રુઆરી બાદ રિયલ એસ્ટેટમાં એક્ટિવિટી શરૂ થઇ છે. 50 થી 60 મિલિયનનુ એબ્ઝોર્બશન 2022 અંત સુધી થઇ શકે છે. ઇન્ડસ્ટ્રીયલ સેકટરમાં 6.6 ml SqFtનુ એબ્ઝોર્બશન છે. વર્ષના અંતે 30 થી 35 ml SqFtનુ એબ્ઝોર્બશન થઇ શકે છે.
રેસિડન્શિયલમાં વેચાણ અનુમાન મુજબ રહ્યા છે. મિડ સેગ્મેન્ટને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. રિટેલ સેક્ટરમાં 0.5 ml SqFtનુ એબ્ઝોર્બશન છે. રિટેલમાં વર્ષના અંતે 5ml SqFtનુ એબ્ઝોર્બશન થઇ શકે છે. આવનારો સમય રિયલ એસ્ટેટ માટે ખૂબ સારો રહેશે. 2022નુ વર્ષ રિયલ એસ્ટેટ માટે સારૂ રહેશે. કોમોડિટીની વધતી કિંમતો રિયલ એસ્ટેટ માટે ચિંતા છે. ઓફિસ લિઝીગની માગ 2022માં વધશે.
સવાલ-
મારે તપોવન સર્કલ પર TP44, રિંગરોડ નજીક રોકાણ કરવુ છે, રેસિડન્શિયલ કે કમર્શિયલમાં રોકાણ કરવુ જોઇએ આપની સલાહ આપશો
TP 44એ અમદાવાદની ઝડપથી વિકસતી TP છે. તમારે TP 44 પાસે રેસિડન્શિયલમાં રોકાણ કરવુ જોઇએ. ગિફ્ટ સિટી નજીક હોવાનો લાભ TP 44 ને છે. રેસિડન્શિયલની માગ આ વિસ્તારમાં ખૂબ વધશે.
સવાલ-
મે 7 વર્ષ પહેલા સાયણરોડ જે સુરતનો આઉટસ્કર્ટ વિસ્તાર છે ત્યા 1000 SqFtનો ફ્લેટ ખરીદ્યો હતો. શુ મને આના પર સારુ એપ્રિશિયેશન મળી શકશે કે મારે આ ફ્લેટ વેચી દેવો જોઇએ
રોકાણની સારી તક હોય તો આ ફ્લેટ વેચી શકો છો. સાયણરોડ પર તમને 7 વર્ષમાં એપ્રિશિયેશન મળી ચુક્યુ હશે.
સવાલ-
પ્રોપર્ટી રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન ઓફિસ કેટલો ચાર્જ લગાડે છે? સ્ટેમ્પડ્યુટી કેટલી લાગે છે? રજીસ્ટર્ડ બાનાખત માટે કેટલા રૂપિયા ચુકવવા પડે છે?
પ્રોપર્ટી રજીસ્ટ્રેશન માટે 1 ટકા હોય છે. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી 4.9 ટકા લાગુ છે. એડવોકેટ ફી વગેરે અલગ અલગ હોય શકે છે.
સવાલ-
મે Mr. A પાસેથી ઘર ખરીદ્યુ છે, તેમની પાસે કબ્જા રસીદ કરાર હતો, જે તેમણે મને આપ્યો હતો. હવે હુ ડેવલપરને મરા નામ પર સેલ ડીડ બનાવવા કહુ છુ જે તેઓ નથી માની રહ્યા, Mr.A હવે હયાત નથી, તેમની એકમાત્ર દિકરી મને NOC આપી ચુકી છે છતા ડેવલપર તરફથી મને સહયોગ નથી મળી રહ્યો. આ સ્થિતીમાં મારે શુ કરવુ જોઇએ?
તમને પ્રોપર્ટી વેચનારે ડેવલપરને પૈસા ચુકવ્યા હતા કે નહી તે ચકાસી લો. ડેવલપરનુ પેમેન્ટ બાકી હોય તો ડેવલપર આનાકાની કરે એ સ્વાભાવિક છે. તમે મકાન વેચનારના દિકરી સાથે દસ્તાવેજો લઇ ડેવલપરને મળો છો. ચકાસી લો કે આ પ્રોજેક્ટ RERA રજીસ્ટર છે નહી. તમારે એડવોકેટની સલાહ લેવાની જરૂર છે.
સવાલ-
મારી પાસે વસ્ત્રાલ ગામમાં 1 વીઘા જમીન છે, આ જગ્યા SP રિંગરોડથી અડધો કિમી અંદર, વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પાસે છે, RF કેમ્પની બાજુમાં રેસિડન્શિયલ TP1માં છે, આ જગ્યાને વેચવાથી કેટલી કિંમત મળી શકે?
તમારી જમીન NA છે કે નહી તે જોવુ રહ્યું. રોડ વિથ, ઝોનિંગ સર્ટફિકેટ વગેરે મુજબ કિંમત નક્કી થશે. તમારી જમીન સારા લોકેશન પર છે. વસ્ત્રાલમાં ઘણો વિકાસ થઇ રહ્યો છે
સવાલ-
અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પર 3300/SqFt કિંમત પર રોકાણ કરી શકાય? વધુમાં તેમણે પુછયુ છે કે બેન્ક ડિપોઝીટની સરખામણી જો રિયલ એસ્ટેટ સાથે કરીએ તો કયુ રોકાણ વધુ સારૂ?
વૈષ્ણવદેવી સર્કલની આસપાસ ઘણી કંપનીના હેડ ક્વાટર છે. વૈષ્ણવદેવી ઝડપથી વિકસતો કમર્શિયલ વિસ્તાર કરે છે. અમદાવાદ, ગાંધીનગર સાથે સારી કનેક્ટિવિટી છે. વૈષ્ણવદેવીમાં તમે રેસિડન્યિલમાં રોકાણ કરી શકો છો. 3300/SqFt કિંમત યોગ્ય છે.