પ્રતિક કતારિયાનું કહેવુ છે કે નવી પેઢીના ડેવલપર એક સાથે કનેક્ટ થઇ કામ કરી રહ્યા છે. રિયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી સાથે મુદ્દાઓ પર ચર્ચા કરાય છે. NAREDCO NEXT GENને 4 વર્ષ થયા છે. NAREDCO NEXT GENની શરૂઆત મહારાષ્ટ્રથી થઇ. ગુજરાતમાં પણ NAREDCO NEXT GENના ચેપ્ટર છે. ભવિષ્યમાં અન્ય રાજ્યોમાં પણ NAREDCO NEXT GENના ચેપ્ટર આવશે.
પ્રતિક કતારિયાના મતે RERAએ રિયલ એસ્ટેટમાં આવેલો મોટો બદલાવ. યુવાવર્ગ માટે ટ્રાન્સપરન્સી ખૂબ જરૂરી છે. ગ્રાહકોને RERA દ્વારા બધી જ માહિતી મળે છે. રિયલ એસ્ટેટમાં AIનો ઉપયોગ પણ થવા લાગ્યો છે. ગ્રાહકો પણ AIનો લાભ લઇ શકે છે.
પ્રતિક કતારિયાના મુજબ GRETIમાં ભારતનો સ્કોર સુધર્યો છે. ભારતનો રિયલ એસ્ટેટ ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સમાં સ્કોર 2.82 હતો. ભારતનો રિયલ એસ્ટેટ ટ્રાન્સપરન્સી ઇન્ડેકસમાં સ્કોર 2.73 થયો. RERAને કારણે પારદર્શકતા આવી છે. જમીનને લગતી તમામ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
પ્રતિક કતારિયાનું માનવું છે કે યુવા ગ્રાહકનો ઘર ખરીદારી માટેનો અભિગમ છે. કોવિડ બાદ લોકોએ ઘરનુ મહત્વ સમજ્યુ. અફોર્ડેબિલિટી ઇન્ડેકસ મુજબ રિયલ એસ્ટેટની અફોરેડેબિલિટી સુધરી છે. કુલ ઇનકમ સામે EMI પ્રમાણે અફોર્ડેબિલિટી જોવાય છે. કોવિડ બાદ યુવા વર્ગ ઘરની ખરિદારી કરી રહ્યાં છે.
પ્રતિક કતારિયાના મુજબ વધતા વ્યાજદરની ઘરોની માગ પર અસર છે. ફુગાવા ઘટાડવા માટે વ્યાજદર વધારાય રહ્યા છે. અફોર્ડેબિલટી સારી હોવાથી ઘરોની માગ પર અસર નહી.
પ્રતિક કતારિયાનું કહેવુ છે કે મુંબઇના સેન્ટ્રલ સબર્બમાં વેચાણ વધ્યા. મુંબઇમાં લકઝરી માર્કેટની ઇન્વેન્ટરી હતી. કોવિડ બાદ લોકોની મોટા ઘરની માગ વધી. મુંબઇના વિવિધ સબર્બમાં હવે લકઝરી ઇન્વેન્ટરી ઘટી છે. અફોર્ડેબલ ઘરોની માગ પણ વધતી જોવા મળી હતી. દરેક સેગ્મેન્ટમાં હવે નવા પ્રોજેક્ટ લોન્ચ થઇ રહ્યા છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં હાલ બધુ બરાબર ચાલી રહ્યું છે. મુંબઇમાં ઇન્ફ્રાના વિકાસથી આસપાસના વિસ્તાર વિકસી રહ્યાં છે.
પ્રતિક કતારિયાના મતે રિયલ એસ્ટેટમાં રોકાણના ઘણા વિકલ્પો છે. કમર્શિયલ, ઓફિસ જેવા પ્રોજક્ટમાં રોકાણ કરી શકાય. સિનિયર લિવિંગ, કો-વર્કિંગસ્પેસ, કો લિવિંગ, વરેહાઉસમાં ઘણી તકો છે. REIT પણ રોકાણનો એક સારો વિકલ્પ છે. REITs દ્વારા રોકાણકારોને ખૂબ સારો લાભ મળશે. વેરહાઉસનો ગ્રોથ ખૂબ સારો થયો છે. REITsમાં તમે નાની રકમથી પણ રોકાણ કરી શકો છો.
પ્રતિક કતારિયાનું માનવુ છે કે સસ્ટેનેબલ પ્રોજકટનુ મહત્વ વધ્યુ છે. રેઇન વોટર હારવેસ્ટિંગ, સોલાર એનર્જી વગેરે જરૂરી બન્યુ છે. મુંબઇ જેવા શહેરોમાં રેઇનવોટર હારવેસ્ટિંગ જરૂરી છે. ગ્રીન બિલ્ડિંગના ડેવલપમેન્ટ વધી રહયાં છે.
પ્રતિક કતારિયાના મુજબ મેન્ટેનેબલ એમિનિટિઝની માગ વધી રહી છે. એમેનિટિઝને મેન્ટેન કરવી સોસાયટી માટે મુશ્કેલ બનતુ હોય છે. સ્વિમિંગપુલની ગ્રાહકોની માગ ઘટી છે. ગ્રાહકો તરફથી ખુલ્લી જગ્યા, ગાર્ડન વગેરેની માગ વધી રહી શકે. સ્પોર્ટસ માટેની જગ્યાની માગ વધી રહી છે.