2020 રિયલ એસ્ટેટ માટે સારૂ વર્ષ રહેશે. 2019માં સારા રિફોર્મ આવ્યા છે. 2020 અફોર્ડેબલ માટે સારૂ વર્ષ રહેશે. GDPમાં રિયલ એસ્ટેટ 8% ભાગ ભજવે છે. હાલ GDP ઘણી લો છે. ટેક્સ કલેકશન મોડરેટ રહ્યું છે. અર્થતંત્ર હાલ મુશ્કેલીમાં છે. રિયલ એસ્ટેટ માટે મોટા રિફોર્મની શક્યતા નથી. પાછલા વર્ષમાં સરકારે ઘણી રાહત આપી છે. લિક્વિડિટી વધારવાનાં પ્રયાસ થયા છે. મોર્ડન ટેન્ન્સી એક્ટનો ડ્રાફ્ટ બન્યો છે. REITsની શરૂઆત થઇ ચુકી છે.
ઇન્વેન્ટરી હાલ વધી નથી રહી. ભારતનું અર્થતંત્ર સ્લો પડ્યુ છે. NAREDCOનું ઓનલાઇન પોર્ટલ લોન્ચ. હવે ફ્લેટ ઓનલાઇન બુક થઇ શકે. ગ્રાહકના વિશ્ર્વાસનો અભાવ છે. ગ્રાહક કિંમતો ઘટવાની રાહ જુએ છે. NAREDCO વિશ્ર્વાસ લાવવાનો પ્રયાસ કરે છે. બેન્કોનો પણ પુરતો સહયોગ મળી રહ્યો છે. પોર્ટલ આખા ભારત માટે લોન્ચ થયું છે.
અફોર્ડબલ હાઉસિંગ અંગે ચર્ચા
મુંબઇની બહાર અફોર્ડેબલની સીમા અમલી થઇ શકે. મુંબઇમાં અફોર્ડેબલ કિંમત શક્ય નથી. અફોર્ડેબલ માત્ર સાઇઝ જ મહત્વની હોવી જોઇએ. ₹45 લાખની કિંમતની સીમા હટાવવી જોઇએ. અફોર્ડેબલ માટે વ્યાજદર ઘટવા જોઇએ. અફોર્ડેબલમાં માર્જીન ઘણા ઓછા હોય છે.
લિક્વિડિટીની સમસ્યા ઘણી મોટી છે. ડેવલપરને લિક્વિડિટીની સમસ્યા છે. ગ્રાહકને પણ લિક્વિડિટીની સમસ્યા છે. AIFની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. AIFની લિમિટ વધારી શકાય. NPAનાં ક્રાઇટેરિયામાં થોડી છુટ મળવી જોઇએ. NPA માટે આ વર્ષ માટે રોલ ઓવર જરૂરી છે. NPA રોલઓવર થવાથી ઘણા લાભ છે. ઇન્ફ્રામાં રોકાણ ઝડપથી થવું જોઇએ. રૂરલ એરિયામાં ઇન્ફ્રા વધારવું જરૂરી છે. કન્ઝપ્શન વધારવું ખૂબ જરૂરી છે. ફેસિકલ ડેફિસિટમાં સુધારો થયો છે. હાલ લિક્વિડિટી પર વધુ ધ્યાન આપવુ જરૂરી છે. વિનિવેશની પ્રક્રિયા ઝડપથી થવી જોઇએ. પ્રોપર્ટીની માંગ વધારવા પ્રયાસ જરૂરી છે.
રેન્ટલ હાઉસિંગ અંગે ચર્ચા
રેન્ટલ હાઉસિંગની પોલિસી આવશે. રેસિડન્શિયલ રેન્ટલમાં યિલ્ડ નથી. વન ટાઇમ લોન રિસ્ટ્રકચરિંગ થવુ જોઇએ. 2008 જેવુ પગલુ ફરી લેવાવું જોઇએ. લિક્વિડિટીની સમસ્યા દુર થવી જોઇએ. સબવેન્શન સ્કીમ ચાલુ થવી જોઇએ. અફોર્ડેબલ માટે ₹45 લાખની સીમા રદ થવી જોઇએ.
બજેટમાં ટેક્સમાં રાહત મળી શકે?
ટેક્સ ઘટવાની શક્યતા ઓછી છે. સેક્શન 24ની લિમિટ વધારવી જોઇએ. સેક્શન 80Cની 1.5 લાખની લિમિટ વધી શકે. પ્રિઝમ્ટીવ ટેક્સ હટાવવા જોઇએ. સરકારે ડેવલપર પર ભરોષો કરવો જોઇએ. બજારમાં ઇન્વેન્ટરી ભેગી થઇ છે. પ્રિઝમ્ટીવ ટેક્સને કારણે ડેવલપરને મુશ્કેલી છે. GST ભારતનું મોટુ રિફોર્મ છે. GSTને સરળ કરવા ખૂબ જરૂરી છે. લેન્ડ ટ્રાન્ઝેક્શન પર 18% GST છે. લેન્ડ પર GST ઘટાડવો જોઇએ.



