પ્રોપર્ટી ગુરુ: આવનારા વર્ષમાં કેવો રહેશે રિયલ એસ્ટેટનો ગ્રોથ? - property guru what will be the real estate growth in the coming year | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: આવનારા વર્ષમાં કેવો રહેશે રિયલ એસ્ટેટનો ગ્રોથ?

કોવિડ સમયે લોકોએ ઘરની કિંમતો સમજી છે. 2 વર્ષમાં ઘરોની માંગ વધતી જણાય છે. લોકડાઉન જેમ જેમ ખુલતુ ગયુ ઘરોની માગ વધતી ગઇ છે.

અપડેટેડ 11:58:20 AM Oct 17, 2022 પર
Story continues below Advertisement

ક્રિડાઇ- MCHIના સેક્રેટરી, ડિરેકટર અજમેરા રિયલ્ટી & ઈન્ફ્રા, ધવલ અજમેરાના મતે -

કેવુ રહ્યું આ વર્ષ રિયલ એસ્ટેટ માટે?

કોવિડ સમયે લોકોએ ઘરની કિંમતો સમજી છે. 2 વર્ષમાં ઘરોની માંગ વધતી જણાય છે. લોકડાઉન જેમ જેમ ખુલતુ ગયુ ઘરોની માગ વધતી ગઇ છે. રાજ્ય સરકાર દ્વારા પણ સ્ટેમ્પ ડ્યુટી જેવી રાહત અપાઇ છે. મહારાષ્ટ્ર BMC પ્રિમિયમની પણ રાહત આપી હતી. રિયલ એસ્ટેટને બુસ્ટ મળતા અર્થતંત્રને પણ બુસ્ટ મળ્યુ છે. છેલ્લા 2 વર્ષમાં રિયલ એસ્ટેટનો ગ્રોથ ખૂબ સારો છે. આવનારા સમયમાં પણ માગ ખૂબ સારી રહી શકે છે.

વર્ષ દરમિયાન ઘરોના વેચાણ ખૂબ વધ્યા

રિયલ એસ્ટટેની માગ એ લોકોની રિયલ જરૂરિયાત છે. હાઉસિંગ ફોર ઓલનુ સરકારનુ સપનુ સાકાર થઇ રહ્યું છે. રિયલ એસ્ટેટની ડિમાન્ડ ભારતભરમાં ખૂબ સારી છે. 5 થી 8 વર્ષમાં રિવાઇવલ અને ગ્રોથ દેખાઇ રહ્યો છે. 4 થી 5 વર્ષ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી તેમજ ગ્રાહકો માટે સારા રહેશે. મુંબઇના અને MMRના લોકો આ એક્સપોની રાહ જુએ છે. એક જ પ્લેટફોર્મ પર ગ્રાહકોને ઘણા બધા વિકલ્પો એક સાથે મળે છે. ગ્રાહકોનો એક્સપોને મળેલો પ્રતિસાદ રિયલ એસ્ટેટમાં લોકોનો રસ દર્શાવે છે.


સ્ટેમ્પ ડ્યુટી પર ફરી રાહત કેટલી જરૂરી?

ગ્રાહકોને જ્યારે સરકારે રાહત આપી છે તેનાથી મોટુ બુસ્ટ મળતુ છે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડા સમયે ઘણી પ્રોપર્ટી રજીસ્ટર થઇ છે. સરકારના ઇન્સિટિવથી લોકોને લાભ અને ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળે છે. સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટેની હજી જરૂર છે. રિયલ એસ્ટેટ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. ગ્રાહકોની ડિમાન્ડ વધે તેવા પ્રયાસ સરકારે કરવા જોઇએ. સરકારના સ્ટેમ્પ ડ્યુટી, પ્રિમિયમ પર અપાયેલી રાહતથી સારૂ બુસ્ટ મળ્યુ છે. આવા બુસ્ટની ઇન્ડ્સ્ટ્રીને હજી જરૂર છે. વ્યાજદર ઓછા હોય તો પણ હોમબાયિંગને બુસ્ટ મળી શકે છે. અર્થતંત્ર, ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટનો ગ્રોથ ખૂબ જરૂરી છે.

ક્રિડાઇ mchiના સીઓઓ, કેવલ વાલંભિયાના મતે -

રશિયા-યુક્રેન તણાવની રિયલ એસ્ટેટ પર અસર

રશિયા-યુક્રેન વોર ગ્લોબલ ક્રાઇસિસ છે. સ્ટીલ સિમેન્ટની કિંમતો 18 થી 22%નો વધારો થયો હતો. જીઓ પોલિટિકલ ટેન્શનથી બાંધકામ ખર્ચ વધ્યો હતો. ભારતનુ અર્થતંત્ર આ સંકટ સામે ટકી શક્યુ છે. ફ્યુલની કિંમતોમાં વધારાની અસર પણ રિયલ એસ્ટટ પર આવે છે. 29 વર્ષથી મુબંઇમાં CREDAI-MCHI પ્રોપર્ટી એક્સપો થાય છે.

1 લાખ SqFt વિસ્તારમાં 100 થી વધુ ડેવલપર્સે એકસપોમાં ભાગ લીધો છે. મુંબઇ અને MMRથી ઘણા લોકો એક્સપોની મુલાકાત લઇ રહ્યાં છે. ઇ-રજીસ્ટ્રેશન માટેનુ કાઉન્ટર પણ આ એક્સપોમાં જોવા મળી શકે છે. 4 દિવસમાં 1 લાખથી વધુ લોકો આ એકસોની મુલાકાત લઇ શકે છે. મુંબઇ-MMRને અપ-લિફ્ટ કરવાનો MCHI-CREDAIના પ્રયાસ છે.

મહારાષ્ટ્ર સરકારને એક પોલિસી ઇનિસિયેટિવ બુક અર્પણ કરી છે. આ બુકમાં ઘણા દિગ્ગજો દ્વારા પોલિસી ઇનિસ્યેટીવ ની વાત કરી છે. મુંબઇ -MMRને 1 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાની વાત થઇ છે. સરકારનો સપોર્ટ ખૂબ સારો મળી રહ્યો છે. સરકારના સાથથી યોગ્ય કિંમત પર લોકોને ઘર મળી રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 15, 2022 4:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.