પ્રોપર્ટી ગુરૂ: 2022નુ વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવુ રહેશે? - property guru what will the year 2022 be like for real estate | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: 2022નુ વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવુ રહેશે?

2022નુ વર્ષ રેસિડન્શિયલ માટે સારૂ રહેશે. 2021 દરમિયાન રેડી ફ્લેટ સૌથી વધુ વેચાયા છે.

અપડેટેડ 01:19:57 PM Jan 03, 2022 પર
Story continues below Advertisement

હિરાનંદાણી ગ્રુપના ફાઉન્ડર અને એમડી, વાઇસ-ચેરમન નેશનલ, Naredco, ડો. નિરંજન હિરાનંદાણીનું કહેવું છે કે ઘરોના વેચાણ ખૂબ સારા થઇ રહ્યાં છે. લોકોને ઘર ખરિદવામાં ખૂબ રૂચિ આવી છે. 40 વર્ષના સૌથી ઓછા દર પર હોમલોન મળી રહી છે. 2021નુ વર્ષ રિયલ એસ્ટેટ માટે રહ્યું છે. સરકારના પગલા અને ઓછા વ્યાજદરનો ગ્રાહકોને લાભ મળે છે.

2022નુ વર્ષ રેસિડન્શિયલ માટે સારૂ રહેશે. 2021 દરમિયાન રેડી ફ્લેટ સૌથી વધુ વેચાયા છે. ટાઉનશિપના ફ્લેટ વધારે વેચાયા છે. લોકોએ પોતાના ઘર અપગ્રેડ કરી રહ્યાં છે. લોકોના જુના ઘર પણ સરળતાથી વેચાયા છે. લોકો માટે અપગ્રેડેશન પણ સરળ બન્યુ છે. લોકો દુરના લોકેશનમાં પણ ઘર લેવા તૈયાર છે.

વર્ક ફ્રોમ હોમની અસરથી સારા ઘરની માગ વધી છે. વોક ટુ વર્ક જેવા ટ્રેન્ડ પણ દેખાઇ રહ્યાં છે. કો-વર્કિંગ સ્પેસનો ટ્રેન્ડ પણ આવી રહ્યો છે. ઇન્વેન્ટરીમાં ઘણો ઘટાડો થયો છે. રેડી ઇન્વેન્ટરી લગભગ શૂન્ય થઇ છે. કોવિડની અનિષ્ચતતા ઘટી રહી છે. ડેવલપરે ઘરોની કિંમતો વધારી નથી. ઘરનો બાંધકામ ખર્ચ ખૂબ વધી ગયો છે. ઘરોની કિંમતો આવતા વર્ષ વધશે.

અફોર્ડેબલ સેગ્મેન્ટમાં કિંમતો વધશે. માંગ વધુ હોવાથી પણ કિંમતો વધશે. લોકો સારા ઘરો માટે કિંમત ચુકવવા તૈયાર છે. રિયલ એસ્ટેટને સરકારે રાહત આપવી જોઇએ. મુંબઇ જેવા શહેરમાં હજી લોકો ઝુપડપટ્ટીમાં રહે છે તેમને ઘર મળવા જોઇએ. રિયલ એસ્ટેટને રાહત મળતા GDP પણ સુધરશે.

અજમેરા રિયલ્ટી અને ઇન્ફ્રાના ધવલ અજમેરાનું કહેવું છે કે 2021નુ વર્ષ રિયલ એસ્ટેટ માટે સારૂ વર્ષ રહ્યું છે. આ વર્ષ દરમિયાન લોકો ઘરનુ મહત્વ સમજ્યા છે. 2021માં ઘરોના વેચાણ ખૂબ વધ્યા છે. સરકાર દ્વારા પણ સારા બુસ્ટ અપાયા છે. સ્ટેમ્પ ડ્યુટી પર રાહતથી ઘણી રાહત મળી છે. દરેક ભારતીય પોતાનુ ઘર ઇચ્છી રહ્યું છે.


લોકો હવે ઘરમાં કામ કરવાની ઇચ્છા રાખે છે. હવે લોકો મોટા ઘરમાં રહેવા ઇચ્છે છે. લોકો પ્રિમાયસિસમાં એમેનિટિઝ સાથેના ઘરોમાં રૂચિ છે. મેટ્રો, કોસ્ટલ રોડ આવી રહ્યાં છે. લોકો ઘર ઓફિસની નજીક ઇચ્છી રહ્યા છે. દરેક સબર્બમાં કમર્શિયલ સ્પેસ આવશે. કોવિડની અસરથી બહાર નીકળવા સરકારે સારી મદદ કરી છે.

આ વર્ષ દરમિયાન ઘરોના રજીસ્ટ્રેશન સૌથી વધુ થયા છે. સરકારે સ્ટેમ્પ ડયુટી પર રાહત ચાલુ રાખવી જોઇએ. ઇનપુટ કોસ્ટને નીચે લાવવા માટે પગલાઓ રાખવા જોઇએ. જીએસટીને લઇને અમુક રાહતો અપાઇ તે જરૂરી છે. વ્યાજદર હાલના સ્તરે જ ચાલુ રહેવા જોઇએ. રિયલ એસ્ટેટના ગ્રોથથી ઘણી ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળી શકે છે.

આઈટી સેક્ટરનો ગ્રોથ અમુક શેહરોમાં છે. મુંબઇ જેવા શહેરોમાં કમર્શિયલ સેગ્મેન્ટ વધશે. ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની રહયું છે. કમર્શિયલ અને વેરહાઉસિંગમાં મોટો ગ્રોથ આવી શકે છે. જીડીપી વધશે તો રિટેલ સેક્ટરમાં પણ ગ્રોથ આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 01, 2022 2:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.