કોને લાગશે GST?
કોને લાગશે GST?
રેન્ટલ માર્કેટને GSTના દાયરામાં લેવાયુ છે. જો લેન્ડ લોર્ડ અને ભાડુઆત GST રજીસ્ટર હોય તો GST લાગશે. મકાનનો ઉપયોગ વ્યક્તિગત રીતે રહેવા માટે થતો હોય તો GST નહી લાગે. મકાનનો ઉપયોગ વ્યવસાય માટે થશે તો GST લાગશે. રેસિડન્શિયલ પ્રોપર્ટીનો ઉપયોગ કમર્શિયલ માટે થશે તો GST લાગશે. જો GST ભરવાનો થયો હશે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે.
કોર્પોરેટ રેન્ટિંગમાં કઇ રીતે લાગશે GST?
કંપની અને લેન્ડલોર્ડ વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ થશે તો GST લાગશે. કંપની સાથે એગ્રીમેન્ટ થયુ હોવાથી કંપનીને GST લાગશે. જે ઇમ્પલોયી એનો ઉપયોગ કરે છે તેને GST લાગતો નથી. કંપની પ્રોપર્ટી ભાડા પર લેશે તો તેના પર 18 ટકા GST લાગશે. કંપની ઇમ્પલોયી માટે ઘર ભાડા પર લે તો પણ GST લાગશે. જો પર્સનલી કોઇ ઘર ભાડે લઇ એમા રહે છે તો GST નથી લાગતો. GST રજીસ્ટર લેન્ડલોર્ડ પ્રોપર્ટી ભાડે આપે તો GST લાગશે. ભાડુઆત પ્રોપર્ટીનો ઉપયોગ કમર્શિયલ તરીકે કરે છો તો GST લાગશે.
સુપર ટેકના ટ્વીન ટાવરને તાજેતરમાં કોર્ટના આદેશ મુજબ ડિમોલીશ કરવામાં આવ્યુ. વર્ષોની લડાઇ બાદ આ શક્ય બન્યુ પરંતુ શુ આ ડેવલપરની ગેરનિતી સામે ગ્રાહકોના સંઘર્ષની જીતને મનાવવાનો સમય છે કે આ ઘટનાથી ઘર ખરિદનાર ગ્રાહકોએ પણ કોઇ શીખ લેવી જોઇએ
સુપરટેકના ટ્વીન ટાવર સુપ્રિમ કોર્ટના આદેશથી ડિમોલીશ કરાયા છે. સુપ્રિમ કોર્ટનો ચુકાદો ગ્રાહકોના પક્ષમાં છે. ગ્રાહકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા જાગૃત બનવુ જોઇએ. ઘણી બધી મંજૂરીઓ બાદ ડેવલપમેન્ટ થતા હોય છે. આ કેસ ભષ્ટ્રાચાર કરનારાઓ માટે પણ ઉદાહરણ બન્યો છે.
સવાલ-
શુ સોસાયટી પાસે શેર સર્ટિફિકેટ ન હોય ત્યારે એ ટ્રાન્સફર ફીના ડિમાન્ડ કરી શકે? ટ્રાન્સફર ફીઝને લગતા શુ નિયમો છે.
જવાબ-
સોસાયટી વેચનાર અને ખરીદનાર પાસે મોટી રકમ ટ્રાન્સફર રકમ તરીકે લે છે. નિયમ પ્રમાણે 25000 રૂપિયાથી વધારે ટ્રાન્સફર ફી ચાર્જ ન થવી જોઇએ. નવા માલિકનુ નામ શેર સર્ટિફિકેટ પર આપવાની જવાબદારી સોસાયટીની છે. શેર સર્ટિફિકેટ પર નામ ન આવ્યુ હોય તો તમે ટ્રાન્સફર ફી અટકાવી શકો છો.
સલાહ-
મારે થાણેમાં ઘર ખરીદવું છે, શું મને 1 કરોડમાં 2 કે 3 BHK નીચે મળશે? કયા વિસ્તાર રહેઠાણ માટે સારો છે?
જવાબ-
થાણા માટે 1 કરોડ રૂપિયાનુ બજેટ છે. થાણા વેસ્ટમાં લોધાનો એક પ્રોજેક્ટમાં તમને વિકલ્પ મળી શકે છે. દોસ્તી, કલ્પતરૂ જેવા ડેવલપરના પણ થાણામાં પ્રોજેક્ટ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.