પ્રોપર્ટી બજાર: પિરામલ મહાલક્ષ્મીની મુલાકાત - property market visit to piramal mahalaxmi | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: પિરામલ મહાલક્ષ્મીની મુલાકાત

માયાનગરીનાં નામે જાણીતુ મુંબઇ છે. ભારતની આર્થિક રાજધાની મુંબઇ છે.

અપડેટેડ 02:09:41 PM Oct 14, 2019 પર
Story continues below Advertisement

માયાનગરીનાં નામે જાણીતુ મુંબઇ છે. ભારતની આર્થિક રાજધાની મુંબઇ છે. કુદકેને ભુસકે વિકસતુ શહેર મુંબઇ છે. રિયલ એસ્ટેટ માટે મોંઘુ શહેર મુંબઇ છે. મહાલક્ષ્મી સાઉથ મુંબઇનું સારૂ લોકેશન છે. મહાલક્ષ્મીની કનેક્ટેવિટી સારી છે.

પિરામલ રિયલ્ટી મુંબઇનાં ડેવલપર છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે નિષ્ણાંતોની ટીમ છે. ગ્રાહકો માટે પિરામલ વિશ્ર્વાસ યોગ્ય નામ છે. 4 એકરમાં પ્રોજેક્ટ છે. 63 માળનાં 3 ટાવર છે. 8 માળ સુધી પાર્કિંગ છે. 1212 SqFt વિસ્તારમાં 3 BHK છે. 9.6 X 5.4 SqFtની એન્ટ્રન્સ લોબી છે. શૂ રેક રાખી શકાય.

12 X 22.5 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. TV વોલનું આયોજન કરી શકાય. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. હવા -ઉજાસની સારી વ્યવસ્થા છે. 12 X 3.10 SqFtની બાલ્કનિ છે. બાલ્કનિમાંથી મળશે રેસકોર્સનો વ્યુ.

10.8 X 8.4 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. ફ્રીજ માટેની જગ્યા આપેલ છે. સર્વિસ પ્લેટફોર્મ અપાશે. સ્ટેનલેસ સ્ટીલનુ સિન્ક છે. માઇક્રોવેવ-ઓવન માટે જગ્યા છે. 3.7 X 6.5 SqFtનો યુટિલિટી એરિયા છે. 5.9 X 6 SqFtનો સર્વન્ટરૂમ છે. સર્વન્ટરૂમનો પ્રવેશ અલગ છે.

13.6 X 11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV વોલ કે મેમરી વોલ બનાવી શકાય. માર્બલનું ફ્લોરિંગ હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. સ્લાઇડિંગ વિન્ડો આપેલ છે. 8.2 X 5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ
માર્બલ કવર વોલ્સ અપાશે.

12.11 X 11.10 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રન રૂમ બનાવી શકાય. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. પુરતી જગ્યાવાળો રૂમ છે. TV વોલ કે મેમરી વોલ બનાવી શકાય. સારા નજારાનો લાભ મળે છે. 8 X 5 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ કરવામાં આવ્યા છે. ગિઝર આપવામાં આવશે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે.

11.9 X 14.7 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા સારી છે. ડ્રેસિંગ સ્પેસ બનાવી શકાય. TV વોલનું આયોજન થઇ શકે. L-શેપ વિન્ડો આપશે સારો વ્યુ. 8 X 5 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે.

પિરામલ રિયલ્ટીનાં ગૌરવ સહાની સાથે ચર્ચા
મહાલક્ષ્મી સાઉથ મુંબઇનું સારૂ લોકેશન છે. મહાલક્ષ્મી પ્રિમિયમ લોકેશન છે. મહાલક્ષ્મી રેસકોર્સનાં વ્યુ મળશે. ત્રણ તરફથી પ્રોજેક્ટને એક્સેસ મળશે. મહાલક્ષ્મીનું સોશિયલ ઇન્ફ્રા ખૂબ સારૂ છે. મોલ અને ક્લબ નજીક છે. સ્કુલ અને કોલેજ નજીક છે.

શું છે પિરામલ મહાલક્ષ્મીમાં ખાસ?
ડિઝાઇનમાં સનલાઇટ મળે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ફુલ હાઇટેડ વિન્ડો અપાઇ છે. અવાજ ઘટે એવા ગ્લાસનો ઉપયોગ છે. સારા વ્યુ મળે એવુ આયોજન છે. 2,3,4 BHKનાં વિકલ્પો છે. દરેક બજેટ માટે વિકલ્પો છે. ઓપન સ્પેસ ઘણી આપવામાં આવી છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ
ખાસ ક્લબ હાઉસ બનાવવામાં આવશે. લાઇફટાઇમ વ્યુઝનો લાભ ગ્રાહકોને મળશે. AC ડેવલપર દ્વારા અપાશે.

કેવી હશે પિરામલ મહાલક્ષ્મીની એમિનિટિઝ?
પોડિયમ લેવલ પર ઘણી એમિનિટિઝ છે. સ્વિમિંગ પુલની સુવિધા છે. વિવિધ રમત ગમત માટેની સુવિધા છે. સ્પા અને સલોનની સુવિધા છે. જીમની સુવિધા અપાશે. ક્લબહાઉસમાંથી મળશે સારા વ્યુઝ.

કેવો છે પ્રોજેક્ટને રિસ્પોન્સ?
પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ છે. ટાવર-1માં 70 થી 75% બુકિંગ છે. એક વર્ષમાં 3 ટાવરનાં લોન્ચ થયા. ટાવર 3 માં 2 BHKનાં વિકલ્પો છે. 400થી વધુ ફેમલિએ ફ્લેટ ખરીદ્યા છે. હાઇ એન્ડ પ્રોજેક્ટ છતા સારો પ્રતિસાદ છે.

કેટલી છે પિરામલ મહાલક્ષ્મીમાં ફ્લેટની કિંમત?
રૂપિયા 3 થી 12 કરોડની કિંમતમાં ફ્લેટ છે. 2,3,4 BHKનાં ફ્લેટનાં વિકલ્પો છે.

2015થી પિરામલ રિયલ્ટીની શરૂઆત થઈ છે. મુંબઇમાં ગ્રુપનાં 4 રેસિડન્ટલ પ્રોજેક્ટ છે. કુર્લામાં એક કમર્શિયલ પ્રોજેક્ટ છે. લગભગ રૂપિયા 15 મિલિયન SqFtનું ડેવલપમેન્ટ છે. મુંબઇનાં વિવિધ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવશે. 4 થી 5 વર્ષમાં પઝેશન અપાશે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 12, 2019 4:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.