જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે ગઈકાલે એફઆઈઆઈના ડેટા શૉર્ટ સાઈડ પર એક્ટિવ થયા છે. કૉલ બેન્ક અને પુટ શૉર્ટનો ડેટાની સરખામણી કરશો તો કૉલ રાઈટિંગ અને પુટ બાઈન્ગ વધારે થયું છે. ગઈકાલે ઈન્ડેક્સમાં નીચેથી સારી રિકવરી જોવા મળી હતી. પરંતુ ઉપરમાં 17350-17400ના લેવલને પાર નથી કરતો.
કિરણ જાનીનું કહેવું છે કે ઓવર બોટ ઝોનમાં નિગેટીવ ડાયવર્ઝન જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટીમાં એક નિગેટિવ સાઈન જોવા મળી હતી. બેન્ક નિફ્ટી છેલ્લા 2 દિવસથી સતત 39000 પર સસ્ટેન થતી હતી. પરંતુ 39000ના કૉલ રાઈટરમાં પોઝિશન વધતી હતી. જેથી માર્કેટમાં થોડો પ્રોફટ બુકિંગ હાવી થઈ શકે છે. નિફ્ટીમાં 17200ના કૉલ રાઈટર્સ પર પોઝિશન વધારતા હતા.
કિરણ જાનીનું કહેવું છે કે ગઈકાલના ક્લોઝિંગ 17200ના ઉપર હતો. નિફ્ટી 17200ની નીચે જાય તો માર્કેટમાં કરેક્શન આવતો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 16800 સુધીમાં લેવલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 39000ની ઉપર નથી જોતો ત્યાર સુધી રાકોણ જાળવી રાખો.
નટવરલાલ એન્ડ સન સ્ટોક બ્રોકરના સમીર દલાલનું કહેવું છે કે હાલમાં માર્કેટને જ્યા રહેવું જોઈએ ત્યા તે છે. નિફ્ટીમાં 16500-17000ના લેવલ જોવા મળી રહ્યા છે. યુઅસમાં વ્યાજ દરમાં વધારો થયો છે. ગઈકાલે રશિયા-યુક્રેનના યુદ્ધના સમાચાર પર વધી રહ્યા છે. તેની આસપ સીધી માર્કેટ પર પડી રહી છે. માર્કેટમાં છેલ્લા 10-15 દિવસમાં કરેક્શન જોવા મળ્યો હતો.
સમીર દલાલનું કહેવું છે કે માર્કેટ નીચેની તરફ બ્રેક કરે તેવી આશા કરી રહ્યા છે. માર્કેટમાં બાય ઑન ડિપ્સ કારણે કે લાંબા ગાળામાં 2 વર્ષ માટે હજુ પણ લાગે છે કે માર્કેટ રિબાઉન્ડ થઈ શકે છે. આગળ ઈન્ડિયામાં ગ્રોથની તક વધુ વધવાની આશા છે. જ્યારે પણ ગ્લોબલ માર્કેટમાં થોડુ વિકનેસ આવે છે તો સેલ ઓફ રાખવું જોઈએ.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ
Metropolis Healthcare: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1700, સ્ટૉપલૉસ - ₹1500
Deepak Nitrite: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2400, સ્ટૉપલૉસ - ₹2160 (2-3 મહિના માટે)
નટવરલાલ એન્ડ સન સ્ટોક બ્રોકરના સમીર દલાલની પસંદગીના 2 Buy કૉલ
South Indian Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹19 (1 વર્ષ માટે)
NMDC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹180 (1 વર્ષ માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.