5Paisaના રૂચિત જૈનનું કહેવું છે કે માર્કેટમાં ડૉલર ઈન્ડેક્સ અપ ટ્રેન્ડમાં છે, અને આપણે સારૂ અપમૂવ જોવા મળ્યું છે. ઇક્વિટી માર્કેટમાં પાછલા અમુક મહિનાથી જે રિલેટીવ આઉટ પર્ફોર્મર જોવા મળ્યું છે. બીજા દેશની કરેન્સીમાં દબાણ આવી રહ્યું હતું તેનું ભારતીય બજારમાં દબાણ નહીં આવી રહ્યું. હાલમાં ડૉલર ઈન્ડેકસ હજી પણ ઉપર જઈ રહ્યું છે.
રૂચિત જૈનનું કહેવું છે કે જેથી તેમાં મજબૂતી વધી રહી છે. ઇક્વિટી માર્કેટમાં વધારા માટે ઝડપી નહીં જોવા મળે. જે કે નવા હાઈ ફરીથી 18000-18100નો મેજર હર્ડલ બની જશે. જ્યા સુધી આપણને ત્યા રિવર્સલ નહીં જોવા મળે. શૉર્ટ ટર્મથી માર્કેટ પોઝિટિવ નથી લાગી રહ્યા. હાયર લેવલ પર જે પણ પુલ બેક આવશેતેના પર ફરીથી સેલિંગ પ્રેશર આવશે. માર્કેટ ઇન્ડેક્સ પર જોઈએ તો 17300-17400ની રેન્જ નિફ્ટીમાં જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 40100-40200 સુધી જઈ શકે છે.
એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલનું કહેવું છે કે જેવું અનુમાન હતું તેમાં ફેડરલ રિઝર્વએ 75 બેસિસ અંક વ્યાજ દર વધાર્યા છે. હવે તેના ટારગેટની રેન્જ 3-3.25 ટકા થઈ ગઈ છે. આગળના સમયમાં 25 અંકનો વધારો કરી શકે છે. નાણાકીય વર્ષ 2023માં રેટ કટ નહીં જોવા મળે. વ્યાજ દરમાં વધારો થશે જેથી ઈન્ટરનેશન માર્કેટમાં કરેક્શન આવી રહ્યું છે.
દેવર્ષ વકીલનું કહેવું છે કે જેમ વ્યાજના દર વધે એટલે બેન્ડમાં સેલ ઑફ જોવા મળે તેના કારણે યીલ્ડ વધે અને યીલ્ડને કારણે બોન્ડ માર્કેટમાં વધારો થતો જાય છે. હાલમાં શેર બજાર પર પ્રેશર બની રહ્યું છે. રૂપિયામાં દબાણ અને વ્યાજ દરમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે માર્કેટમાં ઘટાડો આવશે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
5Paisaના રૂચિત જૈનની પસંદગીનો Buy કૉલ
સન ફાર્મા: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹940, સ્ટૉપલૉસ - ₹880
એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલની પસંદગીનો Buy કૉલ
એવીટી નેચરલ પ્રોડક્ટ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹124 (3-6 મહિના માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.