Bank of Barodaના શેરમાં 3%ની તેજી, રોકાણ માટે જાણો એનાલિસ્ટની સલાહ - bank of baroda shares rise by 3 know the analyst advice for investment | Moneycontrol Gujarati
Get App

Bank of Barodaના શેરમાં 3%ની તેજી, રોકાણ માટે જાણો એનાલિસ્ટની સલાહ

સીએલએસએ પરિણામો પછી આ સ્ટૉકની રેટિંગ વધીને ખરીદારીની સલાહ આપી છે. સીએલએસએનું કહેવું છે કે ત્રીજા ક્વાર્ટરમાં લોન ગ્રોથ મજબૂત રહી છે અને નેટ સ્લિપેજ ઘણી ઓછી રહી છે. કોર માર્જિન વધુ સારું લાગે છે.

અપડેટેડ 11:12:19 AM Feb 07, 2023 પર
Story continues below Advertisement

6 ફેબ્રુઆરીએ Bank of Barodaના શેર ઇન્ટ્રા ડે માં 3 ટકાથી વધું 168 રૂપિયાના સ્તર પર કરતો જોવા મળી રહ્યો છે. કંપનીએ શુક્રવારે તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ દ્વારા કર્યા હતા તેના અનુસાર નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાંમાં બેન્કનો નફો વર્ષના આધાર પર વધીને 3853 કરોડ રૂપિયા રહ્યા જ્યારે સમાન ગાળામાં બેન્કનો નફો 3433.4 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. ત્રીજા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજ આવક (NII) વધીને 10,818 કરોડ રૂપિયા રહી જ્યારે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં બેન્કની નેટ વ્યાજ આવક 8,552 કરોડ રૂપિયા રહી હતી.

આવો કરીએ એક નજરકે હવે આ શેર પર બ્રોકરેજની શું સલાહ છે અને તેમણે આ શેરમાં આવી કેટલી તેજીની આસા લગાવી છે.

JP Morgan

જીપી મૉર્ગનનું કહેવું છે કે સારા PPoP અને ઓછી ક્રેડિટ કૉસ્ટને કારણે ત્રીજા ક્વાર્ટરમાં વ્યાજથી આવક અનુમાનથી સારી રહી છે. ગ્રૉસ એડવાન્સમાં ગ્રોથથી કોર PPoP વધ્યો, કોર ફીસ ઇનકમ અને ઓપેક્સ ગ્રોથ સીમિત રહી છે. NIMમાં સુધાર, ડિપૉઝિટ રીપ્રાઈસિંગ બાદ બેન્કને તેના યથાવત રાખવાની આશા છે. અસેટ ક્વૉલિટીમાં મજબૂતી યથાવત છે. અદાણી ગ્રુપમાં એક્સપોઝર કુલ એડવાન્સનો 0.6 ટકા પર છે. સ્ટૉક પર તેપી મૉર્ગનએ 220 રૂપિયાના લક્ષ્ય છે અને ઓવરવેટ રેટિંગ આપી છે.

Morgan Stanley


Morgan Stanleyએ બેન્ક ઑફ બરોડા પર ઓવરવેટ રેટિંગની સલાહ આપી છે અને સ્ટૉક માટે 220 રૂપિયાના લક્ષ્ય આપ્યા છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે હેડલાઈન NIIમાં મજબૂતીને કારણે ત્રીજા ક્વાર્ટરમાં નફો અનુમાનથી સારા રહ્યા છે. હેડલાઈન NIIમાં વધારો અને ક્રેડિટ કૉસ્ટ અનુમાનથી ઓછો રહ્યા છે. કેર PPoP ગ્રોથમાં મજબૂતી જોવા મળી છે.

CLSA

સીએલએસએ પરિણામો પછી આ સ્ટૉકની રેટિંગ વધીને ખરીદારીની સલાહ આપી છે. સીએલએસએનું કહેવું છે કે ત્રીજા ક્વાર્ટરમાં લોન ગ્રોથ મજબૂત રહી છે અને નેટ સ્લિપેજ ઘણી ઓછી રહી છે. કોર માર્જિન વધુ સારું લાગે છે. FY23માં કુલ નફાનો અનુમાન 10 ટકા વધ્યો છે જ્યારે FY25 સુધી 13 ટકા સામાન્ય RoEનો અનુમાન છે.

Citi

સિટીએ સ્ટૉક પર 188 રૂપિયાના ટારગેટ માટે ખરીદારીની સલાહ આપી છે અને કહ્યું છે કે ત્રીજા ક્વાર્ટરમાં નફા અમારા અનુમાન અનુસાર રહ્યો છે. આશાથી સારા ટ્રેજરી ઇનકમને કારણે PPoP સારી સ્થિતિમાં છે. ઘરેલૂ NIMમાં વિસ્તારને કારણે એડવાન્સ પર યીલ્ડમાં તેજી રહી છે.

ઓછી સ્લિપેજ અને મજબૂત રિકવરીને કારણે ગ્રૉસ NPA ઘટ્યો છે.

હાલમાં 12 વાગ્યાની આસપાસ એનએસઈ પર આ સ્ટૉક 4.80 રૂપિયા એટલે કે લગભગ 3 ટકાના વધારા સાથે 168.30 ના સ્તર પર જોવા મળી રહ્યો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 06, 2023 12:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.