સપ્તાહના અંતિમ દિવસે નિફ્ટીમાં મંદીનો મૂડ, બેન્ક નિફ્ટીમાં 40,000નો સારો સપોર્ટ: રાજન શાહ - bearish mood in nifty on final day of week 40000 core support in bank nifty rajan shah | Moneycontrol Gujarati
Get App

સપ્તાહના અંતિમ દિવસે નિફ્ટીમાં મંદીનો મૂડ, બેન્ક નિફ્ટીમાં 40,000નો સારો સપોર્ટ: રાજન શાહ

નિફ્ટીમાં 17500 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. યૂએસ ઈકોનૉમી તરફથી નિગેટિવ સંકેત મળી રહ્યો છે.

અપડેટેડ 03:53:29 PM Mar 10, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે હાલ માર્કેટમાં ડાઉન ફોલ જોવા મળી રહ્યું છે. ડિસેમ્બર મહિનાથી જ દબાણ વાળું ટ્રેન્ડ શરૂ થઈ ગયું છે. તે હજી પણ સતત ચાલું છે. નિફ્ટીએ 17220 ની આસપાસ એક સપોર્ટ એરિયા બનાવ્યો છે. જેથી 17220ના સ્ટૉપલોસથી નિફ્ટીમાં ફરી તેજી જોવા મળી શકે છે. અને તેથી 17400નું ગેપ ડાઉન રહેશે. નિફ્ટીમાં 17500 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. યૂએસ ઈકોનૉમી તરફથી નિગેટિવ સંકેત મળી રહ્યો છે. જેથી માર્કેટમાં ગમી વોલેટેલિટી આવાની સંભાવના બની રહી છે.

    રાજન શાહનું કહેવું છે કે આજે પણ સેલઑફ થઈ રહ્યું છે તે યૂએસ માર્કેટ તરફથી થઈ રહ્યું છે. હાલ માર્કેટમાં 17150ની આસપાસનો સપોર્ટ બની રહ્યો છે. ત્યાથી 250 અંકના ડાઉન ફોલથી માર્કેટને સપોર્ટ મળશે. રોકામકારો માટે પણ તેમાં સારી તક બની શકે છે. નિફ્ટી 17580 ના લેવલ સુધી દેખાય શકે છે. બેન્ક નિફ્ટીની વાત કરે તો બેન્ક નિફ્ટી હજી પણ સાઈડ વેઝમાં દેખાઈ રહી છે. હજી પણ જે ફેબ્રુઆરીના બજેટના હાઈ અને લો હતા તે હજી પણ બ્રેક નથી કર્યા.

    રાજન શાહનું કહેવું છે કે એટલે બેન્ક નિફ્ટી સીમિટ દાયરામાં કામ કરી રહી છે. બેન્ક નિફ્ટીમાં 2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 40,000 નો સારો સપોર્ટ એરિયા છે. બેન્ક નિફ્ટીમાં 40,000 ના સ્ટૉપલોસથી લાંબા ગાળા માટે રોકામ કરવું જોઈએ. બેન્ક નિફ્ટીમાં 40,800-41,100 સુધીના લક્ષ્ય સાથે કારોબાર કરી રહ્યો છે.

    માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના 2 Buy કૉલ

    L&T: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1945-1975, સ્ટૉપલોસ- ₹1923


    Deepak Nitrite: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2250-2300, સ્ટૉપલોસ- ₹2104

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 10, 2023 11:24 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.