Finversifyના ધ્વની પટેલનું કહેવું છે કે નિફ્ટીમાં 18100-18300 સુધીનો લેવલ છે જેને પાર નથી કરી રહ્યો. નિફ્ટીમાં 18350નું લેવલ હતું જે પહેલા ધ્યાનમાં રાખવાનું હતું. નિફ્ટી 18100ની નજીકથી સતત નીચેની તરફના મૂવ બતાવી રહ્યા છે. નિફ્ટીમાં શૉર્ટ ટર્મમાં બેરિશ વ્યૂ બની રહ્યો છે. નિફ્ટીમાં નીચેની તરફ શૉર્ટ ટર્મના ટારગેટ 17820નો લેવલ છે જે આપણે ગઈકાલે નીચેના લો પર જોવા મળ્યો હતા. ફરિથી નિફ્ટીમાં 17720ના લેવલ પર ધ્યાન રાખો.
ધ્વની પટેલનું કહેવું છે કે આજની એક્સપાયરીમાં 17900ના કૉલ અને પુટ બન્નેમાં ઓપન ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. આજે એક્યપાયરીમાં પણ નીચેની તરફ મૂવ જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીએ નિફ્ટી કરતા સારૂ આઉટપર્ફોમ કર્યું છે. બેન્ક નિફ્ટી તેના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા પરંતુ ત્યાથી પણ નીચે આવી ગયો છે. બેન્ક નિફ્ટીમાં પણ પ્રોફિટ બુકિંગ બની શકે છે. બેન્ક નિફ્ટીમાં 40900ના લેવલ નીચેમાં જોવા મળી શકે છે.
Finversifyના ધ્વની પટેલની પસંદગીના 2 Buy કૉલ
Samvardhana Motherson: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹137.80, સ્ટૉપલૉસ - ₹127.40
Vedanta: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹330, સ્ટૉપલૉસ - ₹308
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.