નિફ્ટીમાં 17000ના લેવલ પર ફોકસ, બેન્ક નિફ્ટીમાં 38000નો મહત્વનો સપોર્ટ, જાણો એક્સપર્ટના Buy કોલ - focus on 17000 level in nifty important support of 38000 in bank nifty know expert buy call | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 17000ના લેવલ પર ફોકસ, બેન્ક નિફ્ટીમાં 38000નો મહત્વનો સપોર્ટ, જાણો એક્સપર્ટના Buy કોલ

બેન્ક નિફ્ટીમાં 41000 અને નિફ્ટી 18000 ના લેવલ જોવા મળ્યા. માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

અપડેટેડ 12:14:50 PM Sep 26, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    પ્રુડન્ટ બ્રોકિંગના પ્રદિપ હોતચંદાણીનું કહેવું છે કે જુન મહિનામાં બોટમ બન્યા 15183 હતા ત્યારેથી 18000 સુધીન લેવલ જોવા મળ્યા છે. યુએસ માર્કેટમાં જુન મહિનામાં બોટમ બન્યા હતા, તેના કરતા નીચે ફેડના સેશનમાં ગયું હતું. આપણા માર્કેટમાં સારો પરફોર્મ કરતો જોવા મળ્યો છે. હાલમાં જુન મહિનામાં બોટમ કરતા ઘણી ઉપર આવી ગયા છે.

    પ્રદિપ હોતચંદાણીનું કહેવું છે કે જુન મહિનાથી 18-19 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેના બાદ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. છેલ્લા 2 સપ્તાહમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો છે તેના બાદ મહત્વના 200 દિવસનો મૂવિંગ સપોર્ટ ની નજીક આવીને નિફ્ટી ઉભો છે. હાલમાં નિફ્ટી 17020ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી 17000ની નીચે આવે તો 16650ના બીજા ડાઉન સાઈડ ટારગેટ આવશે. પહેલા જે સેલ થયું હતું તે 5-6 સેશન પહેલા 17700ની નીચે થયો હતો.

    પ્રદિપ હોતચંદાણીનું કહેવું છે કે નિફ્ટીમાં 17000ના લેવલ પર વધારા ફોકસ રહેશે. તે બ્રેક કરે તો 16650ના લેવલ પર રહેશે. બેન્ક નિફ્ટીમાં 37950-38000નો મહત્વનો સપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યા થોડી સ્થિરતા આવી શકે છે. તેમાં ટ્રેડિંગ શૉર્ટ પોઝિસન છે ત્યારે સેલ કનફોર્મ થયું હતું લગભગ 40600ના લેવલ આસપાસ, ત્યારે ઇનિશિએટ કર્યા હતા. બેન્ક નિફ્ટીમાં 40500-40600 રેજિસ્ટેન્સ ઝોન છે.

    ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે પહેલા ચાઈનાના ઇશ્યું હતા. યુએસના માર્કેટ દબાણમાં હતા. ઈન્ડિયા ગયા વર્ષમાં બીજી સૌથી મોટો પરફોર્મિંગ દેશ બન્યું છે. આવી ન્યૂઝથી કોઈ પણ માર્કેટમાં કરેક્શન જોવા મળી શકે છે. માર્કેટ ઉપરથી થોડું પણ નીચે થયું મોઘવારીને કારણે.

    રોહન મહેતાનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 41000 અને નિફ્ટી 18000 ના લેવલ જોવા મળ્યા. માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. હાલમાં ઈન્ડિયન માર્કેટ ખૂબ સારા લેવલ પર છે. માર્કેટમાં કરેક્શન આવશે. આપણે 15000-15500ના લેવલથી અપમૂવ 18000 સુધી કોઈ પણ દબાણ વગર નથી આવ્યું છે.


    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

    પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીના 2 Buy કૉલ

    સન ફાર્મા: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹968, સ્ટૉપલૉસ - ₹896

    ડિવીઝ લેબ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3850, સ્ટૉપલૉસ - ₹3615

    ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના 2 Buy કૉલ

    BLS ઇન્ટરનેશનલ સર્વિસ-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    મહારાષ્ટ્ર સિમલેસ-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 26, 2022 12:14 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.