આઈટી કંપનીમાં સારી તેજી જોવા મળી છે. હાલમાં આઈટી કંપનીઓના પરિણામ આવી રહ્યા છે. તે પણ આઈટી સર્વિસની ચિંતા હતી કે તેના માર્જીનમાં સુધારો થશે કે નહીં. અહીંથી આઈટી સેક્ટરને સમજવું જરૂરી બને છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને જૈનમ બ્રોકિંગના કિરણ જાની પાસેથી.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2023 કોન્સ્ટન્ટ કરન્સી રેવેન્યૂ ગ્રોથ ગાઇડન્સ 14-16 ટકાથી વધારીને 15-16 ટકા કરી છે. નાણાકીય વર્ષ 2023 એબિટડા માર્જિન ગાઇડન્સ 21-23 ટકાથી ઘટાડીને 21-22 ટકા કરી રહી છે. બોર્ડે 9300 કરોડ રૂપિયાના બાયબેકની જાહેરાત કરી છે. 1,850 પ્રતિ શૅરના ભાવ પર બોર્ડે બાયબેકની જાહેરાત કરી છે.
પ્રતિત પટેલનું કહેવું છે કે વિપ્રોમાં ડૉલર આવક 2,811-2,853 મિલિયનની રેન્જમાં રહી શકે છે. વિપ્રોમાં ડૉલર આવક ગ્રોથ 0.5-2 ટકાની રેન્જમાં રહી શકે છે. કંપનીમાં કુલ 605 નવા કર્મચારીઓ જોડાયા રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરમાં વિપ્રોની સીસી રેવેન્યુ ગ્રોથ 4.1 ટકા પર રહી છે.
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે ક્વાર્ટર 3 નાણાકીય વર્ષ 2023માં સીસી રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ 3-5 ટકા પર રહી શકે છે. વિપ્રોમાં ઓપરેટિંગ માર્જિન 0.16 ટકાથી વધીને 15.1 ટકા પર રહી છે. વિપ્રોમાં એટ્રિશન રેટ 23.5 ટકાથી ઘટી 23 ટકા પર રહી છે. અમેરિકન અને યુરોપમાં ગ્રોથ 30 ટકાથી વધુ રહી છે.
કિરણ જાનીનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2023 સીસી આવક ગ્રોથ ગાઇડન્સ 12-14 ટકાથી વધારી 13.5-14.5 ટકા કરી રહી છે. નાણાકી વર્ષ 2023 માર્જિન ગાડઇન્સની અપર રેન્જ 20 ટકાથી ઘટાડી 19 ટકા કરી રહી છે. નાણાકીય વર્ષ 2023 માર્જિન ગાઇડન્સ 18-20 ટકાથી 18-19 ટકા કરી રહી છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના શેર્સ -
આ શેરમાં 1700 રૂપિયાના લક્ષ્ય માટે 1350 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.