રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી RSVBLએ ઑટોમેશન કંપની Exyn Technologiesમાં 23 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ ડીલ અઢી કરોડ ડૉલરમાં થઈ છે. આ સિવાય રિલાયન્સ ઇન્ફ્રાટેલને ખરીદીની ડીલને NCLTથી મંજૂરી મળી છે. બજારમાં આજે બે નવી કંપનીઓ Landmark cars અને Abans Holdingsની લિસ્ટિંગ થશે. તેના સિવાય બ્રોકરેજ હાઉસિંગના રડાર પર કયા સ્ટૉક્સ છે. તેના પર રોકાણકારો અને ટ્રેડર્સના ધ્યાન રાખશે. દિગ્ગજ બ્રોકરેજ ફર્મોએ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance industries), એસબીઆઈ કાર્ડ (SBI Cards), બંધન બેન્ક (Bandhan Bank), યુનાઈટેડ સ્પિરિટ્સ (united Spirit) પર તેના ટ્રેડિંગ રણનીતિ રજૂ કરે છે.
MOSL on Reliance Industries
એમઓએસએલએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર ખરીદારીની સલાહ છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 2850 રૂપિયા પ્રતિ શેર શુધી નક્કી કર્યો છે. તેનું કહેવું છે કે સારા વેલ્યૂએશન પર મેટ્રો કેશ એન્ડ કેરીની ડીલ થઈ છે. આવકમાં મેટ્રો કેશ એન્ડ કેરીનું 15 ટકા યોગદાન સંભવ છે. મેટ્રો કેશ એન્ડ કેરી બ્રેકઈવનની નજીક છે.
મૉર્ગન સ્ટેનલીએ એસબીઆઈ કાર્ડ પર ઓવરવેટ રેટિંગ આપી છે. તેમણે આ શેરનું લક્ષ્ય 1100 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેનું કહેવું છે કે કાર્ડ ઇન્ડસ્ટ્રીમાં કંપનીના માર્કેટ શેર વધી રહ્યા છે. નવેમ્બરમાં માર્કેટ શેર માસ્કિ આધાર પર વધીને 18.3 ટકા થયો છે.
જીએસએ બંધન બેન્ક પર ન્યૂટ્રલ રેટિંગ આપી છે. તેમણે આ શેરનું લક્ષ્ય 297 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તેનું કહેવું છે કે બેડ લોન પોર્ટફોલિયોના વેચાણથી પૉઝીટિવ સરપ્રાઈઝ જોવા મળી છે. આમાં RoAમાં સુધાર અને ડાયવર્સિફિકેશન મહત્વ છે. તેના પ્રસ્તાવિત વેચાણ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો સોદો હોઈ શકે છે. બ્રોકરેજ અનુસાર FY23-FY25માં 2.7 ટકા/20 ટકા RoA/RoE શક્ય છે. જ્યારે FY22-25માં વર્ષના 14 ટકા PPOP ગ્રોથ સંભવ છે.
એમઓએસએલએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર ન્યૂટ્રલ કૉલ આપી છે અને તેના શેરનું લક્ષ્ય 880 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યું છે. તેનું કહેવું છે કે ખર્ચથી નાના ગાળામાં નજર પર અસર થઈ છે. FY24ના માટે તેના આઉટલુક સારા છે. તેમાં પૉપુલર બ્રાન્ડની વેચાણ જરૂરી હતી. નાના ગાળા માટે સારા વેલ્યૂએશન જોવા મળી રહ્યા છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.