પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 8મા વેતન આયોગના ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે.
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર! પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 8મા વેતન આયોગના ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે. આ આયોગ હવે સત્તાવાર રીતે કામ શરૂ કરશે અને 18 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે.
આયોગની રચના અને અધ્યક્ષ
આયોગમાં એક ચેરપર્સન, એક અંશકાલીન મેમ્બર અને એક મેમ્બર-સેક્રેટરી હશે. રિપોર્ટ્સ પ્રમાણે, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ આયોગની અધ્યક્ષ બનશે. આયોગ પોતાની ગઠન તારીખથી 18 મહિનામાં રિપોર્ટ આપશે, પરંતુ જરૂર પડે તો વચ્ચે ઇન્ટરિમ રિપોર્ટ પણ આપી શકશે.
કયા મુદ્દાઓ પર ધ્યાન આપશે આયોગ?
આયોગ પોતાની ભલામણો કરતી વખતે આ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપશે:
* દેશની આર્થિક સ્થિતિ અને ફિસ્કલ પ્રુડન્સ
* વિકાસ ખર્ચ અને કલ્યાણકારી યોજનાઓ માટે પૂરતા સંસાધનોની ખાતરી
* રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિ પર અસર (રાજ્યો સામાન્ય રીતે કેન્દ્રની ભલામણો અપનાવે છે)
* સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરની વર્તમાન સેલરી સ્ટ્રક્ચર, બેનિફિટ્સ અને વર્ક કન્ડિશન્સ
ક્યારે લાગુ થશે 8મું પે કમિશન?
સામાન્ય રીતે વેતન આયોગની ભલામણો દર 10 વર્ષે લાગુ થાય છે. તે મુજબ, 8મા વેતન આયોગની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની અપેક્ષા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ઇન્ટરિમ રિપોર્ટ બાદ અંતિમ અમલીકરણ તારીખ નક્કી કરાશે, પરંતુ 1 જાન્યુઆરી 2026ની તારીખ સૌથી વધુ સંભાવના ધરાવે છે.
કેટલા કર્મચારીઓને ફાયદો થશે?
આ ભલામણોથી 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ (જેમાં રક્ષા કર્મીઓ પણ સામેલ છે) અને 69 લાખ પેન્શનર્સને સીધો લાભ થશે.
સેલરીમાં કેટલો વધારો થશે?
સરકારે હજુ સત્તાવાર સેલરી સ્લેબ જાહેર કર્યા નથી, પરંતુ ફિટમેન્ટ ફેક્ટર 2.86ના આધારે અંદાજ મુજબ:
19,000 સુધી માસિક વધારો શક્ય છે.
ઉદાહરણ:
હાલમાં 1 લાખ માસિક સેલરી મળતી હોય તો:
* 1.75 લાખ કરોડ બજેટ સાથે 14% વધારો → 1.14 લાખ
* 2 લાખ કરોડ સાથે 16% વધારો → 1.16 લાખ
* 2.25 લાખ કરોડ સાથે 18% વધારો → 1.18 લાખ
આપને ખાસ જણાવીએ કે આ એક આ અંદાજ છે, અંતિમ નિર્ણય આયોગની રિપોર્ટ અને સરકારની મંજૂરી પર આધાર રાખશે.