તહેવારોમાં ઓનલાઇન શોપિંગ કરતા પહેલા સાવધાન! સાયબર ક્રાઇમના કેસ 5 વર્ષમાં 44 ગણા વધ્યા, હેલ્પલાઇન 1930 બની સંજીવની
Cyber Fraud in India: ભારતમાં સાયબર ક્રાઇમના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જાણો કેવી રીતે સાયબર ગઠિયાઓ લોકોને બનાવે છે શિકાર અને કેવી રીતે સરકારી હેલ્પલાઇન 1930એ લોકોના કરોડો રૂપિયા બચાવ્યા છે. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.
Cyber Fraud in India: આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ જીવન સરળ બન્યું છે, ત્યાં બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી એટલે કે સાયબર ક્રાઇમનો ખતરો પણ અનેકગણો વધી ગયો છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં સાયબર ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. લોકો પોતાની મહેનતની કમાણી સેકન્ડોમાં ગુમાવી રહ્યા છે.
ચોંકાવનારા આંકડા: 5 વર્ષમાં 44 ગણો ઉછાળો
સરકારી આંકડાઓ પર નજર કરીએ તો સાયબર ક્રાઇમની ભયાનકતાનો અંદાજ આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાયબર ગુનાઓમાં ધરખમ વધારો જોવા મળ્યો છે:-
* વર્ષ 2019: 26,049 કેસ
* વર્ષ 2020: 2,57,777 કેસ
* વર્ષ 2021: 4,52,414 કેસ
* વર્ષ 2022: 9,66,790 કેસ
* વર્ષ 2023: 11,56,218 કેસ
* વર્ષ 2024: 11,21,112 કેસ
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે 2019ની સરખામણીમાં 2023 સુધીમાં સાયબર ગુનાઓ લગભગ 44 ગણા વધ્યા છે.
હેલ્પલાઇન 1930 બની લોકોનો સહારો
સાયબર ફ્રોડના આ અંધકાર વચ્ચે એક આશાનું કિરણ પણ છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર- 1930 અને 'સિટિઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ' ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે.
આ સિસ્ટમ સાથે દેશની 392 જેટલી નાણાકીય સંસ્થાઓ જોડાયેલી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ફ્રોડનો શિકાર બને છે અને તરત જ 1930 પર કોલ કરે છે, ત્યારે તેમના પૈસા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોય તેને તરત જ ફ્રીઝ (લિયન માર્ક) કરી દેવામાં આવે છે. આ હેલ્પલાઇન પર દરરોજ સરેરાશ 60,000 કોલ્સ આવે છે.
છેલ્લા ચાર વર્ષમાં આ હેલ્પલાઇન દ્વારા કુલ 2572.91 કરોડ લોકોના બચાવવામાં આવ્યા છે.
સાયબર ગઠિયાઓની જાળ: કઈ રીતે થાય છે છેતરપિંડી?
સાયબર અપરાધીઓ લોકોને ફસાવવા માટે અલગ-અલગ તરકીબો અપનાવે છે. ચાલો જાણીએ કયા પ્રકારના ફ્રોડનું પ્રમાણ કેટલું છે:
કોઈપણ અજાણ્યા નંબર પરથી આવેલા કોલ, મેસેજ કે લિંક પર વિશ્વાસ ન કરો.
તમારી બેંકિંગ માહિતી, OTP, CVV કે પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરો.
KYC અપડેટ, લોટરી કે રિફંડના નામે આવતા કોલ્સથી સાવધાન રહો.
જો તમે છેતરપિંડીનો શિકાર બનો, તો તરત જ 1930 પર કોલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. જેટલી જલદી તમે જાણ કરશો, પૈસા પાછા મળવાની શક્યતા તેટલી જ વધી જશે.