UPI biometric payment: UPI યુઝર્સ માટે ખુશખબર! હવે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા લેનદેન કરવા માટે પિન દાખલ કરવાની જરૂર નહીં પડે. નજીકના ભવિષ્યમાં યુઝર્સ ફેસ રેકગ્નિશન અથવા ફિંગરપ્રિન્ટ જેવી બાયોમેટ્રિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે. એક અહેવાલ મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) UPIમાં બાયોમેટ્રિક અપડેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી પિનનો ઉપયોગ ઓપ્શનલ બનશે, એટલે કે યુઝર્સને પિન દાખલ કરવું ફરજિયાત નહીં રહે, અને તેઓ બાયોમેટ્રિકની મદદથી સરળતાથી પેમેન્ટ કરી શકશે.