Jio યુઝર્સ માટે મોટી ખુશખબર: 18 મહિના સુધી ગૂગલ AI પ્રો સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રી! જાણો 35,100નો લાભ કેવી રીતે મેળવવો? | Moneycontrol Gujarati
Get App

Jio યુઝર્સ માટે મોટી ખુશખબર: 18 મહિના સુધી ગૂગલ AI પ્રો સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રી! જાણો 35,100નો લાભ કેવી રીતે મેળવવો?

Jio Google Gemini Offer: Jio યુઝર્સ હવે 18 મહિના સુધી ગૂગલ AI પ્રો ફ્રી મેળવી શકે છે, જેમાં જેમિની 2.5 પ્રો, 2TB સ્ટોરેજ અને વીડિયો-ઇમેજ જનરેશનનો સમાવેશ થાય છે. MyJio એપમાંથી સ્ટેપ-બાય-સ્ટેપ ક્લેમ કરો અને 35,100નો લાભ લો!

અપડેટેડ 12:03:23 PM Nov 09, 2025 પર
Story continues below Advertisement
Jio યુઝર્સ હવે 18 મહિના સુધી ગૂગલ AI પ્રો ફ્રી મેળવી શકે છે

Jio Google Gemini Offer: રિલાયન્સ Jioના યુઝર્સ માટે એક શાનદાર ઓફર આવી ગઈ છે! Jio અને ગૂગલ વચ્ચેની પાર્ટનરશિપ હેઠળ હવે તમામ ઉંમરના Jio યુઝર્સને 18 મહિના સુધી ગૂગલ AI પ્રો સબસ્ક્રિપ્શન બિલકુલ મફત મળશે. આ ઓફરની કિંમત બજારમાં આશરે 35,100 છે, પરંતુ Jioના અનલિમિટેડ 5G પ્લાનવાળા યુઝર્સ તેને ફ્રીમાં એન્જોય કરી શકશે.

શરૂઆતમાં આ ઓફર માત્ર 18થી 25 વર્ષની ઉંમરના યુઝર્સ માટે હતી, પરંતુ હવે Jioએ તેને તમામ ઉંમરના યુઝર્સ માટે ખોલી દીધી છે. જો તમારી પાસે Jioનો એક્ટિવ અનલિમિટેડ 5G પ્લાન છે (પ્રીપેઇડ કે પોસ્ટપેઇડ, 349 અથવા તેથી વધુ), તો તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. મહત્વનું છે કે આ 18 મહિના દરમિયાન તમારો 5G પ્લાન એક્ટિવ રહે, નહીં તો ઓફર બંધ થઈ જશે.

આ ઓફરમાં શું-શું મળે છે?

ગૂગલ AI પ્રો સબસ્ક્રિપ્શન હેઠળ તમને ગૂગલની સૌથી એડવાન્સ્ડ AI સુવિધાઓ મળશે:

- જેમિની 2.5 પ્રો મોડલનો ફુલ એક્સેસ – વધુ સ્માર્ટ ચેટ, કોડિંગ અને ક્રિએટિવ વર્ક માટે.


- ઇમેજ અને વીડિયો જનરેશન માટે હાઇ લિમિટ – Veo 3.1 ટૂલથી વીડિયો બનાવો, ઇમેજ માટે Nano Banana જેવા ટૂલ્સ.

- 2 ટેરાબાઇટ (2TB) ક્લાઉડ સ્ટોરેજ – ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ અને ગૂગલ ફોટોઝમાં વધુ જગ્યા.

- નોટબુકએલએમ (NotebookLM) – રિસર્ચ, રાઇટિંગ અને લર્નિંગ માટે પાવરફુલ ટૂલ.

- જેમિનીને જીમેઇલ, ડોક્સ, શીટ્સ વગેરેમાં ડાયરેક્ટ યુઝ કરો.

આ તમામ સુવિધાઓ તમને પ્રોડક્ટિવિટી વધારવા, ક્રિએટિવિટી વધારવા અને રોજિંદા કામ સરળ બનાવવામાં મદદ કરશે.

કેવી રીતે ક્લેમ કરશો? સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

- તમારા સ્માર્ટફોનમાં MyJio એપ ઓપન કરો (ન હોય તો પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો).

- તમારા Jio નંબરથી લોગિન કરો અને હોમ સ્ક્રીન પર જાઓ.

- ટોચ પર “Google Gemini Offer” અથવા “Pro plan of Google Gemini FREE” અથવા “Early Access” જેવું બેનર શોધો.

- બેનર પર ટેપ કરો અને “Claim Now” અથવા “Activate” બટન દબાવો.

- તમારું ગૂગલ એકાઉન્ટ (જીમેઇલ) સિલેક્ટ કરો અને રજિસ્ટર કરો.

- ટર્મ્સ અને કન્ડિશન્સ સ્વીકાર કરો.

- કન્ફર્મેશન મળ્યા પછી, જેમિની એપ અથવા ગૂગલ વન એપમાં ચેક કરો – તમારું AI પ્રો એક્ટિવ થઈ ગયું હશે!

ઓફર એક્ટિવ થયા પછી કેવી રીતે ખબર પડશે?

- જેમિની એપમાં “Pro” સ્ટેટસ દેખાશે.

- ગૂગલ વન એપમાં 2TB સ્ટોરેજ બતાવશે.

- તમને SMS અથવા ઇમેઇલ દ્વારા કન્ફર્મેશન મળશે.

જો બેનર ન દેખાય તો એપ અપડેટ કરો અથવા થોડા દિવસ રાહ જુઓ, કારણ કે રોલઆઉટ ધીમે ધીમે થઈ રહ્યું છે. જો તમે પહેલેથી ગૂગલ AI પ્રો પેઇડ યુઝ કરો છો, તો તમે ફ્રી પ્લાન પર સ્વિચ કરી શકો છો. આ ઓફર Jioના “AI ફોર ઓલ” વિઝનનો ભાગ છે, જે ભારતમાં AIને સૌના માટે સુલભ બનાવે છે. તો વધુ વિચાર્યા વગગર MyJio એપ ખોલો અને આ બમ્પર ઓફર ક્લેમ કરો.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 09, 2025 12:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.