SEBIએ નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ કર્યું કે ડિજિટલ ગોલ્ડ કે E-Gold કોઈ પણ સરકારી કે SEBIના નિયમન હેઠળ આવતું નથી.
Digital Gold SEBI Warning: આજકાલ રૂપિયા 10થી જ સોનું ખરીદવાની ઓફર સોશિયલ મીડિયા અને એપ્સ પર ખૂબ ચાલે છે. તનિષ્ક, PhonePe, MMTC-PAMP, કેરટલેન જેવી મોટી બ્રાન્ડ્સ પણ ડિજિટલ ગોલ્ડ વેચે છે. પણ હવે માર્કેટ રેગ્યુલેટર SEBIએ આવા રોકાણો પર મોટી ચેતવણી આપી છે.
SEBIએ નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ કર્યું કે ડિજિટલ ગોલ્ડ કે E-Gold કોઈ પણ સરકારી કે SEBIના નિયમન હેઠળ આવતું નથી. એટલે જો કંપની ડિફોલ્ટ થાય, નાદાર થાય કે બંધ થઈ જાય, તો રોકાણકારના પૈસા ડૂબી શકે છે અને SEBI તેમાં કોઈ મદદ કરી શકશે નહીં.
શા માટે જોખમ છે?
- આ પ્રોડક્ટ્સ કોમોડિટી ડેરિવેટિવ્ઝની શ્રેણીમાં પણ આવતા નથી.
- કંપનીની સાથે કાઉન્ટરપાર્ટી રિસ્ક અને ઓપરેશનલ રિસ્ક રહેલું છે.
- રોકાણકારને કોઈ કાનૂની રક્ષણ મળતું નથી.
કઈ કંપનીઓ આ ઓફર કરે છે?
ઘણી જાણીતી કંપનીઓ ડિજિટલ ગોલ્ડ વેચે છે:
- તનિષ્ક (Tanishq)
- MMTC-PAMP
- ફોનપે (PhonePe)
- કેરટલેન (Caratlane)
- અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ
જોકે નામ મોટા હોવા છતાં, SEBIનું કહેવું છે કે આમાં રોકાણ કરવું સુરક્ષિત નથી.
SEBIની સલાહ: સુરક્ષિત વિકલ્પો પસંદ કરો
SEBIએ રોકાણકારોને સલાહ આપી છે કે સોનામાં પૈસા લગાવવા હોય તો ફક્ત રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સમાં જ રોકાણ કરો:
1. ગોલ્ડ ETF (Gold Exchange Traded Funds)
– સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થાય છે, સંપૂર્ણ નિયમિત.
2. ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGRs)
– નવું પણ સુરક્ષિત વિકલ્પ, SEBIના નિયમન હેઠળ.
3. એક્સચેન્જ-ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ
– MCX જેવા એક્સચેન્જ પર ઉપલબ્ધ.
આ તમામ વિકલ્પો SEBI-registered ઈન્ટરમીડિયરીઝ દ્વારા થાય છે અને કાનૂની સુરક્ષા આપે છે. ડિજિટલ ગોલ્ડ ખરીદવું સરળ લાગે, પણ સુરક્ષા કરતાં વિશ્વાસ વધુ મહત્વનો નથી.